Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 92
________________ અંગો છે, એવું સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી સહજાનંદ સ્વામીએ દર્શાવ્યું છે. ભગવાન મહાવીરની વાણીમાં અહિંસા, સંયમ અને તપ એ ત્રણ ધર્મનાં આધારસ્તંભો છે. હકીકતે તો બધા ધર્મોનું અંતિમ ધ્યેય માનવીને વધુ સારો - વધુ ગુણવાન બનાવવાનું રહ્યું છે. ધર્મ એ માનવસમાજની એકતાને જાળવી રાખનારું પરિબળ હોવું ઘટે. સર્વધર્મસમભાવથી આ કાર્ય ઉત્તમ રીતે થઈ શકશે. પુજ્ય સંતબાલજીની આ જાણીતી પ્રાર્થના અખિલ વિશ્વની માનવજાત માટે કલ્યાણકારક, માંગલ્યકારક અને આનંદદાયક બની રહો - એ જ સાચી ધર્મભાવના છે. ‘સર્વથા સૌ સુખી થાઓ સમતા સૌ સમાચારો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો.’ ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સર્વધર્મ ઉપાસકો માટે સાત વારની પ્રાર્થના નોંધ : સર્વધર્મના ઉપાસકોને સાતે વારે વિવિધ ધર્મ સંસ્થાપકનું સ્મરણ રહે એ અર્થે જે તે વારને દિવસે જે તે સંસ્થાપકની સ્મૃતિ તાજી રહે એવી મુનિશ્રી સંતબાલજીએ રચેલી પ્રાર્થનાઓ : (૧) સોમવાર – રામ પવિત્ર ફરજે સત્તાત્યાગી, આદર્શો સુંદર આપ્યા; જ્ઞાન શૌર્યની પ્રાપ્તિ સાથે, સ્ત્રી શૂદ્રા પશુઓ તાર્યા. એક પત્નીવ્રત પૂરણ પાળ્યું, ટેકવણી છે જીવતરમાં; એવા રામનું સ્મરણ કરીએ, જે ભારતભરમાં વ્યાપ્યા. સર્વધર્મ દર્શન ૧૫૯ ૧૬૦ (૨) મંગળવાર – મહાવીર ચંડકોષી ઝેર વમે ત્યાં, વીરે તો અમૃત પીરસ્યું; યુવા નારીનાં સ્પર્શો જીરવી, શુચિ વાત્સલ્ય પ્રભુનું વિકસ્યું. શૂળો બે કાને ભોંકાણી તોપણ મહાવીર શાંત રહ્યા; ગજ સુકુમાર શિરઆગ ચંપાઈ, તોય ન ક્રોધી લગાર બન્યા. એવો અડગ અભય બનીને, પ્રેમી અક્રોધી વીર બનું; નમ્રપણે વીતરાગ પ્રભુના ચરણે સમતા ક્ષમા ગ્રહું. (૩) બુધવાર – બુદ્ધ પ્રાણીમાત્રમાં વેર તજીને, કરુણા હ્રદયે ધરનારા, રોગ, જરા ને મૃત્યુ જોઈ, સુત વિત દારા તજનારા. મોહમાયાનો ત્યાગ કરીને, સંન્યસ્તને આચરનારા; મધ્યમ માર્ગો બુદ્ધ પ્રભુજી, સ્વીકારો વંદન પ્યારાં, (૪) ગુરુવાર – કૃષ્ણ સમતા કાર્યકુશળતા સેવી, આસક્તિ ફળની ત્યાગી; અન્યાયે પડકાર કરાવી, ન્યાય પ્રતિષ્ઠા અર્પાવી. કુરુક્ષેત્રમાં ગીતા સુણાવી, સર્વજીવોને હિતકારી; એવા યોગી કૃષ્ણ પ્રભુના, ચરણે જાઉં જીવન વારી. (૫) શુક્રવાર – મહમ્મદસાહેબ માતૃચરણે સ્વર્ગ વસે છે, ગુલામને મુક્તિ દેજો, વ્યાજ ત્યાગ કરી માનવકષ્ટ, સહાયનો લ્હાવો લેજો . ભ્રાતૃભાવે ઇમાનદારીથી, વિશ્વાસુ સહુના બનજો; હજરત મહમ્મદ પયગંબરની, આ શિખામણ ઉર ધરજો. સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101