________________
(૭) તે પરસ્ત્રી-પરપુરુષ ગમન કરીશ નહીં. (૮) તું ચોરી કરીશ નહીં. (૯) તારા પાડોશીની વિરુદ્ધમાં તું ખોટી સાક્ષી (જુબાની) આપીશ નહીં. (૧૦) તું તારા પાડોશીનું ઘર, પત્ની, પુરુષ કે સ્ત્રીગુલામ, તેનો બળદ
કે ગધેડા વગેરે જે તેનું હોય તેના પર તારો ખોટો માલિકીહક્ક (કબજો) જમાવીશ નહીં.
આ દશ આજ્ઞા માનવીને, પરમાત્માએ ' SINAT' પર્વત પરથી ઉપદેશરૂપે આપેલી છે અને માનવીના વિકાસ માટેના આ ઉત્તમ કાયદા છે - મહત્ત્વના દસ્તાવેજ છે.
યહૂદી ધર્મ માને છે કે આ જગત શાશ્વત નથી, ઈશ્વરે એને સજર્યું છે અને ઈશ્વર જ એનો નાશ કરશે.
કોઈ પણ ધર્મગુરુ(Priest)એ માનવી અને ઈશ્વરના સંબંધમાં અવરોધ કરવો ન જોઈએ કે ન તો કોઈ પણ સ્વરૂપમાં પરમાત્માને દર્શાવવો જોઈએ.
કુટુંબજીવનને સરસ-સફળ બનાવવા માટે ઈશ્વરની ઉપાસના, ભક્તિ, પ્રાર્થના, દાન, તથા પવિત્ર દિવસ અને ઉત્સવો ધાર્મિક ઉત્સવોનું આયોજન, ઉપકારક નીવડે છે.
યહૂદી ધર્મે વિશ્વને, " SABBATH " – આરામની સર્વોત્તમ ભેટ આપી છે. સેબાથના આગમન સાથે શરીર અને આત્માને આરામ મળે છે. ઈશ્વરે છ દિવસમાં પૃથ્વી અને સ્વર્ગ, સાગર અને બાકીનું બધું સજર્યું અને સાતમા દિવસે આરામ કર્યો. એવી જ રીતે આપણે સહુએ છ દિવસ કામ કરી, સાતમો દિવસ આરામ અને પવિત્રતાથી માણવો જોઈએ,
આ “આરામ'નો દિવસ, શુક્રવારે સૂર્યાસ્તથી શરૂ થઈ શનિવારના સુર્યાસ્ત સુધીનો હોય છે, આ દિવસે કોઈ પણ પ્રકારની સાંસારિક પ્રવૃત્તિ કરવાની નથી. ઘરમાં રહીને અથવા તો દેવળમાં (SYNAGOGUE) જઈને પ્રાર્થના કરવામાં પસાર કરવાનો હોય છે. શુક્રવારે સાંજે, ઘરમાં
દીવા અથવા મીણબત્તી, ઘરની સ્ત્રીઓએ પ્રગટાવી ધાર્મિક મંત્રોનો પાઠ કરવાનો હોય છે.
આ ધર્મમાં પ્રાર્થનાને ખૂબ મહત્ત્વનું સ્થાન છે. દરેક યહૂદીએ દિવસમાં ત્રણ વખત પ્રાર્થના કરવાની હોય છે, (૧) સવારે, (૨) બપોરે, (૩) સાંજે .
ઉપરાંત યહૂદી ધર્મ, યહૂદીના જીવનની લગભગ બધી જ પ્રવૃત્તિઓ માટે નિયમો દર્શાવે છે. આહારના નિયમો, વાણી અને વર્તનના નિયમો, વ્યાપારના નિયમો.
ધાર્મિક ગ્રંથોમાં બાઇબલ (PSALM OF LIFE) જીવનનું સંગીત - પુસ્તકમાં ઘણા પદોનું સંકલન છે.
આ પુસ્તકના પદોથી અનુયાયી, ઈશ્વરને પવિત્ર, શાંત, ઉમદા જીવન જીવવાનો માર્ગ બતાવવા માટે વિનંતી કરે છે. ઉત્સવોઃ
(૧) સેબાથ : સેબાથ વિશેની વાત આગળ વર્ણવી છે. (૨) નવું વર્ષ (ROSH HA SAANAH)
તીશરી મહિનાનો પ્રથમ દિવસને નવા વર્ષનો આરંભનો દિવસે ગણે છે. આ દિવસે જોરશોરથી વાજિંત્ર-રણશીંગું વગાડી આનંદ વ્યક્ત કરવાનો છે, તેમજ ખરા હૃદયે પશ્ચાત્તાપ વ્યક્ત કરી, પાપની ક્ષમાયાચના કરવાની છે. પવિત્ર યહૂદી પોતાનાં બધાં પાપનો એકરાર કરી, એ પાપને સાગરના પેટાળમાં પધરાવી હળવો થાય છે, આ દશ દિવસનો ઉત્સવ છે.
(૩) સુકોટ : (SUCCOT)
આ પ્રાકૃતિક તહેવાર છે. જયારે ખેતર-વાડી અનાજ અને ફળથી સમૃદ્ધ હોય છે ત્યારે પરમાત્મા પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો આ તહેવાર છે. નવ દિવસ સુધી ચાલનારા આ તહેવારના આરંભના અને અંતના બે મળીને ચાર દિવસ વિશેષ પવિત્ર ગણાય છે. બે મુખ્ય ધાર્મિક ક્રિયાઓ પર આ તહેવારમાં વિશેષ ભાર હોય છે : ૧૧૮
સર્વધર્મ દર્શન
સર્વધર્મ દર્શન
૧૧૭