Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 48
________________ ધર્મગ્રંથ – ‘કુરાન’ અને ‘હદીસ’ કુરાન = જાહેર કરવું, વાંચવું, ઇસ્લામ ધર્મને યથાર્થ સમજવા માટે ‘કુરાન’ ખૂબ ઉપયોગી ધર્મગ્રંથ છે. ખુદા તરફથી મળતા સંદેશાની ‘વહી’ તરીકે ઓળખવામાં આવે છે. આ બધી વહીઓ મળીને ‘કુરાન’ કહેવાય છે. જીવન માટે ધાર્મિક શોધ કરવી હોય તો કુરાન પઢો. તેઓએ સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે ધર્મની બાબતમાં કોઈ પ્રકારની જબરદસ્તી ન હોવી જોઈએ.' ‘તારું અથવા કોઈપણ રસૂલ (પયગંબર)નું કામ પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાનું છે. પછી કોઈ મોં ફેરવી ચાલ્યા જાય તો ભલે જાય.' ‘ઈશ્વરે જે પુસ્તક અમને આપ્યું છે તેને અમે માનીએ છીએ અને જે પુસ્તક તેણે તમને આપ્યું છે તેને પણ માનીએ છીએ. તમારો અને અમારો અલ્લા એક જ છે. તે જ અલ્લા આગળ આપણે માથું નમાવીએ છીએ.’ મહંમદ સાહેબે, પોતાનો ધર્મ ફેલાવવા માટે કદી તલવારનો આશ્રય લીધો ન હતો. કોઈ કબીલા કે દેશ ઉપર કદી ચઢાઈ કરી ન હતી, ધાર્મિક માન્યતા માટે સહુ કોઈની સ્વતંત્રતા તેમણે સ્વીકારી છે. તેઓ સ્પષ્ટ કહેતા કે ‘ઈશ્વર એક છે, સત્યમાં અને ભલાઈમાં વિશ્વાસ રાખવો અને ભલાં કામ કરવાં એ જ સ્વર્ગની કૂંચી છે.’ હજની યાત્રા કરનારે સાદાં વસ્ત્રો પહેરવાં તથા એક કીડીને પણ ન મારવી, ઝાડનું પાંદડું પણ ન તોડવું કે પાસે કોઈ હથિયાર ન રાખવું તો જ સાચી યાત્રા કરી કહેવાશે. કુરાનના અધ્યાયને સુરા (ઇંટ) કહે છે. કુરાનની કુલ ૧૧૪ સુરાઓ છે. કુરાનની સુરા પર ઇસ્લામ ધર્મનું ચણતર થયું છે. કુરાનની સુરાઓ નાની મોટી છે. મોટામાં મોટી સુરામાં ૨૨૬ આયાત છે, જ્યારે નાનામાં નાની સુરામાં માત્ર ત્રણ જ આયાતો છે. આ આયાતો કાવ્યરસથી સભર છે. ઉત્કૃષ્ટ અને રસમય શૈલીમાં એની રચના થયેલ હોવાથી સાહિત્યની દૃષ્ટિએ ઉત્તમ કૃતિ છે. એક ઈશ્વરમાં શ્રદ્ધા, પવિત્ર જીવન, નીતિના સિદ્ધાંતો અને ગુલામો, બાળકો તથા સ્ત્રીઓ તરફ પ્રેમભર્યું વર્તન રાખવા ઉપર આ ગ્રંથમાં ભાર મૂકવામાં આવ્યો છે. મુસ્લિમ સંસ્કૃતિના વિકાસમાં આ ગ્રંથ આપેલો ફાળો અસાધારણ છે. આ ગ્રંથ પ્રત્યે માન અને આદરભાવની લાગણી વ્યક્ત સર્વધર્મ દર્શન ૭૫ કરવા માટે તેની પાછળ ‘શરીફ’ વિશેષણ લગાડવામાં આવેલ છે અને તેને ‘કુરાને શરીફ’ કહેવામાં આવે છે. અલ્લાહ એક છે. તે પોતે ન તો કદી જન્મ લે છે. તે સર્વશક્તિમાન, સર્વજ્ઞ અને ન્યાયી છે. તે જીવન અને મૃત્યુનો સર્જક છે, જેના હાથમાં અમાપ સત્તા અને અબાધિત શક્તિ છે. તે મંગલમય, દયામય અને કરુણાસાગર છે, જેઓ પૃથ્વી પર છે. તેમના પર તમે દયા કરો અને આસમાન પર છે તે તમારા પર દયા કરશે. અલ્લાહ જગતનો પોષક છે. અલ્લાહ અને મનુષ્ય વચ્ચે માલિક - બંદાનો - સ્વામી - સેવકનો સંબંધ છે. ઇસ્લામ ધર્મ આત્માની અમરતામાં માને છે – કયામતના સિદ્ધાંતમાં માને છે. – ‘જે માણસ એક બાજુ નમાજ પઢશે, રોજા રાખશે અને દાન કરશે તથા બીજી બાજુ કોઈની ઉપર જૂઠો આરોપ મૂકશે, બેઈમાની કરશે, કોઈના પૈસા ખાઈ જશે કે કોઈનું લોહી રેડશે અથવા કોઈને દુઃખ દેશે એવા માણસની નમાજ, રોજા, દાન કશું જ કામમાં નહીં આવે. જે કોઈ સત્કર્મ કરશે તેને પોતાનાં કૃત્યોનું સારું ફળ મળશે. કયામતના દિવસ પછી જહન્નમમાં જવું ન પડે અને જન્નતની પ્રાપ્તિ થાય એ માનવજીવનનું અંતિમ ધ્યેય ગણાયું છે. અંતિમ ધ્યેયની પ્રાપ્તિનાં બે સાધનો છે – (૧) ‘ઈમાન’ (૨) દીન ઇમાન એટલે વિશ્વાસ - શ્રદ્ધા. દરેક ઇસ્લામીએ છ બાબતમાં શ્રદ્ધા રાખવાનું ફરમાન છે. અલ્લાહ, ફિરસ્તા, કુરાનેશરીફ, પયગંબરો, કયામત અને કિસ્મત. દીન = ધર્માચરણ, પાંચ પવિત્ર કાર્યો કરવાનું ફરમાન છે. આ પાંચ પવિત્ર કાર્યો અનુક્રમે (૧) કલમો (૨) નમાજ (૩) રોજા (૪) જકાત (૫) હજ. સદાચારણ પર ઇસ્લામ ખાસ ભાર મૂકે છે. જકાત = દાન અથવા ખેરાત. પોતે કમાયેલું પોતે વાપરવું તે પાપ છે. એમાંથી અમુક ભાગ ગરીબ, અનાથ અને ફકીરોને માટે કાઢવો જોઈએ. ગુપ્ત દાનને વધુ સારું ગણ્યું છે. ‘સૌ પ્રાણીઓ પરમાત્માનું કુટુંબ છે અને જે આ પરમાત્માના કુટુંબનું ભલું કરે છે તે પરમાત્માને સૌથી પ્રિય છે. સર્વધર્મ દર્શન OE

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101