________________
(૧) કમીનું સ્વરૂપ (૨) અનેક દેવવાદ (૩) જાપાનની દૈવી ઉત્પત્તિ.
(૧) “કમીનું સ્વરૂપ : શિતો ધર્મમાં પરમતત્ત્વને ‘કમી’ કહેવામાં આવે છે. ‘કમી'ના૧૬ અભિપ્રાય મળે છે. તેને ત્રણ વિભાગમાં જોઈ શકાય છે. (૧) શુદ્ધ અથવા પવિત્ર (૨) ઉત્તમ અથવા સર્વોચ્ચ (૩) વિચિત્ર, ગૂઢ કે અલૌકિક, કમી એ સમગ્ર વિશ્વનું પરમતત્ત્વ છે. ‘એકલા મનુષ્યો જ નહીં, પશુ-પક્ષી, છોડ, વૃક્ષ, સમુદ્ર, પવન તથા અલૌકિક સામર્થ્ય કે જેને માટે ભય ઊપજે અને જેનાથી ભય થાય તે પદાર્થોનો ‘કમી’માં સમાવેશ કરવામાં આવ્યો છે.
(૨) અનેક દેવવાદ : જયારે બધો અંધકાર દૂર થયો ત્યારે આકાશ અને પૃથ્વી ઉત્પન્ન થયા ત્યાર પછી દેવો ઉત્પન્ન થયા. આરંભમાં બે દેવો હતા પછી દેવોની સંખ્યામાં વધારો થતો ગયો. એંશી અયુત કરોડ કે આઠસો કરોડ દેવોનો ઉલ્લેખ મળે છે. આ રીતે શિતો ધર્મ અનેક દેવવાદી છે. સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, પર્જન્ય અને ધુમ્મસદેવી વગેરે જાપાનની પ્રજાના આદરણીય દેવો છે. તેમાં સૂર્યદેવીનું સૌથી વિશેષ મહત્ત્વ છે. જાપાનના રાષ્ટ્રધ્વજ ઉપર પણ સૂર્યદેવીનું પ્રતીક જોવા મળે છે.
(૩) જાપાનની દૈવી ઉત્પત્તિઃ જાપાનની પ્રજા માને છે કે જાપાન દેશ ઈશ્વરે સર્જેલો છે અને તેના ઉપર રાજય કરનારા રાજાઓ પણ દૈવી અંશો છે.
સૂર્યદેવના પ્રતિનિધિરૂપે રાજાને માનવામાં આવે છે, તેથી શિટો ધર્મમાં રાજ-રાષ્ટ્રભક્તિ અને સૂર્યપૂજા બે મહત્ત્વના અંશો છે. જાપાનના નાના બાળકને પણ એમ શીખવવામાં આવે છે કે તમારા માતાપિતા તો તમારા જન્મદાતા માત્ર છે, ખરાં માતાપિતા તો તમારો દેશ છે. રાષ્ટ્રભક્તિને ખૂબ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
નૈતિક સિદ્ધાંતો શિતો ધર્મમાં નૈતિકતા અંગે કોઈ તાત્ત્વિક કે સૈદ્ધાંતિક વિચારણો જોવા મળતી નથી, પરંતુ પવિત્રતા અને વફાદારીને લગતા નિયમો મળે છે. ‘આ જગતની સર્વ વસ્તુઓનો ત્યાગ કરી સ્વચ્છ શરીર અને પવિત્ર હૃદયથી દરરોજ તમે મારી તરફ આવો.” આ પવિત્રતા બાહ્ય અને આંતરિક
એમ બે પ્રકારે કેળવવાની છે.
પોતાના રાજા અને રાષ્ટ્ર પરત્વે ઊંડો આદર અને નિષ્ઠાપૂર્વકની વફાદારી આ પ્રજાના લોહીમાં વણાઈ ગઈ છે. અન્ય નૈતિક આદેશોમાં સત્ય, અક્રોધ વગેરે સગુણોનો મહિમા દર્શાવવામાં આવેલ છે. જે સત્ય બોલે છે તેને ઈજા થતી નથી. જે જૂઠો છે તેને અવશ્ય ભોગવવું પડે છે. ઉપરાંત, જે ખરાબ છે તેની નિંદા કરો, જે સારું છે તેને ઉત્તેજન આપો. કોઈની ઈર્ષા કરશો નહીં, આંખો લાલચોળ થવા દેશો નહીં. દશ નિયમોનું વિશેષ પાલન કરવાનું આ ધર્મ દર્શાવે છે,
(૧) દેવોની ઇચ્છાનું ઉલ્લંઘન કરશો નહીં. (૨) પૂર્વજો પ્રત્યેનું ઋણ ભૂલશો નહીં. (૩) રાજયની આજ્ઞાના ભંગનો અપરાધ કરશો નહીં. (૪) દેવોની ગહન કૃપા અને સારાપણાને ભૂલશો નહીં. (૫) સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, તે ભૂલશો નહીં. (૬) તમારી પોતાની વ્યક્તિગત મર્યાદાઓ ભૂલશો નહીં. (૭) તમારા કામમાં આળસ કરશો નહીં. (૮) બીજાઓ ગુસ્સે થાય તો પણ તમે ગુસ્સે થશો નહીં. (૯) શિક્ષણને ઠપકો મળે તેવું કરશો નહીં. (૧૦) અન્યની શિખામણથી દોરવાઈ જશો નહીં.
શિતો ધર્મમાં દર્પણ, તલવાર અને મોતીની માળાની પૂજા કરવામાં આવે છે. દર્પણને પવિત્રતા, નીતિમત્તા, પ્રામાણિકતા અને સગુણોનું પ્રતીક, તલવારને બહાદુરી, દઢતા અને ન્યાયના સદ્ગુણોનું સૂચક તથા મોતીની માળાને પરોપકાર, સજજનતા, આજ્ઞાંકિતપણું સગુણનું સૂચક ગણવામાં આવે છે.
ઉપરાંત આ ધર્મમાં ઐહિક સુખો માટેની પ્રાર્થનાઓ કરવામાં આવે છે. દેવપૂજામાં દેવને દ્રવ્યની આહુતિઓ આપવામાં આવે છે. સ્વર્ગ-નરક
સર્વધર્મ દર્શન
૧૧૧
૧૧૨
સર્વધર્મ દર્શન