________________
કે મોક્ષનો ખ્યાલ, આ ધર્મમાં જોવા મળતો નથી અને આત્મસાક્ષાત્કાર જેવી, પારલૌકિક બાબતને પણ આ ધર્મમાં સ્થાન નથી. પ્રજાકીય અને રાષ્ટ્રીય સુખ-સંપત્તિ માટે જરૂરી સદાચારનો, એમાં આગ્રહ રાખવામાં આવ્યો છે. સ્વાર્થત્યાગમાં રહેલી વૈરાગ્યભાવનાનું આ ધર્મમાં સ્થાન છે.
આ ધર્મમાં, ધર્મ તથા રાષ્ટ્રભક્તિ એમ બંનેનો સમન્વય જોવા મળે છે. જાપાની પ્રજાના વિકાસમાં આ ધર્મનો ઘણો મોટો ફાળો છે. દેશપ્રેમ, પવિત્રતા, પ્રામાણિકતા અને નિષ્ઠા આદિ સદ્ગુણોનો જે આગ્રહ જાપાની પ્રજામાં જોવા મળે છે તે શિંતો ધર્મને આભારી છે. આજે પણ આ ધર્મનું મહત્ત્વનું સ્થાન, વિશ્વના વિદ્યમાન ધર્મમાં છે.
યહૂદી ધર્મ (JUDAISM)
પ્રારંભ :
વિશ્વના થોડાક જૂના ધર્મોમાંનો એક યહૂદી ધર્મ છે. એક માન્યતા મુજબ આશરે ૩,૭00 વર્ષ પહેલાં આ ધર્મનો પ્રારંભ થયો છે. વર્તમાનકાળે ઇઝરાયલના પેલેસ્ટાઇન અને જોર્ડનમાં આ ધર્મ પાળનારનો મુખ્ય વસવાટ છે. લગભગ ૧૪ કરોડ લોકો આ ધર્મના અનુયાયીઓ છે. જેમાંથી અર્ધા ઉપરાંત લોકો એટલે કે પ૦ ટકાથી વધુ સંખ્યામાં અમેરિકાના જુદા જુદા સ્ટેટમાં રહે છે. સ્થાપક :
તીવ્રુ (યહૂદી) લોકોના ધર્મપિતા અબ્રાહમ છે.
Mosoe (દેવદૂત)ની મદદથી પરમાત્માએ આ ધર્મ સ્થાપ્યો છે. આ ધર્મની થોડીક જાણીતી ૩ શાખાઓ આ પ્રમાણે છે :
(૧) જૂની (Orthodox) (૨) રૂઢિચુસ્ત-સંરક્ષક (Conservative) (૩) સુધારાવાદી (Reformist)
આ ત્રણ મુખ્ય શાખા (વિભાગ) ઉપરાંત પ્રાદેશિક અને વિભિન્ન આધ્યાત્મિક વિચારો ધરાવતી પેટા શાખાઓ પણ છે :
સર્વધર્મ દર્શન
૧૧૪
સર્વધર્મ દર્શન