________________
માટે હતી.
ધર્મપુરુષ, અધર્મ અને અનીતિને શરણ આપે તો તે અધર્મી બની જાય છે, આ ઉપરથી આપણે તારતમ્ય કાઢવાનું કે જે દેશ આતંકવાદી અને ત્રાસવાદીઓને શરણ આપે તે દેશને આતંકવાદી કે ત્રાસવાદી, જાહેર કરવો જોઈએ અને તેને અપરાધી ગણી દંડ દેવો જોઈએ.
ભગવાન મહાવીરના સમયમાં ભવિતવ્યતા અને કર્મોદયને કારણે કેટલાંક યુદ્ધો થયાં, એ સમયના રાજાઓ અને કેટલાક સેનાપતિઓ શ્રાવકનાં વ્રતો પાળતા. અધર્મ અને અન્યાયના પ્રતિકાર માટે પણ યુદ્ધને અંતિમ શર્સ તરીકે જ અપનાવતા. યુદ્ધકાળમાં પણ તેમના જીવનમાં ધર્મ, નીતિ, દયા અને ન્યાયને સ્થાન હતું.
ઉદાયન રાજાએ રાજા પ્રદ્યોતને પરાસ્ત કર્યો, રાજા પોતાના નગરમાં પાછા ફરી રહ્યા છે. માર્ગમાં જ છાવણી નાખીને રહ્યા. ઉદાયન રાજા સંગ્રામમાં કેદ કરેલા પ્રદ્યોત રાજાની ભોજન વગેરેની પોતાની પ્રમાણે જ સંભાળ રાખતા. પર્યુષણ પર્વ આવતાં ઉદયન રાજાએ ઉપવાસ કર્યો. રસોઇયાએ પ્રદ્યોતને પૂછ્યું, ‘આજે શું જમશો ?' આ સાંભળી ઉજજૈનિયતિ પ્રદ્યોતને લાગ્યું કે આવો પ્રશ્ન આજ સુધી થયેલ નથી. નક્કી આ ઉપહાસ મારું બંધન કે વધ સૂચવે છે, આવું વિચારી રસોઈયાને તેમણે પૂછ્યું કે આવું પૂછવાનું કારણ શું ? રસોઈયો બોલ્યો, ‘રાજન, આજે પર્યુષણ પર્વ છે, તેથી અમારા સ્વામી સાથીઓ સાથે ઉપોષિત થયા છે, અર્થાત્ સૌએ ઉપવાસ કરેલ છે માટે તમારા એકલા માટે જ રસોઈ બનાવવાની છે.” પ્રદ્યોતે કહ્યું કે, “હે પાચક, મારાં માતા-પિતા શ્રાવક હતાં તેથી હું પણ આ મહાપર્વનો ઉપવાસ કરીશ.” રસોઇયાએ પ્રદ્યોતનાં આ વચનો રાજા ઉદયનને કહી સંભળાવ્યા, તેથી ઉદયને કહ્યું કે, કારાગૃહમાં રહીને પર્યુષણ પર્વ પાળનાર પ્રદ્યોત મારો ધર્મબંધુ થયો. તેથી તુરત જ તેમને કારાગ્રહમાંથી મુક્ત કરો. તમામ હિંસાના પ્રાયશ્ચિત રૂપે પ્રતિક્રમણ કરી પ્રદ્યોતની ક્ષમા માગી અને પાપથી નિવૃત્ત થયેલા તે નિર્મળ આત્માએ રાજયમી છોડી શુદ્ધ સાધુપણાનો અંગીકાર કર્યો, ઉદયન રાજા છેલ્લા રાજર્ષિ થયા.
ભગવાન મહાવીરના પરમભક્ત શ્રેણિકના પુત્ર કુણિક અને હલ્લવિહલ્લ વચ્ચે પણ યુદ્ધ ખેલાયું. હલ્લ અને વિહલ્લના ભાગમાં આવેલાં દિવ્ય કુંડલ, વસ્ત્રો, હાર અને સેચક હાથી મોટાભાઈ કણિકને પડાવી લેવા હતા. હલ્લ અને વિહલ્લ મામા ચૂટક રાજાને શરણે ગયા. ચૈટક ધર્મી શ્રાવક પુરુષ હતા. યુદ્ધ, ધર્મ, હિંસા-અહિંસાનું તેનું મનોમંથન અદ્ભુત હતું.
જે પરિસ્થિતિમાં હણવા નિમિત્તે નહિ છતાં અનિવાર્ય રીતે ત્યાં થતી હિંસા દ્રવ્યમાં હિંસા છે અને ભાવમાં અહિંસા છે, તો તેવી હિંસા એવી પાપકર નથી અને એવી બંધનકર પણ નથી કે જે પાપ કે બંધબંધન ન હરી શકે, કારણ કે આ સમજણવાળી વ્યક્તિ પોતાની થયેલી હિંસાનો ગર્વ નથી લેતી કે હિંસાને ફાળે વિજય નથી ચડાવતી. પરંતુ ઊલટી હિંસામાં પોતે જ નિમિત્ત થયેલ છે તેનું પ્રાયશ્ચિત જરૂર કરશે.
રાજા ચેટક યુદ્ધભૂમિમાં પણ વ્રતોને અંગીકાર કરતા અને ચેડારાજ તો સમરાંગણમાં પણ સામાયિક અને પ્રતિક્રમણના પવિત્ર ભાવોમાં રહેતા.
ચેટકને પક્ષે લડનાર નાગરથીનો પૌત્ર વરૂણ, સત્ય, ન્યાયી અને શ્રાવકનાં દ્વાદશત્રતને પાળનાર હતો. કણિકનો સેનાપતિ યુદ્ધની માગણી કરતો સમરાંગણમાં ‘ધા કર, ઘા કર’ નો પોકાર કરતો ધસ્યો. ઉત્તરમાં વરૂણ બોલ્યો, કે, “હે મહાભુજ, હું શ્રાવક છું અને મારે એવું વ્રત છે કે કોઈના ઉપર પ્રથમ પ્રહાર કરવો નહીં. સ્વરક્ષણ મારી રણનીતિ અને ધર્મ છે.’ મૃત્યુ સમયે વરૂણે સમરાંગણમાં તૃણનો સંથારો કરી સંલેખના વ્રત સાથે સમાધિમરણને આત્મસાત્ કર્યું. - રાજા કુમારપાળે મંત્રી ઉદયનને સોરઠના રાજા સમરને જીતવા મોકલ્યો, યુદ્ધસ્થળે ઘવાયેલા મંત્રી ઉદયન છેલ્લી ઘડીઓ ગણાતો હતો, સેનાપતિએ ઉદયનની અંતિમ ઇચ્છા પૂછી તો તેણે કહ્યું કે મારી અંતિમ ઇચ્છા પંચ મહાવ્રતધારી સાધુનાં દર્શનની છે, સમરાંગણમાં સાધુ ક્યાંથી લાવવા ? સેનાપતિએ યુક્તિ કરી અને એક બહુરૂપી તરગાળાને સાધુ વેષ પહેરાવી લાવ્યા, બહુરૂપીએ આબેહૂબ જૈન સાધુ કહે તેમ ઉદયનને અંતિમ ધર્મ સંભળાવ્યો. ઉદયનને ખૂબ શાંતિ થઈ. બહુરૂપીને થયું કે
સર્વધર્મ દર્શન
૧૨૯
૧૩૦
સર્વધર્મ દર્શન