Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 86
________________ ૧૬ ધર્મ એક જ માનવધર્મ ઈશ્વરની ઉપાસના ધર્મ છે, પરંતુ પૂર્વ તરફ મોં રાખીને કે પશ્ચિમ તરફ એ રિવાજ છે, પ્રભુ આગળ મસ્તક નમાવવું એ ધર્મ છે, પરંતુ મસ્તક નમાવીને કે ટોપી ઉતારીને એ કેવળ રિવાજ છે. રિવાજ અનેક હોઈ શકે છે, ધર્મ અનેક ન હોઈ શકે.” (રાજકારણીઓએ સર્વધર્મ સમભાવના પવિત્ર ખ્યાલને વિચિત્ર ગોદડી બનાવી દીધી છે.), ‘હવે આ સર્વધર્મ સમભાવવાળી ગોદડી બહુ કામ આપવાની નથી. એ ગોદડી તો હવે માત્ર કોઈ નેતાના મરણપ્રસંગે પાથરી શકાય એવી થઈ ગઈ છે, અને એ સંપ્રદાયોની કાપલીઓ સીવીને બનાવેલી ગોદડી ધર્મનું સળંગ વસ્ત્ર નહોતું જયારે મને લાગ્યું કે આ સંપ્રદાયોના કટકા જોડીને બનાવેલ ગોદડી (અલ ફાતિહા) અંતિમ સમયની પ્રાર્થનામાં જ કામ આવે એવી છે. જયારે કોઈ નેતાનું અવસાન થાય છે ત્યારે આ ગોદડી ટેલિવિઝન ઉપર જોઉં છું. મોટી મોટી રેલીઓમાં, મોટા મોટા નેતાઓ આવીને મોટાં મોટાં ભાષણો આપીને, જૂની ધૂળ બેસાડીને, નવી ધૂળ ઊડાડીને ચાલ્યા જાય છે. મોટી મોટી સભાઓમાં બુદ્ધિચાતુર્ય દેખાય, પણ હૃદયસંપર્ક તો શુન્ય જ હોય છે ! વ્યક્તિગત સંપર્ક વિના આ અસંભવ છે. લોકસંપર્ક અને નિત્યસંપર્કની આવશ્યકતા છે.' ‘કોઈએ કહ્યું છે ને કે ‘દયા ધર્મ કા મૂલ હૈ'હું એમાં થોડો વધારો સૂચવું છું. કરુણા ધર્મની શાખા-ડાળી છે. મૈત્રી-ધર્મનાં પાન છે. પ્રેમ ધર્મનું ફૂલ છે અને પરમેશ્વર ધર્મનું ફળ છે.' માનવનું જીવન સુખમય બને અને આત્મગુણોનો વિકાસ થાય તેવી પ્રરૂપણા કરે તે ધર્મ છે. જીવમાત્રની પીડા હરવાની પ્રેરણા કરવાનો માર્ગ ધર્મમાર્ગ છે. સ્વામી શ્રીકાન્ત આપ્ટેએ સર્વધર્મ સમભાવના વિચારનો સ્થાપિત હિતો અને નેતાઓએ દુરુપયોગ કર્યો છે, જેથી સર્વધર્મ સમન્વયના કાર્યને નુકસાન પહોંચ્યું છે તેની વ્યથા વ્યક્ત કરતાં માનવધર્મને કેન્દ્રમાં રાખી કહ્યું છે કે, ‘વિવિધ સંપ્રદાયોની વિચિત્ર માન્યતાઓના અંધકારભર્યા જંગલો વચ્ચે ની સત્યની પગદંડી શોધવામાં કેટકેટલી માનસિક યાતનાઓમાંથી પસાર થવું પડે છે એ તો મારા જેવો કોઈ યાત્રી જ સમજી શકે, સ્વધર્મના ઘરથી માંડીને સર્વધર્મોના જંગલોમાંથી પસાર થતો હું આજે ગીતાના આદેશ પ્રમાણે ‘સર્વધર્માનું પરિત્યજય'ના વિશાળ અને પ્રકાશમય મેદાનમાં આવી પહોંચ્યો છે. જેમ જેમ માન્યતાઓના જંગલ છૂટતાં ગયાં તેમ તેમ તેમને પ્રણામ કરતો હું આગળ વધતો જ રહ્યો. છેવટે આજે હું એ નિર્ણય પર આવ્યો છું કે “ધર્મ અનેક છે જ નહીં, રીતરિવાજ અનેક છે.” ‘સ્વચ્છતા ધર્મ છે, પરંતુ ત્રિકાલ-સ્નાન કે હાથ-મોં પગ ધોવા એ પરિસ્થિતિ પ્રમાણેનો રિવાજ છે. અંતિમ સંસ્કાર ધર્મ છે, પરંતુ એને અગ્નિસંસ્કાર કરવો કે દફનાવવું એ રિવાજ છે. પરમેશ્વરની પ્રાર્થના એ ધર્મ છે. એ મૌન રાખીને કરવી કે ઢોલક વગાડતાં કરવી એ રિવાજ છે. સર્વધર્મ દર્શન ૧૪૭ ૧૪૮ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101