Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 62
________________ સંખ્યાની દૃષ્ટિએ આ ધર્મનો નંબર છેલ્લો આવે છે. એના અનુયાયીઓની સંખ્યા આશરે લાખ-બે લાખની હશે. આ સંખ્યા ઓછી થવાનું કારણ એમ જણાય છે કે આ ધર્મમાં જન્મેલી વ્યક્તિ સિવાય બીજા કોઈને એ ધર્મમાં દાખલ કરવામાં આવતા નથી. આ ધર્મના અનુયાયીઓનો મોટો ભાગ ભારતમાં અને એમાંય ખાસ કરીને ગુજરાતમાં સૌથી વધારે વસે છે, અષો જરથુષ્ટ્ર-જીવન અને કાર્યઃ પાંચસો પારસી કુટુંબોએ ધર્મ ખાતર વતનનો ત્યાગ કર્યો અને ભારતના સંજાણ બંદરે આવ્યા. ત્યારે સંજાણમાં જાદી રાણા નામે રાજા હતો. પારસીઓએ નદી રાણા પાસે રાજ્યમાં આશરો માગ્યો ત્યારે જાદી રાણાએ પૂછ્યું : ‘તમારો ધર્મ શું છે એ મને સમજાવો.” એક પારસી વિદ્વાને સોળ શ્લોક લખી પોતાનો ધર્મ સમજાવ્યો. રાજાએ ખુશ થઈ રહેવાની પરવાનગી આપતાં કહ્યું : ‘તમારે હથિયાર છોડી દેવાં. અહીં રહેવું હોય તો અહીંની ભાષા બોલવી પડશે. તમારી સ્ત્રીઓએ અહીંનો પોશાક પહેરવો પડશે. લગ્નની વિધિ સવારે નહિ કરતાં સાંજે કરવી પડશે. પારસીઓએ આ બધી શરતો માન્ય રાખી અને સંજાણમાં ઠરીઠામ થયા. એક કથા એવી પણ ચાલે છે કે પારસીઓએ જ્યારે રહેવાની રજા માગી ત્યારે જાદી રાણાએ સંકેતમાં છલોછલ ભરેલો દૂધનો એક ગ્લાસ સામે ધર્યો. ત્યારે પારસીઓએ તેમાં સાકરની ગાંગડી નાખીને એ રાજને આપ્યો. જાદી રાણા એમ કહેવા માગતો હતો : ‘મારા રાજયમાં વસ્તી છેક કાંઠા સુધી ઠસોઠસ ભરેલી છે. તમે અહીં ક્યાં રહેશો ? પારસીઓએ એમાં સાકરની ગાંગડી નાખીને એમ કહ્યું કે, “ભલે આપના રાજ્યમાં ઠસોઠસ વસ્તી હોય. જેમ દૂધમાં સાકર ભળી જાય એમ અમે આપની વસ્તીમાં ભળી જઈશું.’ આ જવાબથી રાણો ખુશ થઈ ગયો અને પારસીઓને પોતાના રાજયમાં વસવાની છૂટ આપી. સંજાણમાં વસ્યા પછી પારસીઓએ પોતાના ધર્મનું મંદિર “આતશ બહેરામ’ બાંધ્યું. ધીમે ધીમે પારસીઓ વલસાડ, વાંસદા, સુરત, બીલીમોરા, નવસારી, ખંભાત, ભરૂચ, અંકલેશ્વર વગેરે સ્થળે ફેલાયા. જરથુષ્ટ્રનો યુગ નક્કી કરવાનું મુશ્કેલ છે. તેમના જીવનની વિગતો દર્શાવતાં સાધનો અતિ અલ્પ છે, ‘જરથુષ્ટ્ર વિસ્તા ભાષાનો શબ્દ છે. આ પારસી પયગંબર સ્પિતી જરથુષ્ટ્ર કહેવાય છે, કેમ કે તેમના કુટુંબના વડાનું નામ સ્થિત હતું. જરથુષ્ટ્ર ધર્મગુરુ કુટુંબમાં જન્મ્યા હતા. ‘જરથુષ્ટ્રનો એક અર્થ ‘સોનેરી સિતારો' અને બીજો અર્થ ‘પીળા રંગના ઊંટો ધરાવનાર’ થાય છે. ઈરાનના રય શહેરમાં એમનો જન્મ થયો હતો. જન્મતાંની સાથે આ બાળક રોવાને બદલે હસ્યું હતું. તેમના જન્મ વખતે તેમની માતાના મસ્તકની આસપાસ તેજ ઝબકતું હતું. આ હકીકતની જાણ તે સમયના રાજા અને તેના ચાર ભાઈઓને થઈ, જાદુવિદ્યાના જાણકાર એ લોકોને ખ્યાલ આવી ગયો કે આ બાળક મહાપ્રતાપી થશે અને તેમનાં પાપી કરતૂતોનો અંત આવી જશે. તેઓએ, બીજા જાદુગરની સાથે મળીને આ બાળકનો નાશ કરવાનો પ્રપંચ રચ્યો. તેના પર અનેક પ્રકારનાં સંકટો ઊભાં કર્યા, પરંતુ તેઓનો પરાજય થયો. બાળક જરથુષ્ટ્ર તેઓને મહાત કર્યા. જરથુષ્ટ્ર સાત વર્ષના થયા ત્યારે તેમના પિતાએ તેમને ભણવા મોકલ્યા અને તેઓ ઉત્તમ કેળવણી પામ્યા. જરથુષ્ટ્રનું મન દુન્યવી તાલીમ માટે નહીં પણ ખુદાઈ જ્ઞાન માટે તલસતું હતું. જયારે તેઓ પંદર વર્ષના થયા ત્યારે તેમના પિતાએ મિલકતની વહેંચણી કરવા માંડી તેમાંથી જરથુષ્ટ્ર માત્ર એક કુસ્તી (જનોઈ, કમરબંધ) સિવાય બીજું કશું લીધું નહીં. વીસ વર્ષની વયે તેમણે ગૃહત્યાગ કર્યો. તેઓ અત્યંત દયાળુ હતા અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં જઈ, તેઓ નિધનોને અને વૃદ્ધોને સહાય કરતા હતા. પશુઓ પર તેઓ પ્રેમ રાખતાં સર્વધર્મ દર્શન ૯૯ ૧૦૦ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101