Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 67
________________ પણ આપણને માર્ગદર્શન આપવા સમર્થ છે. જે જાણે છે તે બોલતો નથી; જે બોલે છે તે જાણતો નથી. જે સાચો છે તે શણગારતો નથી. જે શણગારે છે તે સાચો નથી.’ સત્ અને અસત્ એકબીજાને જન્મ આપે છે. મુશ્કેલ અને સહેલું એકબીજાની પૂર્તિ કરે છે. = સંસ્કારનું દૈવીપણું અને પરમતત્ત્વની વાસ્તવિકતાનો સ્વીકાર એ બે બાબતોને લીધે, ઉપનિષદના વિચારો સાથે ઘણું સામ્ય મળી આવે છે. દરેક વસ્તુની શ્રેષ્ઠતા માટે ત્રણ બાબતો દર્શાવતા આ ધર્મમાં ઉલ્લેખ છે – પ્રેમ, નમ્રતા અને સદાચારપૂર્ણ જીવન ગાળવું. આ ત્રણ અંશોથી, પ્રેમથી વીરતા, નમ્રતાથી મહાનતા અને સદાચારથી અધિકારની રક્ષા પ્રાપ્ત થાય છે. તાઓ ધર્મના સિદ્ધાંત વ્યક્તિગત સાધના સુધીના હતા તેથી તેની લાંબી વ્યાપક અસર ચીન ઉપર પડી નથી. આકાશ અથવા સ્વર્ગ, પૃથ્વી અને માનવ એ તાઓ ધર્મના તત્ત્વચિંતનની ત્રણ મુખ્ય સમાંતર ભૂમિકાઓ છે. આ ત્રણેય પરસ્પર સંકળાયેલા છે. પ્રકૃતિની બધી જ ઘટનાઓમાં આ પારસ્પરિક સંબંધ રહેલો છે. તત્ત્વની શોધ અને પ્રાપ્તિ કરવી એ આ ધર્મનો મૂળભૂત હેતુ છે. નમ્ર અને નિરભિમાની બનીને જ માણસ મહાન બની શકે – ‘તાઓ’ને પામી શકે. કુદરતમાં જે કાંઈ બને છે તે હંમેશાં ખબર ન પડે એ રીતે બને છે – સ્વયંભૂ રીતે બને છે. સ્વભાવ પ્રમાણેનું વર્તન એ કુદરતમાં આદર્શ સ્થિતિ છે. આ સ્થિતિમાં જ આકાશ અને પૃથ્વીની પ્રભાવક શક્તિ પૂરેપૂરી કાર્ય કરી શકે છે. કુદરતમાં દખલ કરનારું તત્ત્વ એ માનવીય અહં અને તેની વાસનાઓ છે. કુત્રિમતા ઊભી કરનારા જ્ઞાન અને ઇચ્છાને દૂર કરી મનુષ્ય કુદરત સાથે એકાકાર થવાનું છે. નમ્રતા, સંતોષ અને સાહજિકતાના આચારમાર્ગ દ્વારા તેની પ્રાપ્તિ - અનુભૂતિની શક્યતાઓ દર્શાવીને તાઓ ધર્મે જીવનનો એક સરસ નમૂનો રજૂ કર્યો છે. આ ધર્મમાં પણ માનવકલ્યાણ માટેની કેટલીક ઉત્તમ આચારસંહિતા વર્ણવવામાં આવેલ છે. સર્વધર્મ દર્શન ૧૦૯ ૧૦ શિનો ધર્મ શિટો કે શિતો ધર્મ-જાપાની પ્રજાનો પ્રાચીન ધર્મ છે. ઈ.સ. પૂ. ૬૬૦થી તેનો આરંભ થયાના ઉલ્લેખ મળી આવે છે. આ ધર્મનું મૂળતત્ત્વ સૂર્યપૂજા છે. એ ઉપરથી એવું પણ અનુમાન કરવામાં આવે છે કે, આર્યની કોઈ એક શાખા ત્યાં જઈને વસી હોવી જોઈએ અને પ્રાકૃતિક દેવોની પૂજાના હિમાયતી આર્યોએ સૂર્યપૂજા આરંભી હશે. આ ધર્મના ગ્રંથો પ્રમાણે ઈશ્વરે જાપાન (બેટ)ને ઉત્પન્ન કર્યો છે અને જાપાનના પ્રથમ રાજા મિકોડો એ સ્વર્ગમાંના સૂર્યદેવતાનો પૃથ્વી ઉપરનો સાક્ષાત્ અવતાર હતો. ટૂંકમાં, જાપાનની પ્રજાની માન્યતા એવી છે કે પોતાનો દેશ અને રાજા દૈવી છે. ‘સનાતન કાળથી અવિચ્છન્ન ચાલી આવેલી રાજગાદી પર મિકાડો બેસે છે.’ આ ધર્મના ચાર શાસ્ત્રગ્રંથો મળે છે. આ ધર્મના કોઈ પણ મૂળ શાસ્ત્રગ્રંથ નથી પરંતુ પાછળથી સંપાદિત કરવામાં આવ્યા છેઃ (૧) કો-જી-કી (૨) નિહોનગી (૩) યંગ શિકિ (૪) મેનિઓ શિઉં, શિતો ધર્મના સિદ્ધાંતો ૧૧૦ ચિંતો ધર્મમાં સૂક્ષ્મ તાત્ત્વિક વિચારણા થયેલ નથી પરંતુ નીચેની ત્રણ બાબતોની સ્પષ્ટતા ઉપકારક બની રહેશે. સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101