Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 51
________________ રામ કહો, રહિમાન કહો (રાગ કેદાર - તીન તાલ) રામ કહો, રહિમાન કહો, કોઈ, કાન્હા કહો મહાદેવરી રે, પારસનાથ કહો, કોઈ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયંસેવરી રે. પૃ.// ભાજન-ભેદ કહાવત નાના, એક મૃત્તિકા રૂપરી રે, તૈસે ખંડ કલ્પનારોપિત, આપ અખંડ સ્વરૂપેરી રે. ...૧ ખ્રિસ્તી ધર્મ નિજપદ રમે રામ સો કહિયે, રહિમ કરે રહિમાનરી રે, કર્ષે કરમ કાન્હ સો કહિયે, મહાદેવ નિર્વાણરી રે. ...૨ પરસે રૂપ પારસ સો કહિયે, બ્રહ્મ ચિન્હ સો બ્રહ્મરી રે, ઇણ વિધ સાધો આપ “આનંદઘન’, ચેતનમય નિઃકર્મરી રે. ...૩ જગતને ખૂણે ખૂણે ખ્રિસ્તી ધર્મ ફેલાયો છે. કદાચ વિશ્વમાં સૌથી મોટી સંખ્યામાં આ ધર્મના અનુયાયીઓ હશે. આ ધર્મે આખા વિશ્વમાં , શિક્ષણ અને આરોગ્યની બાબતમાં ઘણું વિરાટ કાર્ય કર્યું છે. ખાસ તો આ ધર્મના મૂળમાં માનવસેવા રહેલી છે. જગતની પછાત અને તિરસ્કૃત જાતિનો ઉદ્ધાર ભલે ધર્મપ્રચારની ભાવનાથી આ ધર્મે કર્યો હોય, પરંતુ ખૂબ મોટું, લોકસેવાનું કામ આ ધર્મે કર્યું છે. આફ્રિકાનાં ઘોર જંગલો હોય કે ભારતના આદિવાસીના દૂરસુદૂરના અગવડભર્યા વિસ્તાર હોય અથવા તો હરિજન કે અન્ય કોમ હોય – આ સર્વેની માનવસેવામાં ઉત્તમ કાર્યોની માંગલિક પ્રવૃત્તિ ખ્રિસ્તી ધર્મના મૂળમાં રહેલી છે. રક્તપિત્તિયાઓ, આંધળાઓ, બહેરા-મૂંગા તથા વિવિધ દર્દથી પીડાતા દુઃખી – ગરીબ લોકોની સેવાના આ ધર્મના ઉત્તમ કાર્યો, આ ધર્મને વિશ્વમાં ખૂબ ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે અને લોકહૃદયમાં અપાર સભાવ જન્માવ્યો છે. સેવા, શિક્ષણ અને આરોગ્યનું ઉમદા કાર્ય આ ધર્મ કરીને માનવજાત ઉપર મહાન ઉપકાર કર્યો છે, ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તઃ ઇસુને “માનવપુત્ર’ અને ‘ઈશ્વરપુત્ર’ એવાં બે વિશેષણો લગાડવામાં આવે છે. આ બંને શબ્દોનો વ્યાપક અર્થ માનવની - જગતની સેવા દ્વારા સર્વધર્મ દર્શન ૮૦ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101