________________
જરથુષ્ટ્ર કહ્યું : હું કોઈ જાદુગર નથી. હું નેકીનો ચાહક છું. મેં મન, વચન ને કર્મથી કોઈને ખોટો ઉપદેશ ને આપ્યો હોય તો તમારો ઘોડો સાજો.
થાય.”
ગુસ્તાપે જરથુષ્ટ્રની વાત સાંભળી એને મળવાનું નક્કી કર્યું ત્યારે એને દરબારના પંડિતો અને શાસ્ત્રીઓએ રોકવા ઘણા પ્રયત્નો કર્યા; પણ રાજા માન્યો નહીં. જરથુષ્ટ્રને આમંત્રણ આપ્યું. જરથુષ્ટ્ર આવ્યા ત્યારે પંડિતો અને શાસ્ત્રોએ ધમકી આપી : ‘તું અહીંથી ચાલ્યો જા. નહીંતર અહીં તારું મોત થશે.”
જરથુષ્ટ્ર જરાય ડગ્યા નહિ. એ તો રાજદરબારમાં આવીને ઊભા રહ્યા.
જરથુષ્ટ્રનું તેજસ્વી મુખમંડળ જોઈને ગુસ્તાસ્ય તો આભો બની ગયો.
દરબારના પુરોહિતો, પંડિતો ને શાસ્ત્રીઓએ કહ્યું :
- “રાજન ! આની જાળમાં કયાં ફસાવ છો ? આ જરથુષ્ટ્ર તો જાદુગર છે, ભામટો છે. એને ધર્મનું કંઈ જ જ્ઞાન નથી. એને લોકોમાં પોતાનું આગવું શસ્ત્ર ચલાવવું છે.'
‘એનામાં જ્ઞાન નથી તો એની સાથે શાસ્ત્રાર્થ કરી ને એને હરાવો.” પંડિતોએ ભેગા થઈને અઘરામાં અઘરા સવાલો એમને પૂછ્યું.
જરથુષ્ટ સાદામાં સાદી રીતે એના જવાબો આપીને રાજા સહિત પ્રજાજનોને છક્ક કરી નાખ્યા. રાજાને ખાતરી થઈ ગઈ કે આ ખરેખર જ્ઞાની છે.
પંડિતોના હાથ હેઠા પડ્યા એટલે કપટ કરી, રાજાને ભરમાવી જરથુષ્ટ્રને કેદમાં નખાવ્યા. બનવાકાળ એ જ વખતે રાજાનો વહાલો ઘોડો અચેત થઈ ગયો.
અશ્વપાળે રાજાને ખબર આપી. તેને સારો કરવા પશુ-વૈદોને બોલાવ્યા, પણ કંઈ ફાયદો થયો નહિ.
રાજાના મનમાં વિચાર આવ્યો : “મેં નિર્દોષ (પવિત્ર) માણસને કેદમાં નાખ્યો, એટલે તો આવું નહિ બન્યું હોય ને !'
જરથુષ્ટ્રને કેદખાનામાંથી બહાર કાઢ્યા ને ઘોડાને સાજો કરવા પ્રાર્થના કરી.
તરત જ ઘોડો હણહણાટી કરતો ઊભો થઈ ગયો.
રાજાને જરથુષ્ટ્રની સચ્ચાઈ ઉપર ભરોસો બેઠો અને જરથુષ્ટ્રના ધર્મનો સ્વીકાર કર્યો. પછી એ ધર્મનો સારો એવો પ્રચાર થયો.
ગુસ્તાપે તહેરાનના રાજા અરજાસ્પને કહેવડાવ્યું : ‘જરથુષ્ટ્રનો ધર્મ સારો છે. આપ એ ધર્મ અંગીકાર કરો.”
અજાણ્યે જવાબમાં જણાવ્યું : “એ તો બધું ધતિંગ છે, એમાંથી તું નીકળી જા; નહીંતર મારી તલવાર એ કામ કરશે.'
ગુસ્તાસ્પના દીકરાએ અરજસ્તે મોકલેલી એ ચિઠ્ઠીના ટુકડેટુકડા કરી નાખ્યા અને કહેવડાવ્યું : “તારાથી થાય એ કરી લેજે !'
આમાંથી મોટો ભડકો થયો, અજાણ્યે ઓચિંતો હુમલો કર્યો.
એ દિવસે કોઈ તહેવાર હતો. અષો જરથુષ્ટ્ર પોતાના અંશી શિષ્યો સાથે અગ્નિની ઉપાસના કરી રહ્યા હતા. અરજાસ્પની વિકરાળ સેના મારમાર કરતી ગામમાં ઘૂસી ગઈ, ચારે તરફ મારામારી અને કાપાકાપી શરૂ થઈ.
એક ટુકડી મંદિરમાં ઘૂસી અને એ સૈનિકોએ અષો જરથુષ્ટ્ર સહિત એંશી શિષ્યોને હણી નાખ્યા.
મંદિરનો નાશ કર્યો. અસંખ્ય માનવ-હત્યાથી લોહીની નદીઓ
વહી.
એનાથી મંદિરનો પવિત્ર અગ્નિ ઓલવાઈ ગયો.
આમ, અષો જરથુષ્ટ્ર હજારો શિષ્યો સાથે ધર્મની ખાતર બલિદાન આપ્યું.
એમના અવસાન પછી જરથોસ્તી ધર્મ ખૂબ ફેલાયો, પણ ઈ.સ. ૬૪૧માં ઈરાનનો છેલ્લો જરથોસ્તી બાદશાહ આરબો દ્વારા હાર્યો. ઈરાનમાં મુસલમાનનું રાજય થયું. જરથોસ્તી ધર્મ પાળવાનું મુશ્કેલ બન્યું એટલે
સર્વધર્મ દર્શન
૯૭.
૯૮
સર્વધર્મ દર્શન