________________
એટલી કે આ ફરજ ધર્મના માર્ગે ન્યાયનીતિપૂર્ણ હોવી જોઈએ.
વિરોધી હિંસાના ઉત્તમ ઉદાહરણ છે મર્યાદા પુરુષોત્તમ રામ અને શ્રીકૃષ્ણ. અન્યાયનો પ્રતિકાર જ્યારે અહિંસાથી શક્ય ન હોય ત્યારે વિરોધી હિંસાનો આશ્રય અનિવાર્ય થઈ રહે છે. સામાન્ય જીવનમાં અન્યાયનો પ્રતિકાર આવશ્યક મનાયો છે. અન્યાયનો પ્રતિકાર ન કરનાર વ્યક્તિ આડકતરી રીતે તો અન્યાયની અનુમોદક જ ગણાય ને ? અન્યાયના પ્રતિકાર માટે જ ગાંધીજીએ સ્વાતંત્ર્ય-સંગ્રામની ઘોષણા કરેલી. આધુનિક યુગમાં મહાત્મા ગાંધીજીએ આંદોલન દ્વારા અહિંસક સત્યાગ્રહ દ્વારા દેશને આઝાદી અપાવી. આવી અહિંસા કાયરોનો ધર્મ નથી. ‘અહિંસા પરમો ધર્મ'નો અંચળો ઓઢી અહિંસાને ઢાલ સ્વરૂપ રાખી પોતાની અશક્તિ છુપાવવી તે દંભ છે. અહિંસાના આવા “મહોરાં’ જનતાને નિર્બળ કરી મૂકે છે.
ઐતિહાસિક યુદ્ધપ્રસંગોના પાત્રો પર ચિંતન કરીએ ત્યારે સતી સીતાજી, વિભીષણ, યુધિષ્ઠિર, અર્જુન, ભીખ, દ્રોણાચાર્ય, વિદુરજી, ભગવાન મહાવીરના સમયના બિંબિસાર, શ્રેણિક, ચેડા રાજા , ચેટક રાજા, રાજા ઉદાયન, કલીંગના રાજા અશોક, કુમારપાળ રાજાના મંત્રી ઉદયન અને મહાનીતિજ્ઞ ચાણકયે જેવા મહાપુરુષોની ભાવના અને મનોમંથન તપાસવા જૈવા પથદર્શક છે. એકબાજુ સમરાંગણમાં યુદ્ધ તો બીજી બાજુ હૈયાના કુરુક્ષેત્રના આંતર મનોમંથનનું તુમુલ યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું.
યુદ્ધોત્તર વિનાશનાં કરુણ દેશ્યોની કલ્પનાથી એક રાક્ષસી વિક્ષુબ્ધ બની સીતાજી પાસે જઈ યુદ્ધનાં ભયાનક પરિણામોનું ચિત્ર રજૂ કરી કહે, ‘આ યુદ્ધથી લાખો વિધવા બનશે, “હે સીતાજી, આપ સ્ત્રી છો તો સ્ત્રીજાતિ પ્રત્યે દયા અનુકંપા લાવી લંકાપતિનાં દાસી બની જાઓ અને આ દારુણ યુદ્ધને અટકાવી દો.' સીતાજી બહુ જ માર્મિક જવાબ આપે છે, ‘જયારે જયારે સ્ત્રીઓ મારા જેવી પરિસ્થિતિનો ભોગ બનશે ત્યારે મારું દષ્ટાંત લઈ વિચારશે કે રામની મહાસત્ત્વશાલિની સીતા પણ જો લંકાપતિને શરણે થઈ ગઈ તો આપણું શું ગજું ? આવો વિચાર કરી તે
કન્યાઓ અને સ્ત્રીઓ પરપુરુષને આધીન થવા લાગે તો ? ભવિષ્યમાં કરોડો સ્ત્રીઓ કુલટા બને તેવી પરંપરા સારી કે વર્તમાન યુદ્ધમાં લાખો
સ્ત્રી વિધવા બને તે સારું ? રાક્ષસી શું બોલે ? અહીં શિયળના રક્ષણ માટે વિરોધી હિંસા અનિવાર્ય બની જાય છે.
ઇતિહાસમાં બીજું આવું જ ઉદાહરણ છે શ્રીકૃષ્ણ-અર્જુનનું, અર્જુનને કુરુક્ષેત્રમાં તેમની સામે ઊભેલા તેમના સ્વજનો સામે યુદ્ધ કરવામાં રસ ન હતો. તે ઉદાસીન હતો. વિષાદયોગમાં અટવાયેલા અર્જુનને આત્મા, પરમાત્મા, ધર્મ, ફરજ અને કર્તવ્યની પ્રેરણા શ્રીકૃષ્ણ આપી, અને અર્જુનને યુદ્ધ માટે પ્રવૃત્ત કર્યો.
બંને પક્ષે વિષ્ટિકાર બની યુદ્ધ ટાળવા શ્રીકૃષ્ણ અનેક પ્રયત્નો કર્યા, સ્વયં દૂત બની દુર્યોધનની સભામાં જઈ પાંડવોને માત્ર પાંચ ગામ આપવા વિનંતી કરી, દુર્યોધન ન માન્યો. સત્ય, ન્યાય અને નીતિ માટે યુદ્ધ એટલે વિરોધી હિંસા શ્રીકૃષ્ણ માટે અહીં ફરજનો ભાગ બની.
શ્રીકૃષ્ણ તો faITTચ સાપુનામ્ ધર્મની પુનઃસ્થાપના કરવા અવતાર ધારણ કરેલો. સાત્ત્વિકોનો આધાર અને સંરક્ષક એવા લોકરક્ષક શ્રીકૃષણે ભગવત ભક્તિની ટોચ જેવા ભીષ્મપિતામહ અને દ્રોણાચાર્ય જેવા સદ્ગુણસંપન્ન અને સતપ્રવૃત્ત માનવોનો સંહાર શા માટે કરાવ્યો ?
સુક્ષ્મ માનવસંબંધો અને વહેવારોના પારગામી શ્રીકૃષ્ણની પ્રજ્ઞા અદભુત હતી. એમની નજર માનવજાતના કલ્યાણ પર મંડાયેલી હતી. સત્ય, નીતિ અને ન્યાયની સામે તેમને મન ગમે તે વ્યક્તિ ગૌણ હતી. અધર્મ અને અન્યાયને પક્ષે બેસનાર વ્યક્તિ અધર્મ અને અન્યાયનો અનુમોદક બની જાય છે. અધર્મ અને અન્યાયને શરણ આપનાર ધર્મી વ્યક્તિ પણ અધર્મી બની જાય, એ ન્યાયે શ્રીકૃષ્ણ પાર્થને બાણ ચડાવવાની પ્રેરણા કરી, યુદ્ધને જ કલ્યાણ માન્યું.
દ્રોણાચાર્ય ગમે તેવા ભદ્રપુરુષ હોવા છતાંય અધર્મનો પક્ષ લઈ બ્રહ્મશસ્ત્ર છોડી હજારો નિર્દોષ માનવોનો સંહાર કરવા તૈયાર થઈ ગયા હતા. શ્રીકૃષ્ણનું તેની સામે લેવાયેલું પગલું પોતે જે પક્ષમાં ઊભા હતા તેના યોગક્ષેમ માટેનું હતું. શ્રીકૃષ્ણની રણનીતિ ધર્મ અને ન્યાયના રક્ષણ
સર્વધર્મ દર્શન
૧૨૭
૧૨૮
સર્વધર્મ દર્શન