Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 59
________________ તત્ત્વ પરમાત્માનું અને તેમની છ વિવિધ શક્તિઓનાં પ્રતીકોનું તેમને દર્શન થયું. પરમાત્માએ પૂછ્યું : ‘પ્યારા જરથુષ્ટ્ર ! બોલ, તારે શું જોઈએ છે?” ‘પ્રભુ ! મારે તો કંઈ ન જોઈએ. મને માત્ર પવિત્રતા આપો.' અષી એટલે પવિત્ર, ત્યારથી તેઓ અષો જરથુષ્ટ્ર તરીકે વિખ્યાત થયા. છતાંય એની પરવા કર્યા વિના ફરીથી દોડવા માંડ્યું. હાંફ એવી ચડી ગઈ કે દોડવાની તાકાત ન રહી; છતાં ખૂબ શ્રમ કરીને તેઓ ત્યાં પહોંચ્યા. એમની મહેનત માથે પડી. કૂતરીએ તો એ પહોંચે એ પહેલાં જ સદાને માટે આંખો મીંચી દીધી હતી. જરથુષ્ટ્ર મૃત કૂતરીના દેહ પાસે બેઠા. હાથમાંના રોટલાનાં બટકાં એના મુખ પાસે મૂક્યાં. આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. એ બોલ્યા : “અરે ! હું તારા માટે રોટલો લેવા દોડ્યો અને તું ચાલી નીકળી ! દુ:ખી માનવની, પ્રાણીની સેવા કરવી એ જીવનવ્રત બની ગયું હતું. બીજાનું દુઃખ જુએ અને એમનું હૃદય કરુણાથી ભરાઈ જાય. રસ્તે ચાલ્યા જતા હોય અને કો'ક ઘરડી સ્ત્રી કે પુરુષને બોજો ઊંચકીને જતા જુએ તો તરત જ એમનો બોજો જાતે ઊંચકી લે, કોઈ માંદું હોય અને કોઈ સેવા કરનારું ન હોય તો ખડે પગે એની સેવા કરે. સમાજનો એક વર્ગ દુઃખમાં સબડ્યો કરતો હતો જ્યારે બીજો એક વર્ગ મોજમજામાં મશગુલ હતો. આ અમીર વર્ગને ઈશ્વર સાથે કોઈ સ્નાનસૂતક ન હતું. ખાઈપીને આનંદ કરવો એ જ એમનું જીવનધ્યેય હતું. પોતાના સ્વાર્થની આડે કોઈ આવે તો એને મારવો એટલું જ એમને જ્ઞાન હતું. દુ:ખીજનોને સુખી કેવી રીતે કરવા? ભાનભૂલેલા અમીરોને સદાચાર કેવી રીતે શીખવવો ? આ બે ધૂન એમના મગજમાં સવાર થઈ ગઈ. આ બે પ્રશ્નો લઈને ઠેરઠેર ઘૂમવા માંડ્યું .મોટા મોટા પંડિતો, શાસ્ત્રીઓ ને ડાહ્યાજનોને પૂછવા માંડ્યું. પણ કોઈએ સંતોષકારક જવાબ ના આપ્યો. જરથુષ્ટ્રનું મન બેચેન બની ગયું. આખરે ઘરબાર છોડી પહાડનો રસ્તો લીધો. દસ વર્ષ સુધી સાદું જીવન અને સાત્વિક ખોરાક લઈ ચિંતનમગ્ન રહેવા લાગ્યા. દસ વર્ષના પ્રાર્થનામય જીવનને અંતે પરમ એમ કહેવાય છે કે જરથુષ્ટ્રને સાત વાર પરમાત્મા(અહુરમઝદના દર્શન થયાં હતાં. જ્યારે ઈશ્વરનાં સાક્ષાત દર્શન થયાં ત્યારે તેમણે અહુરમઝદને પ્રાર્થના કરી : “હે પરમાત્મા ! તું સૃષ્ટિનું રહસ્ય સમજીવનારી પવિત્ર વાણી સંભળાવ.' અહુરમઝદે તેમને સત્ય-અસત્યનો ભેદ સમજાવી સત્યનું સ્વરૂપ સમજાવ્યું. પછી તેઓ અહુરમઝદના સંદેશવાહક બન્યાં. પછી ધર્મપ્રચારનું કાર્ય આરંવ્યું. આ વખતે શેતાને પણ લલચાવીને પથભ્રષ્ટ કરવાના પ્રયત્નોમાં બાકી રાખી નહીં, માન, વૈભવ, યશ વગેરે સર્વ પ્રકારની લાલચો આપી. પણ તેઓ મક્કમ રહ્યા અને પ્રચારકાર્ય કરતા રહ્યા. પણ કરુણતા એ રહી કે પ્રથમ દશ વર્ષ સુધી તો પ્રચારકાર્યમાં તેમને સરિયામ નિષ્ફળતા જ મળી. લોકોને ઈશ્વરનો સંદેશ સંભળાવવો હતો પણ કોઈ સાંભળવા જ તૈયાર ન હતું. જ્યાં જાય ત્યાં લોકો એમની મશ્કરી કરે. એમના પર ધૂળ, કાંકરા વગેરે ફેંકે. છતાંય એની પરવા કર્યા વિના ઈશ્વરે સોંપેલું કાર્ય એમણે તો જારી રાખ્યું. મહિના-બે મહિના નહિ, પૂરાં દશ વર્ષને અંતે એમના દૂરના પિતરાઈ ભાઈએ એમની વાત માની અને એમનો અનુયાયી થયો. પછી તો જરથુષ્ટ્ર ગામેગામ ફરવા માંડ્યું. લોકોનો ત્રાસ સહન કરીને પણ લોકોને ઈશ્વરનો સંદેશ સંભળાવવા લાગ્યા. સર્વધર્મ દર્શન ૯૩ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101