________________
(૧) કેટલીક નાશ પામેલી વસ્તુઓ જમીન પર પડી હોય છે, તેની આસપાસ
ફરવું નહીં. (૨) પાણીમાં હાડકાં, વાળ, મરેલા જાનવર, ચરબી વગેરે નાખવાં નહીં, (૩) ગંદા, અંધારા કૂવાનું પાણી વપરાશમાં લેવું નહીં. સ્વચ્છતાના આ
આગ્રહને લીધે જ પારસીઓ શબને દાટતા કે બાળતા નથી, માંસાહારી પક્ષીઓને ખાવા દે છે. કદાચ સ્વચ્છતાની સાથે, મૃત્યુ પછી પણ
પરોપકાર કરવાનો ખ્યાલ આમાં સમાયેલ છે. પવિત્ર આતશ અને અગ્નિમંદિરોઃ
જરથોસ્તી ધર્મમાં અહુરમઝદના પ્રતીક અગ્નિ (આતશ)નું અત્યંત મહત્ત્વનું સ્થાન છે. ‘તમામ ચીજોને પવિત્ર કરનાર આતશ તારું અને અન્ય તમામ આતશોનું હું ઇજન કરું છું.” કુદરતનાં સર્વોચ્ચ તત્ત્વને ઈશ્વરના પ્રતીક તરીકે સ્વીકારવામાં આવ્યાં છે, પ્રકાશ, અગ્નિ એવાં તત્ત્વો છે, જે સૌંદર્ય, શુદ્ધતા અને પવિત્રતામાં આપણને ઈશ્વરનું સચોટ સ્મરણ કરાવી શકે છે, આતશ પાસે સુખ, દીર્ધાયુ, ડહાપણ, શક્તિ અને આબાદી વગેરેની માગણી કરવામાં આવી છે. આતશે માત્ર પાર્થિવ વસ્તુ નથી, દિવ્યશક્તિ અને મનુષ્યની સર્વોચ્ચ આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે. અગ્નિ હંમેશાં શુદ્ધ રહે છે, તમામ મલિન વસ્તુઓને બાળીને તેનો નાશ કરે છે, તેમાં વિના કારણે ગંદી, અપવિત્ર વસ્તુ નાંખનાર શિક્ષાપાત્ર ઠરે છે.
જરથુસ્તી ધર્મમાં ત્રણ પ્રકારનાં અગ્નિમંદિરો છે. (૧) આતશ બહેરામ (૨) આતશ આદરાન (૩) આતશ દાદગાહ – સૌથી શ્રેષ્ઠ પ્રકારનું મંદિર તે આતશ બહેરામ છે. તેના આતશ માટે જુદી જુદી જાતના આદેશો જેવા કે ઘરનો આતશ, રાજાને ત્યાંનો આતશ, સેનાપતિનો, સોનીનો, લુહારનો. કુંભારનો, કઠિયારાનો, વીજળીનો – એવા બધા મળીને ૧૬ આતશો ભેગા કરી, એક વર્ષથી પણ વધુ લાંબા સમય સુધી તેના પર અતિ લાંબી અને સૂક્ષ્મ ક્રિયાઓ કરી તેને પવિત્ર કરવામાં આવે છે. આવી રીતે પવિત્ર થયેલા અગ્નિને મંદિરમાં અખંડ બળતો રાખવામાં આવે છે. સૌથી સખત શારીરિક અને માનસિક કસોટીઓમાંથી પાર ઊતર્યા હોય એવા મોબેદોની એના ઉપર સતત દેખરેખ હોય છે. આવા આતશ બહેરામની સંખ્યા ભારતમાં માત્ર
આઠ છે - તેમાંનો સૌથી વધુ પવિત્ર, મહાન અને ઐતિહાસિક છે તે ઉદવાડામાં છે. તે ‘ઈરાનશાહ’ને નામે ઓળખાય છે. ભારતના પારસીઓમાં આતશ બહેરામ માટે ‘અગિયારી’ શબ્દ ખૂબ પ્રચલિત છે. એ શબ્દનું મૂળ સંસ્કૃત
અગ્નિ આગાર” અથવા “અગ્નિનું નિવાસસ્થાન” એવો થાય છે. જરથુસ્તી ધર્મ સાદો, સીધો અને વ્યવહારુ છે, તેમાં અશકયે આદર્શોની વાતો નથી. તે દયો, પ્રેમ, અહિંસામાં માને છે. જગતના વ્યવહારમાં ન્યાયનું સ્થાન રહેવું જોઈએ, એવો સંદેશ આપે છે. ‘કરો તેવું પામો અને વાવો તેવું લણો’ એવી જરથુસ્તી ધર્મની દૃઢ માન્યતા છે. ધાર્મિક આશાવાદને સ્વીકારે છે. આ ધર્મનું ધ્યેય, સત્ય, અહિંસા, પ્રેમ, દયા, પરોપકારની ભાવનાથી ભરેલી ચારિત્ર્યવાન વ્યક્તિઓ પેદા કરવાનું છે. ‘અતિમાનવ'માં આ ધર્મ માને છે. તેઓ દેશ અને સમાજના કલ્યાણ માટે ભારે ભોગ આપે છે અને સમસ્ત પારસી કોમ તેમને માટે ગૌરવ લઈ શકે છે. એમને લીધે જરથુસ્તી ધર્મ ઊજળો રહ્યો છે, રહેશે.
પારસી ધર્મના તહેવારો : પારસી ધર્મના સ્થાપક અશો જરથુષ્ટ્રનો જન્મદિવસ, પહેલા મહિનાના છઠ્ઠા દિવસે થયો છે. તેને ‘ખોરદાદ સાલ’ તરીકે ઉજવાય છે. પારસી નવા વર્ષને ‘પતેતી' કહે છે. પતેત એટલે ક્ષમાયાચના માગે છે. નવા વર્ષનો પહેલો દિવસ તે ‘નવરોઝ' તરીકે ઓળખાય છે, ઊજવાય છે. ૨૧મી માર્ચનો આ દિવસ નવા વર્ષે, વહેલા ઊઠી, સ્નાન કરી, નવાં કપડાં પહેરી અગિયારી (મંદિર)માં જઈ પારસીઓ પૂજા કરે છે. ઘરને શણગારે છે. ગરીબોને દાન આપે છે. મીઠાઈ આપી, “સાલમુબારક' પાઠવે છે. આતશ બહેરામ (મંદિર)માં જઈ ભલી દુઆઓ માંગે છે. અગ્નિની પૂજા કરે છે, એકેશ્વરવાદમાં માનનારા પારસીઓ હિંદુ ધર્મના તહેવારો ઊજવે છે.
‘નવજોત’ની ઉજવણી પણ સરસ રીતે થાય છે. પુત્ર કે પુત્રી, સાત, નવ કે અગિયાર વર્ષે ધર્મમાં પ્રવેશ કરે છે. આ દિવસે બાળકને ઢાકાની મલમલનો સદરો પહેરાવવામાં આવે છે. કસ્તીમાં ૭૨ તાર ઘેટાંની ઊનમાંથી વણાય છે. આ કુસ્તી સદરાની ઉપર કમરે ત્રણ વખત વીંટવામાં આવે છે, માથે મલમલની ટોપી રાખી પ્રાર્થના કરે છે. દિવસમાં પાંચ વખત પ્રાર્થના કરે છે.
સર્વધર્મ દર્શન
૧૫
૧૦૬
સર્વધર્મ દર્શન