________________
બને છે. ઈશ્વરના અસ્તિત્વ ઉપરાંત, આત્માની અમરતાનો સિદ્ધાંત પણ તેમણે સ્વીકાર્યો હતો. આમ છતાં, આ ધર્મનું મુખ્ય લક્ષ્ય તો માણસનો લૌકિક વ્યવહાર અને સામાજિક વ્યવસ્થા છે. અર્થાતુ, માનવતાવાદી ધર્મ છે. આ માનવતાવાદ પણ વિશિષ્ટ પ્રકારનો છે, આધુનિક માનવતાવાદની જેમ તેમાં પારલૌકિક તત્ત્વોનો નિષેધ નથી.
માણસના મૂળભૂત સ્વભાવગત નીતિપ્રેમ ઉપર આ ધર્મ વિશેષ ભાર મૂકે છે. ‘આ જગતમાં સર્વત્ર નૈતિક શાસન પ્રવર્તે છે. નૈતિક નિયમથી શાસિત, આ જગતમાં માણસ પણ અપવાદ નથી. માણસમાં, સ્વભાવગત મૂળભૂત નીતિપ્રેમ છે. માણસ મૂળભૂત રીતે શિવત્વ અને માંગલ્યનો ચાહક છે અને તેની પાસે નૈતિક વિકાસનું સંકલ્પ સ્વાતંત્ર્ય છે.
નૈતિક સિદ્ધાંતો :
(૧) પાંચ મહાન સંબંધો : વ્યક્તિનું સમાજમાં સ્થાન નક્કી કરનારા વિવિધ સંબંધોમાં પાંચ સંબંધો સૌથી વધારે મહત્ત્વના અને મહાન છે. આ સંબંધો નીચે મુજબ છે : (૧) પિતા અને પુત્ર : પિતામાં પ્રેમ અને પુત્રમાં પિતૃભક્તિ. (૨) મોટાભાઈ અને અનુજઃ મોટાભાઈમાં સૌજન્ય અને નાના ભાઈમાં
નમ્રતા અને આદરભાવ. (૩) પતિપત્ની: પતિમાં વર્તણુકનું ઔચિત્ય અને પત્નીમાં આજ્ઞાધીનતા. (૪) બુઝુર્ગો અને યુવાનોઃ બુઝુર્ગોમાં માનવતા અને યુવાનોમાં આમન્યા. (૫) રાજા અને પ્રજા : રાજામાં પરોપકાર અને પ્રજામાં વફાદારી.
આ પાંચ મહાન સંબંધમાં પણ પિતા-પુત્ર અને રાજા-પ્રજાના સંબંધો પર કોન્ફશિયસ ધર્મ વિશેષ ભાર મૂક્યો છે, કારણ કે, કુટુંબ અને રાજય એ બે સૌથી અગત્યની સામાજિક સંસ્થાઓ છે. જેવી રીતે કુટુંબનો વડો પિતા છે તેવી રીતે રાજા એ સમગ્ર પ્રજાનો નેતા છે. રાજાનો મુખ્ય ગુણ પરોપકાર છે. વ્યક્તિએ પિતાને અને રાજાને પૂરેપૂરા પૂજયભાવથી માન આપવું જોઈએ અને ભક્તિભાવથી સેવા કરવી જોઈએ.
‘મારા પુત્ર પાસેથી મને જે રીતની સેવાની અપેક્ષા હોય તેવી સેવા મારે મારા પિતાની કરવી જોઈએ. મારી નીચેના અમલદાર પાસેથી મને જે રીતની સેવાની અપેક્ષા હોય તેવી સેવા મારે મારા રાજાની કરવી જોઈએ - મારા અનુજ પાસેથી મને જેવા વર્તનની અપેક્ષા હોય તેવું વર્તન મારે મારા મોટાભાઈ પ્રત્યે કરવું જોઈએ.’
ચતુર માનવીની વર્તણૂકમાં પાંચ સગુણ પ્રગટ થયા કરતા હોય છે : (૧) સ્વમાન, (૨) ઉદારતા, (૩) નિખાલસતા, (૪) ગંભીરતા, (૫) પરોપકાર.
ઉત્તમ માનવી બોલતાં પહેલાં આચરે છે અને પોતે કાર્ય કર્યું હોય તે જ બીજાને કરવાનો ઉપદેશ આપે છે, તેમ તેનાં વિચાર, વાણી અને વર્તનમાં સંપૂર્ણ એકરૂપતા હોય છે. તેની કર્તવ્યભાવના ઘણી તીવ્ર હોય છે. નિઃસ્વાર્થભાવે તે પ્રગટ કરે છે.
ઉત્તમ માનવનો આદર્શ : કોન્ફયુશિયસે ઉત્તમ માનવનો આદર્શ વર્ણવતાં લખ્યું છે. આવો માનવ - (૧) પક્ષાપક્ષીના પૂર્વગ્રહથી વિમુક્ત રહે છે. (૨) તે શાંત અને સ્વસ્થ હોય છે. (૩) તેનામાં શોક કે ભય નથી. (૪) બીજાના સારા ગુણોનું ગૌરવ અને નઠારા ગુણો પર વિશેષ ભાર
મૂકે નહીં. (૫) અન્યને અનુકૂળ થવા પ્રયત્નશીલ પણ ખુશામત કરતો નથી. (૬) એ ગૌરવસંપન્ન હોય છે પણ અભિમાની હોતો નથી.. (૭) પોતાને જે જોઈતું હોય તે પોતાના અંતરમાંથી શોધે છે. (૮) શુદ્ધ દૃષ્ટિએ જોવું, સ્પષ્ટપણે સાંભળવું, મુખ પર, ચેષ્ટામાં આદર,
વાણીમાં પ્રામાણિકતા, વ્યવહારમાં નિષ્ઠા, સમાધાન મેળવવા તત્પર, ક્રોધનાં પરિણામ વિચારે, લાલચ નહીં પણ ફરજ બજાવવા માટે
ઉત્સાહ. (૯) સગુણસંપન્ન હોય તેની જ મૈત્રી કરો.
સર્વધર્મ દર્શન
૧૨૧
૧૨૨
સર્વધર્મ દર્શન