________________
અહેવાલ અભરાઈએ ચડાવ્યો.
ખ્રિસ્તી ધર્મપ્રચારકો કુદરતી કે માનવસર્જિત આફતો વખતે રાહતકાર્યના ઓઠા હેઠળ ધર્મપ્રચારનું કાર્ય સદીઓથી કરે છે અને તેનું લક્ષ્ય ધર્માતરણ છે. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં ખ્રિસ્તી રાહત કાર્યકરોની ધરપકડ કરવામાં આવી ત્યારે એ બાબત બહાર આવી છે. પ્રોટેસ્ટન્ટ ખ્રિસ્તી મિશનરીઓ ખ્રિસ્તી ધર્મના પ્રચારકોને બિનસાંપ્રદાયિક ગણાવીને મુસ્લિમ, હિંદુ અને બૌદ્ધ ધર્મ પાળતા દેશોમાં ઘુસાડે છે એવો અહેવાલ વોશિંગ્ટન પોસ્ટે તાજેતરમાં પ્રગટ કર્યો છે. વેટિકન અને અમેરિકા દ્વારા ભારત સહિત વિશ્વની હજારો ખ્રિસ્તી મિશનરીઓને મળતા વિદેશી મદદના પ્રવાહના કારણો શોધવા જવું પડે તેમ નથી.
૩૦ મે, ૧૯૩૬ના હરિજનના અંકમાં પૂ. ગાંધીજીએ લખેલું કે ખ્રિસ્તીવાદ એ સામ્રાજ્યવાદી ધર્મ છે. ઇતિહાસે મહાત્મા ગાંધીના આ વિધાનની યથાર્થતા સાબિત કરી છે.
ધર્માતરણના આક્રમણને પરિણામે ધર્મઝનૂન પેદા થતું હોય છે. ડિવાઇડ એન્ડ રૂલની નીતિને કારણે મુસ્લિમોને રાજી રાખવા ભારતની વસ્તીમાં ભાગલા પડાવવાના બદઇરાદે અંગ્રેજો એ હિંદુ-મુસ્લિમમાં વાળો ટાળો રાખી મુસ્લિમોને માનીતા ગયા અને એમ ચાલતું જ રહ્યું. સ્વરાજકાળમાં મુસ્લિમોના મત મેળવવા સામાન્ય નાગરિકોની સારસંભાળ લેવા કરતાં મુસ્લિમોની વધુ ખાતિર બરદાસ્ત કરી લઘુમતી શાળાઓને દેશના કાયદાથી પર મૂકી તેની તપાસ ન થઈ શકે, સંચાલકોને સંપૂર્ણતા આપી, અન્યોને નહિ.
મુસ્લિમો માટે વારસાહક્ક, સ્ત્રીશિક્ષણ અને નોકરીમાં રક્ષણ જેવા અલગ કાયદા થયા. સમાન નાગરિક ધારાને બદલે તેને વિશેષ સવલત આપી. હજયાત્રાળુઓ માટે ભારત સરકારે લાંબા ગાળા સુધી મદદ ચાલુ રાખી. ભારતના અન્ય ધર્મીઓ માટે બદ્રીનાથ, કેદારનાથ, વૈષ્ણોદેવી, દ્વારકા, સમેત શિખર, શ્રીનાથદ્વારા કે કાશી જેવી તીર્થયાત્રા માટે આવું કશું નહિ, આ રીતે સરકારના કેટલાક કાયદાઓ પણ ધર્મઝનૂન પેદા કરવામાં કારણભૂત બને છે.
આતંકવાદ સામે અમેરિકાના યુદ્ધમાં ધીરે ધીરે, જાણ્યે-અજાયે ધર્મ સંપ્રદાયના રંગો ભળતા જાય છે. ધર્મઝનૂન વકરતું જાય છે ત્યારે ભારતના ઇસ્લામ બિરાદરોએ પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી લેવી જોઈએ. એટલું જ નહિ, તાલિબાનો લાદેનની જેહાદમાં મુસ્લિમોને ધર્મને નામે જોડાઈ જવા લલકારે છે, પરંતુ બિરાદરો માટે આવા ઉપદેશોથી પોતાની જાતને દૂર લઈ જવાનો સમય પાકી ગયો છે. પાકિસ્તાન આતંકવાદને પોષે છે તે આખી દુનિયા જાણી ગઈ છે. તો તે જોવા અને સાંભળવા ઇસ્લામ ધર્મનેતાઓએ આંખ-કાન ઉઘાડવાનો સમય થઈ ગયો છે.
રાજકારણમુક્ત ધર્મ, સ્વાર્થમુક્ત ધર્મગુરુઓ અને મૂલ્યનિષ્ઠ રાજકારણીઓ ધર્મમાં ઝનૂન ભળતું અટકાવી શકે. દરેક દેશ પોતાની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નીતિમાં અન્ય ધર્મોનો વિવેકપૂર્ણ સ્વીકાર કરે તો ધર્મઝનૂન અટકે.
ગુજરાતમાં પૂ. સંતબાલાજી નામે એક સાધુ થઈ ગયા. તેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ૧૯૬૪થી ૧૯૭૦ વચ્ચે કેટલાંક આશ્રમકેન્દ્રો સ્થાપ્યાં. તેમના તમામ આશ્રમમાં સર્વધર્મ સમન્વય અને સર્વધર્મ ઉપાસના મુનિએ વર્ષો પહેલાં આપેલાં આ સૂત્રો આજના સમયે પ્રત્યેક ભારતવાસીઓએ પ્રાર્થનારૂપે બોલવા જેવા છે : • વિશ્વશાંતિ કે લિયે ભારત મેં શુદ્ધ ઐક્યની વૃદ્ધિ હો ઔર ઐક્યવિરોધી
તત્ત્વ દૂર હો. વિશ્વમાં વિસ્તરતું જતું કોમવાદનું ઝેર દૂર થાઓ, દૂર થાઓ અને
મૈત્રીભાવના સક્રિય થાઓ, સક્રિય થાઓ. • કાશ્મીરના પ્રશ્નમાં ભારત-પાકિસ્તાન સંબંધો પ્રેમાળ અને સુદૃઢ
બનો. સૌને સદ્બુદ્ધિ મળો, સબુદ્ધિ મળો. ભારત કી ભૂમિ, આતંકવાદ ઔર ભ્રષ્ટાચાર સે મુક્ત બનો ઔર માનવ માનવ એક બનો ઔર નેક બનો. ધર્મસ્થાનક ભેદભાવ કા સાધન મિટ જાયે ઔર માનવઐક્ય કા સાધન બન જાયે,
સર્વધર્મ દર્શન
૧૩૮
સર્વધર્મ દર્શન