Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 53
________________ મારનારાઓ વિશે પ્રાર્થના કરતાં તેઓ કહે છે, “હે પિતા, તમે એમને માફ કરશો, કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે !' ઈસુનો મૃત્યુદિન ‘ગુડ ફ્રાઈડે = સારો શુક્રવારે કહેવાય છે. આ દિવસે ઈસુ મરણ પામ્યા પણ તે જ દિવસે ઈસુની વાત લોકોને સમજાઈ એટલે કે ધર્મ સમજાયો તેથી તેને ‘સારો શુક્રવાર’ કહે છે. વધસ્તંભ પર એમનો વધ થયો તે જ દિવસે એમને દફનાવવામાં આવ્યા, પરંતુ એમનો પ્રિય શિષ્ય એમની પાસે હાજર ન હતો માટે ઈસુ એમના દફનના ત્રીજે દિવસે એમને દર્શન આપવા પુનર્જીવિત થયા એવું ખ્રિસ્તીઓ માને છે. તેઓ એમ કહે છે, “ઈસુ સ્વર્ગથી પાછા આવીને જગતનો ન્યાય કરવાના છે, મરિયમના એ પુત્ર આપણાં પાપ ધોવા માટે મૃત્યુદંડ ભોગવ્યો.” ઈસુનો ઉપદેશઃ | ‘ગિરિ પ્રવચન' એ તેમના ઉપદેશોમાં શિરોમણિરૂપ છે. તેઓ કહે (૧) “આ સંસારમાં જેઓ નમ્ર, સદાચારી, દયાળુ, પવિત્ર અને સંપ તથા શાંતિને વધારનાર છે, તેઓ ધન્ય છે. ‘જ્યારે લોકો તમારી નિંદા કરે, જુલમ ગુજારે ત્યારે તમે તમારી જીતને નસીબદાર સમજજો, કારણ તેથી તમારું કલ્યાણ જ થવાનું (૮) ‘તમે તમારા પરસેવાની રોટી ખાજો. કાલની ફીકર કરશો નહીં. શ્રદ્ધાપૂર્વક પ્રભુને ચરણ જીવન અર્પણ કરજો.’ ‘પોતાના અને કુટુંબના ગુજરાન માટે સૌએ પરસેવો પાડી જાતમહેનત કરવી જોઈએ અને હૃદયથી ઈશ્વરભજન કરવું જોઈએ - એ જ પ્રભુપ્રાપ્તિનો સાચો માર્ગ છે. સાચા ખ્રિસ્તીના હૃદયમાં માનવસેવાની ભાવના સભર ભરેલી હોય છે. માનવીનું દુ:ખ જોઈને તેનું હૃદય દ્રવે તે સાચો ખ્રિસ્તી છે. બાઇબલમાં શ્રદ્ધા, આશા અને ઉદારતા એ ત્રણ બાબત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, પ્રભુ ઉપર શ્રદ્ધા રાખો તો તમારું કામ થશે, સારી આશા રાખી સારું વર્તન કરો, બીજા પ્રત્યે માયાળુ બનો અને દાન કરો. - શ્રીમંતો અને ગરીબો બંને સમાન છે. તેમની વચ્ચેની ભેદભાવની દીવાલ તોડવા માટે તેમણે કહ્યું કે દરેકે પોતાના પરસેવાનો રોટલો મેળવવો જોઈએ – ખાવો જોઈએ. ‘દેવોનું રાજય તમારું છે.' એમ કહી તેમણે, ગરીબોને લાધવગ્રંથિ કાઢી નાખવા કહ્યું. સોયના નાકામાંથી કદાચ ઊંટ પસાર થઈ જાય તે શક્ય છે પણ શ્રીમંતોને સ્વર્ગ મળવું અશક્ય છે.' આમ કહીને તેમણે દરિદ્રોનો સ્વર્ગ પરનો અધિકાર દર્શાવ્યો. ‘દરેકને રોટલો મેળવવાનો સરખો અધિકાર છે.’ ‘પ્રભુ ઉપર વિશ્વાસ રાખો, તે બધાનું ભલું ઇચ્છે છે.” ‘ભૂલ થઈ હોય તો પસ્તાવો કરો, પ્રભુની પાસે બેસીને એકરાર કરો. પાપીને એક વખતના પાપ માટે ન ધિક્કારો. સહુ સરખા છે, કોઈ ઊંચ કે નીચ નથી. “સૌના ભલામાં આપણું ભલું છે.' ખ્રિસ્તી ધર્મમાં બે વર્ગ છે. (૧) ખ્રિસ્તી (૨) યહૂદી, બંને માટે પવિત્ર કરારો છે. યહૂદીઓ મુસાના જૂના ધર્મ કરારોને (Old Testament) માને છે, તેની સાથે ઘણી ચમત્કારિક વાતોને જોડે છે. ઈસુ આવા ભૌતિક ચમત્કારોને અવગણે છે. (૩) “પૈસા તમને શાંતિ નહીં આપે, એનું બળ નહીં માનશો. એ જશે ત્યારે તમને સંતાપ થશે.' (૪) ‘તમે તમારા શત્રુ ઉપર પણ પ્રેમ કરજો, કદી કોઈનો દ્વેષ તો કરશો જ નહીં, જે તમને હેરાન કરે તેમનું હિત ઇચ્છજો.’ (પ) ‘તમે પોતાને દીન કે દયાપાત્ર માનશો નહીં, તમે તો આ દુનિયાનું નૂર છો. જગતનો પ્રાણ છો.' (૬) જૂના શાસ્ત્રોનો ઉચ્છેદ કરવા હું આવ્યો નથી પણ તેના સત્ય રહસ્યને શોધી, સમજાવવા અને તેનું પૂર્ણપણે પાલન કરાવવા આવ્યો છું.” (૭) ‘તમારા કર્મ અને વાણી તમારા હૃદયનું પ્રતિબિંબ છે.' સર્વધર્મ દર્શન ૮૪ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101