________________
• ગૌવંશ હત્યાબંધીનો કાનૂન બનાવવા માટે ભારત સરકારને પ્રેરણા
અને શક્તિ મળો, શક્તિ મળો.
વિશ્વવાત્સલ્યનો આદર્શ દેશ-વિદેશમાં પ્રસરો અને તે માટે વિશ્વનાં શુભ બળોનો અનુબંધ થાઓ.
અને અંતે આપણે ઉમેરીએ ઃ
•
•
ધર્મમાં ભળેલું ધર્મઝનૂન દૂર થાઓ અને શુદ્ધ ધર્મ દ્વારા સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો.
સર્વધર્મ દર્શન
૧૩૯
૧૫
દર્શન સાહિત્યમાં આત્મચિંતન
ભારતીય સંસ્કૃતિને ઘડનારાં પરિબળોમાં સાહિત્યનું યોગદાન મૂલ્યવાન રહ્યું છે. સાહિત્ય, સંગીત અને લલિતકલાઓથી માનવજીવન સભર બને છે, મધુર બને છે, સાહિત્ય અને કલાના સર્જનનો ઉદ્દેશ શુભ તત્ત્વનાં દર્શનનો હોય તો જ તે સાર્થક ગણાય.
૧૪૦
દર્શન એટલે જોવું તે તત્ત્વજ્ઞાનને એક વિશિષ્ટ દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કરે છે. વ્યાવહારિક સત્યનું દર્શન તો ઘણાં લોકો કરી શકે છે, પરંતુ પારમાર્થિક સત્યનું દર્શન બહુ જ થોડા કરી શકે છે.
દર્શન એ જ સમાજ, સભ્યતા તથા સંસ્કૃતિનો અમૂલ્ય ભંડાર છે. કોઈ પણ સભ્યતા તથા સંસ્કૃતિનો વાસ્તવિક પરિચય મેળવવા માટે તેની દાર્શનિક વિચારધારાનું જ્ઞાન મેળવવું જરૂરી છે. પાશ્ચાત્ય દર્શનમાં અનેક દેશોની વિચારધારાઓનો સંગમ થયો છે. તેમાં મુખ્યતઃ ગ્રીક, ખ્રિસ્તી તેમજ આધુનિક વિચારધારાની ત્રિવેણીનો સંગમ થયો છે. ગ્રીક દાર્શનિકોએ સર્વ પ્રથમ જડજગતનું વિવેચન કર્યું. પછી અંતર્મુખી ષ્ટિ અપનાવી ચેતન આત્માનું વિશ્લેષણ કર્યું અને આ બંનેનો સમન્વય તત્ત્વમાં કર્યો. યુરોપને ધાર્મિક અંધવિશ્વાસથી મુક્ત કરી દર્શનનું સ્વતંત્ર વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં વિશેષ ફાળો ગ્રીકદર્શને આપેલો છે.
સર્વધર્મ દર્શન