Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 58
________________ ઉપાડીને વરુઓની બોડમાં નાખી આવ્યો. મનુષ્યોનાં લોહીતરસ્યાં વરુએ બાળ જરથુષ્ટ્રનો વાળ સરખો પણ વાંકો કર્યો નહિ. એના પોષણ માટે એક મેંઢી લઈ આવ્યા અને બાળ જરથુષ્ટ્રના મોંમાં દૂધની શેડ કરી. અમાનુષી તત્ત્વોએ બાળ જરથુષ્ટ્ર પર અનેક જુલ્મો ગુજાર્યા. પણ બાળ જરથુષ્ટ્રને કોઈ મારી ને શકર્યું. કૃષ્ણને મારવા કંસે અનેક કપટ કર્યા, પણ જેમ કૃષ્ણ બચી ગયા એમ જરથુષ્ટ્ર પણ બચી ગયા. ભગવાન કૃષ્ણના અને જરથુષ્ટ્રના જીવન વચ્ચે ઘણું સામ્ય છે. કંસથી બચવા કૃષ્ણને ગુપ્ત રાખ્યા હતા એમ જરથુષ્ટ્રને પણ ગુપ્ત રાખ્યા હતા. પૂતનાના ઝેરથી કૃષ્ણને મારવા પ્રયત્ન થયેલો. કૃષ્ણ ગોપાલન કર્યું હતું એમ, જરથુષ્ટ્રના પિતા ઘોડા વગેરે ઢોર ઉછેરતા હતા, કૃષ્ણને મારવા અનેક અસુરોને મોકલેલા એવો જ પ્રયત્ન જરથુષ્ટ્ર માટે થયેલો. જરથુષ્ટ્ર સાત વર્ષના થયા ત્યારે તેમને વિદ્વાન અને સદાચારી ગુરુને ત્યાં વિદ્યાભ્યાસ માટે મૂકવામાં આવ્યા. ગુરુએ તેમને શીલ અને સદાચારની, સુંદર કેળવણી આપી. દુષ્ટોને થયું કે જરથુષ્ટ્ર સદાચારી પાકશે. દુષ્ટોએ જૂઠી જૂઠી વાતો કરીને તેમની બુદ્ધિ ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. પણ ગુરુ અને એમની સતત સાવધાનીને પરિણામે એક પણ મલિન વિચાર તેમના મગજમાં ઘુસ્યો નહિ. પંદર વર્ષની વયે જરથુષ્ટ્રની કેળવણી પૂરી થઈ. જરથુષ્ટ્રના પિતા પોરુશસ્તના શરીર પર ઘડપણ ઘેરાવા માંડ્યું. દેહનો કોઈ ભરોસો ન હતો, એટલે પોતાનાં સંતાનોને એકઠાં કરીને કહ્યું : ‘દીકરાઓ ! હવે હું ઘરડો થયો છું. ક્યારે કાળની નોબત વાગે એ કહેવાય નહિ, માટે મારી હયાતીમાં જ મારી બધી જ મિલકત તમારા પાંચમાં વહેંચી દઉં.’ જરથુષ્ટ્રે કહ્યું : “પિતાજી ! મિલકતના પાંચ નહિ, ચાર ભાગ પાડો. મારે આ મિલકતમાં કંઈ પણ ભાગ જોઈતો નથી.' ‘ત્યારે દીકરા ! તું શું લઈશ ?” પોશસ્તે પૂછ્યું. ‘પિતાજી ! મને માત્ર પવિત્ર કમરપટો આપો.' એ પહેરીને તેમણે પોતાનો નિશ્ચય જાહેર કર્યો : “હું મારા પિતાની મિલકત પર આધાર ન રાખતાં જાતમહેનત પર જ આધાર રાખીશ. ને હવે પછીની મારી જિંદગી હું ઈશ્વરચિંતનમાં ને ધર્મની સેવામાં ગાળીશ.” આ અરસામાં દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો. મૂઠી ધાન અને ચાંગળા પાણી માટે માણસો અને પશુઓ તરફડી તરફડીને મરવા લાગ્યાં. જરથુષ્ટ્ર આ જોયું અને એમનું કોમળ દિલ દ્રવી ઉઠ્યું. ગરીબો અને મૂંગા પ્રાણીઓ માટે એમણે કેડ કસી. ઘેરઘેર જઈને એમણે દુઃખી લોકો અને પ્રાણીઓ માટે ઘાસ અને અન્ન ભેગું કરવા માંડ્યું. ઘાસ અને અનાજ ભેગું કરીને પ્રાણીઓ અને માણસોને એમણે જીવતદાન આપ્યું. એક વખત એમની નજરે એક કૂતરી ચડી. | બિચારી મરવાને વાંકે જીવી રહી હતી. ભસવાની કે પૂંછડી હલાવવાની પણ શક્તિ રહી ન હતી. ધરતી સાથે ટાંટિયા ઘસતી એ કરુણ રુદન કરી રહી હતી. એની આવી અસહાય દશા જોઈને જરથુષ્ટ્રને દયા આવી ગઈ.. પળનોય વિલંબ કર્યા વિના એ ત્યાં બેસી ગયા અને એના શરીર પર મમતાળુ હાથ ફેરવતાં બોલ્યાં : ‘રડ માં. હું હમણાં જ તારા માટે ખાવાનું લઈ આવું છું.' જરથુષ્ટ્ર ઉતાવળે પગલે ગામમાં દોડ્યા. લોકોની પાસેથી ભીખ માગીને રોટલાનાં બેચાર બટકાં ભેગાં કર્યાં. અન્ન વિના તરફડી રહેલી માને રોટલો દેવા દીકરો દોડે એમ મરતી કૂતરીને બચાવવા જરથુષ્ટ્ર દોડ્યા. હાથમાં રોટલાનાં બે-ચાર બટકાં છે અને એકીશ્વાસે એ દોડે છે. રસ્તામાં ઠેસ વાગી. પગની આંગળી ચિરાઈ ગઈ. સર્વધર્મ દર્શન ૯૧ ૯૨ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101