________________
અને પ્રભુને રીઝવવા માટે પશુઓનું બલિદાન આપવાના ક્રૂર રિવાજનો વિરોધ કર્યો. એક પર્વત ઉપર જઈ, દસ વર્ષ સુધી તેમણે ઈશ્વરનું ધ્યાન કર્યું અંતે તેમને અહુરમઝદનાં અને છ અમેશાસ્પદો (ઈશ્વરના મહાન ફિરસ્તાઓ અથવા શક્તિઓ)નાં દર્શન થયાં. તેમને સમજાયું કે ઈશ્વરની સાચી ભક્તિ સમાજનો ત્યાગ કરીને નહીં, પણ સમાજમાં રહીને, સમાજસેવા દ્વારા થઈ શકે છે.
આથી તેઓ પર્વત પરનો એકાંતવાસ છોડી સમાજમાં પાછા ફર્યા અને પયગંબરી કાર્ય શરૂ કર્યું. તેમણે તેમના જમાનાના જડ કર્મકાંડીઓ સામે જેહાદ જગાવી.
આરંભમાં તો બધેથી તેમનો જોરદાર વિરોધ થયો, પરંતુ તેઓએ મક્કમપણે વિરોધનો સામનો કરી ‘જરથુસ્તી દીન'નો - ધર્મનો પ્રચાર કર્યો.
જરથુષ્ટ્ર દયાળુ, પ્રેમાળ, સેવાભાવી, પ્રભુપરાયણ યોગી હતા. દંભ, જૂઠ અને અનીતિના કટ્ટર વિરોધી હતા. બદીનો સંપૂર્ણ અંત આવે અને નેકીને સંપૂર્ણ વિજય સાંપડે તે માટે તેઓ સતત પુરુષાર્થ કરતા. પાપ સામે સતત લડવાનું દેઢ મનોબળ ધરાવતા હતા.
જરથુસ્તી ધર્મમાં જેવું જરથુષ્ટ્રનું માન છે તેવું બીજા કોઈનું નથી. આધ્યાત્મિકતામાં જરથુષ્ટ્રને કોઈ પહોંચી શકે તેમ નથી અને તેમનો દરજજો. ફિરસ્તા બરાબરનો ગણવામાં આવ્યો છે, અને તે માત્ર અહુરમઝદથી જ ઊતરતો છે. ટૂંકમાં, તે યુગમાં જરથુષ્ટ્ર એક અતિમાનવ હતા, માનવશ્રેષ્ઠ હતા, ઈશ્વરપુત્ર કે અવતાર તરીકે એમને પારસી શાસ્ત્રોમાં ઓળખવામાં આવ્યા નથી.
પ્રાચીન મઝદયસ્ની દીનમાં જે ઉત્તમ હતું તેને જરથુષ્ટ્ર પોતાના ધર્મમાં ચાલુ રાખ્યું હતું. એ મઝદયસ્નીના ત્રણ મંત્રો છે - (૧) યથા અહુ વૈર્યો (પવિત્ર મન અને સેવા) (૨) અષમ વોહુ (૩) કે ધહે હાતામ (બંનેનો મુખ્ય વિચાર છે સત્ય). આ અપ તમામ – જરથુસ્તી સદ્ગુણોનો મૂળ આધાર છે. આ ત્રણ મંત્રોનું દિવસમાં અનેકવાર ધર્મિષ્ઠ જરથુસ્તીઓ પઠને કરે છે. ઈરાન અને અગ્નિપૂજાનો સંબંધ ખૂબ પ્રાચીન અને ઘનિષ્ઠ હોવાથી જરથુષ્ટ્ર એની પૂજા ચાલુ રાખી હતી.
એવી જ બીજી ક્રિયા નવજોત છે. આ ક્રિયામાં પારસી કિશોર કે કિશોરીને સફેદ સદરો અને ૭૨ તારવાળી વણેલી ઊનની કુરતી (જનોઈ) પહેરાવવામાં આવે છે, ત્યારે જ તે બાળકને વિધિપુરઃસર જરથુસ્તી ધર્મમાં દાખલ થયેલું ગણવામાં આવે છે. આ ક્રિયા પૂર્વે થયેલી બાળકોની ભૂલ માટે તેમનાં માબાપને જવાબદાર ગણવામાં આવે છે અને નવજોત પછી બાળકો પોતે તેને માટે જવાબદાર ગણાય છે. આ નવજોતની ક્રિયા જરથુસ્તી પહેલાં હોમ નામના મહાત્માએ દાખલ કરી છે અને સુધરેલા દીનમાં ચાલુ હતી, આજે પણ ચાલુ છે.
એકેશ્વરવાદની સ્થાપના જરથુષ્ટ્રનું મહત્ત્વનું કાર્ય છે. જરથુષ્ટ્ર પશુયજ્ઞો સામે જોરદાર પોકાર ઉઠાવ્યો અને નીતિપરાયણતા પર વિશેષ ભાર મૂક્યો છે. તેઓ વાસ્તવદર્શી હતા અને તેથી જગત મિથ્યા કે માયા છે તેમ સ્વીકારતા ન હતા. દરેક પ્રકારના અતિરેક તરફ તેમને અણગમો હતો. આત્માની ઉન્નતિ તેમને પ્રિય હતી પરંતુ તે સાથે જગતની સમૃદ્ધિ પણ તેઓ ઇચ્છતા હતા. તેથી જ તેમણે પરિણીત જીવનની હિમાયત કરી છે. આ ધર્મમાં લગ્ન એ સંયમી અને સંસ્કારી કર્મ છે એમ ગણવામાં આવેલ છે. ૭૭ વર્ષની વયે જરથુષ્ટ્ર આ ધરતી પરથી કાયમી વિદાય લીધી. માનવજાતિ પ્રત્યે ઉત્તમ પ્રકારની ફરજ બજાવી, નૈતિક મૂલ્યોનો સરસ વારસો જગતને આપી જવાની પવિત્ર પ્રવૃત્તિ તેમણે કરી હતી.
જરથુસ્તી ધર્મના સિદ્ધાંતો:
જરથુસ્તી ધર્મ તત્ત્વજ્ઞાન કરતાં નીતિ - સદાચાર તરફ વધારે અભિમુખ છે. તેનો ઝોક જટિલ આચાર તરફ છે તેટલો વિચાર તરફ નથી. ઈશ્વર નીતિ અને ભલાઈનો ભંડાર છે અને નીતિ એટલે ઈશ્વરનું સહેતુક અનુકરણ એવી આ ધર્મની માન્યતા છે. આ ધર્મ પ્રારબ્ધનું મહત્ત્વ દર્શાવેલ હોવા છતાં પુરુષાર્થ ઉપર વધુ ભાર મૂક્યો છે. પુરુષાર્થરહિત માનવીમાં નીતિ-અનીતિ જેવું કશું રહેત નહીં તેથી પુરુષાર્થ સ્વીકારવો જોઈએ.
જરથુસ્તી ધર્મ એક જ ઈશ્વરમાં માને છે - એકેશ્વરવાદ અને “અહુરમઝદ'ના નામે ઓળખાવે છે. મઝદ = જ્ઞાની અને અહુર = અસ્તિત્વનો દાતા. આમ, અહુરમઝદ એટલે ‘મહાજ્ઞાની અસ્તિત્વનો દાતા.' અહુરમઝદનો
સર્વધર્મ દર્શન
૧૦૧
૧૦૨
સર્વધર્મ દર્શન