Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 72
________________ ૧૨ ૧. બૂથમાં – ઝૂંપડાંમાં રહેવું ૨. જુદી જુદી જાતના છોડ સાથે ઈશ્વરને વંદન કરી આભાર વ્યક્ત કરવો. (૪) પાસ ઓવર "PASS OVER" : આ ‘પાસ ઓવર' તહેવારમાં આથા વગરની કેક ન ખાવી અને બીજી બાજુથી આથો વગરની કેક જ ખાવી, એની સાથે આ તહેવાર ઊજવવામાં અનેક નિયમો સંકળાયેલા છે. (૫) ઉપવાસ અને વિલાપના દિવસ : આ ધર્મમાં વર્ષ દરમિયાન પાંચ સાર્વજનિક ઉપવાસ કરવાની આજ્ઞા છે, આમાંના ચાર ઉપવાસ પરતંત્ર થવાની નિરાશા અને દેવળના નાશ સાથે અને પાંચમો ઉપવાસ વિશુદ્ધિ સાથે સંકળાયેલ છે. આમાંના પ્રત્યેક ઉપવાસ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી કરવાનો હોય છે. સામાન્ય રીતે યહૂદી પ્રજાને માટે "People of the book" - પુસ્તકના લોકો એવું વિશેષણ વાપરવામાં આવે છે - અર્થાતુ એમના બધા ધર્મસિદ્ધાંતો લિખિતરૂપે મળે છે. હકીકતે તેમને માટે, People of Study – અર્થાતુ ‘અભ્યાસુ લોકો’ વધુ યોગ્ય વિશેષણ છે. યહૂદી ધર્મની અનેક વિશેષતાઓ ખૂબ આકર્ષક, રસપ્રદ અને મનનીય છે. કોન્ફયુશિયસ ધર્મ ચીનની પ્રાચીન સંસ્કૃતિને આજ સુધી જીવંત રાખનાર પરિબળોમાં કોન્ફયુશિયસ ધર્મ મુખ્ય છે. ચીનમાં મુખ્ય ત્રણ ધર્મો પ્રચલિત છે. (૧) તાઓ ધર્મ (૨) બૌદ્ધ ધર્મ (૩) કોન્ફયુશિયસ ધર્મ. ચીનની કોઈ પણ ધાર્મિક કે સાંસ્કૃતિક પરંપરા આ ધર્મની અસરથી મુક્ત નથી. ચીનના આ મહાન ધર્મની સ્થાપના મહાત્મા કોન્ફયુશિયસે કરી છે, તેમને દૈવી કે અવતારી પુરુષ તરીકે પૂજવામાં આવે છે. આ ધર્મના શાસ્ત્રગ્રંથોમાં – (૧) પાંચ પ્રશિષ્ટ કૃતિઓ (Five classics). (૨) ચાર ગ્રંથો (Four books) નો સમાવેશ થાય છે. કોફ્યુશિયસ ધર્મના સિદ્ધાંતો : આ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતોમાં ઈશ્વર, આત્મા, જગતનું નૈતિક શાસન અને માણસના મૂળભૂત નૈતિક પ્રેમનો સમાવેશ થાય છે. તેઓ ઈશ્વરને સગુણ માને છે. ઈશ્વર પરિપૂર્ણ અને પ્રેમાળ વ્યક્તિ છે અને તેની અંતર્યામી ક્રિયાશક્તિને કારણે સૃષ્ટિનો ઉદ્દભવ અને વિકાસ શક્ય સર્વધર્મ દર્શન ૧૨૦ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101