________________
૧૮
સર્વધર્મ સમભાવ
માનવજીવનમાં ધર્મનું ઘણું મહત્ત્વનું સ્થાન છે, વિશ્વમાં ભાગ્યે જ એવો કોઈ પ્રદેશ હશે જ્યાં એક અથવા બીજા પ્રકારના ધર્મનું પાલન ન થતું હોય. ધર્મ વિનાના માનવજીવનની કલ્પના શક્ય નથી. આજના વૈજ્ઞાનિક યુગનો માનવી પોતાને નાસ્તિક તરીકે ઓળખાવવાની સ્વતંત્રતા દર્શાવે છે તે ખરેખર સ્વતંત્રતા કે નવીનતા નથી, શ્રદ્ધાનું સાચું અવલંબન એને પ્રાપ્ત થતું નથી તેથી એ લાચારીથી આવું બોલતો હોય છે. કવિશ્રી સુંદરમે યથાર્થ કહ્યું છે :
‘વિશ્વના સૌ બાગ સુકાશે અને સૂર્ય શશીના દીપ બુઝાશે પણ અંતરનાં વલખાં તારે અરથે બંધ
ન થશે રામ, તુંહી તુંહી.” આ રીતે ધર્મ કે ઈશ્વરની શોધ, માનવીની સનાતન શોધ છે. ‘સાધના નામે અનેકતા' એ મુજબ ઈશ્વરપ્રાપ્તિના ભિન્ન ભિન્ન માર્ગો છે. કોઈ પણ એક ધર્મ જ શ્રેષ્ઠ છે અને અન્ય ધર્મો એની તુલનામાં નબળા છે, આવી અધૂરી - એકાંગી, જડ માન્યતામાંથી જ એક ધર્મ અને બીજા ધર્મ સંઘર્ષ, વેર-વિરોધ, ભયંકર ઝઘડા અને સરવાળે માનવજાત
માટે અશાંતિ થઈ છે.
| વિશ્વનો કોઈ પણ ધર્મ સનાતન જીવનમૂલ્યો ઉત્તમ નીતિ-નિયમો, સત્ય અને અહિંસાના, વિશ્વકલ્યાણના ઉત્તમ આદર્શથી વિમુખ છે નહીં, હોઈ શકે નહીં. જગતના કોઈ પણ ધર્મનું અંતિમ લક્ષ્ય તો - માનવીમાં રહેતા દોષોને - અંધકારને દૂર કરી, ગુણનું ગૌરવ કરી, એનામાં ગુણનો વિકાસ થાય અને અંધકાર દૂર થાય એ જ હોય છે. ધર્મને નામે જડતા, અંધશ્રદ્ધા, ઝનૂન અને ધર્માધતા કે જેહાદ જગાવીને આ ધરતી પરના માનવજીવનને દુઃખમય બનાવવાથી કોઈને સુખ મળે જ નહીં. ધર્મ તો પુનિત તત્ત્વ છે, યુગયુગથી અલગ અલગ રીતે લોકકલ્યાણની ઉત્તમ પ્રવૃત્તિ ધર્મ કરી રહેલ છે. સમાજનું ધારણ, પોષણ અને સત્યસંશોધન ધર્મે કર્યું છે. અલગ અલગ સમયે ધર્મ-સંસ્થાપકોએ અને ધર્મગુરુઓએ માનવજાતિને સન્માર્ગે વાળવા માટે અપાર કષ્ટો સહન કર્યા છે – બલિદાનો આપ્યાં છે.
સર્વધર્મ સમન્વય, સર્વધર્મ સહિષ્ણુતા કરતાં સર્વધર્મ સમભાવ આજના યુગની સૌથી મહત્ત્વની જરૂર છે. ધર્મ સમન્વયનો અર્થ સુંદર ગુણોનો સમય છે, આ સમન્વયથી માનવી કેમ ઉન્નત બને, સાચા અર્થમાં માનવ બને એ જ પ્રધાન ઉદ્દેશ છે. સર્વધર્મ સહિષ્ણુતામાં, બાહ્ય સહિષ્ણુતા અને ઉદારતા તથા વ્યાપક સ્વરૂપે બધા ધર્મોનો સ્વીકાર કરવાની દૃષ્ટિ રહેલી છે, પરંતુ સર્વધર્મ સમભાવ, આપણી પાસેથી અન્ય કોઈ પણ ધર્મ પ્રત્યે વિશેષ ભાવ, મનથી પણ ઉદારતા અને વિશાળતા ધરાવવાની અપેક્ષા રાખે છે. આ અપેક્ષા પૂરી થાય એ માટે બધા ધર્મોનો ઉદારતાથી, સમભાવથી, આદરથી અભ્યાસ કરવો પડશે અને એ અભ્યાસને અંતે જે નવનીત પ્રાપ્ત થશે તે આપણી ધર્મ વિશેની સમજણને સંપૂર્ણ બનાવી આપણને સાચા અર્થમાં ‘ધાર્મિક' બનાવશે. સાંપ્રદાયિક સંકુચિતના દૂર થશે અને વિશ્વધર્મની કલ્પના સાકાર થશે.
કોઈ પણ વ્યક્તિ જન્મ લેતાં પહેલાં ધર્મનો સ્વયંવર કરીને જન્મ લેતી નથી. પરંતુ જે ધર્મ એને વારસામાં મળ્યો છે એનો ગર્વ કરવો કે મારો જ ધર્મ શ્રેષ્ઠ છે અને બીજાનો નહીં, એમાં મિથ્યા અભિમાન છે,
સર્વધર્મ દર્શન
૧૫૩
૧૫૪
સર્વધર્મ દર્શન