Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 54
________________ મૂસાના જૂના કરારોની દશ આશાઓ (Ten commandaments) આ નીચે પ્રમાણે છે : (૧) મા-બાપનો આદર કરો. (૨) કોઈ જીવને ન મારો. (૩) ચોરી ન કરો. (૪) વ્યભિચાર ન કરો. (૫) જૂઠા સાક્ષી ન બનો. (૬) પોતાના ખેતર માટે નોકર-ચાકરની ઝંખના ન કરો. (૭) કામમાં અઠવાડિયે એક દિવસ રજા પાળો, કારણ કે પૃથ્વી રચનારે પણ પૃથ્વી બનાવતાં એક દિવસની રજા પાળી હતી. (૮) જગતકર્તા ઈશ્વરની મૂર્તિ ન રચો. (૯) મને જ માનો ! હું કહું તે દેવને માનો. બીજાને પૂજશો તો ધનોતપનોત થઈ જશે. (૧૦)તને પરેશાન કરે તેને તું પરેશાન કર. દાંત ફોડે તેનો દાંત ફોડ, પણ પ્રાણ ન લે ! ઈસુએ નવા કરાર પ્રમાણે નવા સિદ્ધાંતો દર્શાવ્યા, જેની ચર્ચા આપણે પ્રથમ કરી ગયા છીએ. તેમણે બધાંને સમાન ગણ્યાં, આખા વિશ્વમાં ભ્રાતૃભાવ ઊભો કર્યો, ભગવાન અંગે શ્રદ્ધા વધારી, તેના શરણે જઈને પાપનો એકરાર કરીને શાંતિ મેળવવાનું કહ્યું. ભગવાન તો અસીમ પ્રેમ, ક્ષમા અને કરુણાનો ભંડાર છે તેમ કહ્યું. ધર્મનાં દ્વાર બધાંને માટે ઉઘાડ્યાં અને શિક્ષણ – સેવા અને આરોગ્ય નિમિત્તે દાન, પ્રાર્થના તથા સર્વજનકલ્યાણનો અમર સંદેશ જગતને આપ્યો છે. રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ એમ બે મુખ્ય વર્ગ ઉપરાંત અનેક પેટા શાખાઓ ખ્રિસ્તી ધર્મમાં આજે જોવા મળે છે, પરંતુ મુખ્યત્વે એ બધાંની ઉપાસના પદ્ધતિ સમાન છે. તેથી તેઓમાં એકતા અને બંધુત્વની ભાવના ખૂબ જ વિકસતી રહી છે – વિકસતી રહેશે. સર્વધર્મ દર્શન ૫ ખ્રિસ્તી ધર્મના તહેવારો - ખ્રિસ્તી ધર્મના તહેવારોમાં નાતાલ એટલે ઈસુ ખ્રિસ્તીની જન્મજયંતી. જો કે ૨૫મી ડિસેમ્બરથી ૧ જાન્યુઆરી સુધીના સાત દિવસ ખૂબ ધામધૂમથી ઉજવાય છે. છતાં ૨૫મી ડિસેમ્બરે આવતો નાતાલનો તહેવાર, ખ્રિસ્તીઓનો સૌથી મોટો તહેવાર છે. દુનિયાભરમાં આ તહેવાર ઉજવાય છે. ખ્રિસ્તીઓ દેવળમાં જઈ પ્રાર્થના કરે છે. નાચગાનનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. બાળકોને મનગમતી ભેટ સાંતાક્લોઝ નામનો દેવદૂત આપે છે. નાતાલવૃક્ષને શણગારવામાં આવે છે. નાતાલવૃક્ષ એ દાનવૃક્ષ છે. નાતાલ ઉપરાંત, સારો શુક્રવાર તથા પુનર્જીવનનો રવિવાર (Ester Sunday) ખ્રિસ્તીઓના મુખ્ય તહેવાર છે. ભગવાન ઈસુને વધસ્તંભ પર ચડાવ્યા તે દિવસ શુક્રવાર હતો. આ દિવસે ઈસુ મરણ પામ્યા તેથી લોકોને શોક થયો પણ તે જ દિવસે ઈસુની વાત લોકોને સમજાઈ - ધર્મ સમજાયો એટલે તે દિવસને સારો શુક્રવાર કહે છે. ‘ગુડ ફ્રાઈડે' તરીકે જાણીતો આ દિવસ, ઉપવાસથી શાંતિથી પસાર કરવામાં આવે છે. શુક્રવારે ઈસુનો વધ થયો તે જ દિવસે એમને દફનાવવામાં આવ્યા. એ સમયે એમનો પ્રિય શિષ્ય, એમની પાસે હાજર ન હતો. તેથી ઈસુ, એમના દફનના ત્રીજા દિવસે, શિષ્યને દર્શન આપવા, પુનર્જીવિત થયા એવું ખ્રિસ્તીઓ માને છે. આ પુનરુત્થાનના દિવસને ‘ઈસ્ટર સન્ડે’ના તહેવાર તરીકે ખ્રિસ્તીઓ ધામધૂમથી ઉજવે છે. જાન્યુઆરી નામ ‘જાનુસ' નામના દેવ પરથી પડ્યું હોવાનું મનાય છે. જાનુસ એ ગણપતિ જેવો વિઘ્નહર્તા દેવ મનાય છે. કોઈપણ કાર્યની શરૂઆત એની સ્તુતિથી થાય એવો એ દેવ હતો આથી પહેલી જાન્યુઆરી એ જાનુસના ઉત્સવનો ઉમંગભર્યો દિવસ જાહેર થયો અને નવા વર્ષના પ્રથમ દિવસ તરીકે દુનિયાભરમાં ઉલ્લાસથી ઉજવાય છે. k સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101