________________
ઇસ્લામ ધર્મ
આપણા દેશમાં ઇસ્લામ ધર્મ વિશે ખોટો ભ્રમ થયો છે. આમ થવાનું મુખ્ય કારણ એ છે કે હિંદને ઇસ્લામ સાથેનો સંપર્ક લૂંટ, રંજાડ, મારધાડની રીતે થયો છે. મુસલમાનોમાં સર્વ પ્રથમ અહીં આવનાર આક્રમણકારો હતા. તેમણે આતંક ફેલાવીને ઇસ્લામને ફેલાવ્યો તેથી એવી છાપ ઊભી થઈ કે ઇસ્લામ હિંસકોનો ધર્મ છે. રાજાઓ રંજાડનાર છે. મુસ્લિમો છે એટલે ઇસ્લામ ધર્મ પણ રંજીડનાર ધર્મ છે. હકીકતે આ સત્ય નથી. જે હુમલો લઈને આપણા દેશ ઉપર આવ્યા હતા તેઓ તથા મધ્ય એશિયા જયાં ઇસ્લામનો ઉદય થયો તે અરબસ્તાન - બંને એકમેકથી સંપૂર્ણપણે ભિન્ન છે. તેથી ઇસ્લામનું વાસ્તવિક ચિત્ર અહીં રજૂ કરવાનો પ્રધાન ઉદ્દેશ છે.
ઉદ્દભવ અને વિકાસ: એશિયા ખંડના અરબસ્તાનમાં ઇસ્લામ ધર્મનો ઉદય થયો, પરમાત્મા એક છે અને મનુષ્યમાત્ર સમાન છે.” આવું સરળ સત્ય પ્રગટ કરનાર ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયગંબરનું સ્થાન વિશ્વવંદ્ય વિભૂતિઓમાં આગવું છે. ઇસ્લામનો અર્થ, “શાંતિ’ અને ‘સલામતી' તથા જગતના બાદશાહ' પરમેશ્વરના શરણે જવું એવો થાય છે. ‘કુરાનેશરીફ'માં દર્શાવ્યા અનુસાર, ‘મુસ્લિમ' એટલે જેણે ખુદા અને આદમી સાથે શાંતિ સાધી છે તે.’ આ રીતે ઇસ્લામ ધર્મ શાંતિ, સલામતી અને ભાઈચારાનો સંદેશ જગતને આપ્યો છે. ઇસ્લામ એટલે શાંતિનો માર્ગ. માણસે સૌથી પહેલાં ઈશ્વરની શરણાગતિ સ્વીકારીને શાંતિ મેળવી અને આ શરણાગતિમાં કોઈ પણ પ્રકારની શરત ન હતી. એમાંથી શાંતિ અને આનંદ
મેળવવાનો માર્ગ તે ઇસ્લામ ધર્મ થયો.
પયગંબરનો અર્થ થાય છે પૈગામ-સંદેશો લાવનાર. ઈશ્વરનો સંદેશો લાવનાર પહોંચાડનાર પયગંબર કહેવાય છે. બીજી માન્યતા પ્રમાણે ઈશ્વરની, આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર આદમથી શરૂ થયેલો ધર્મ ઇસ્લામ ધર્મ કહેવાય.
એ સમયની રાજકીય, સામાજિક - ધાર્મિક પરિસ્થિતિ : એ સમયે આખું અરબસ્તાન અનેક કબીલાઓ (ટાળીઓ)માં વહેંચાયેલું હતું. કબીલાનો સરદાર શેખ કહેવાતો. તે કબીલાનો રાજા, પુરોહિત અને ગુરુ ગણાતો. કબીલા માટે સૌ સભ્યો ખૂબ જ ગુમાન ધરાવતા. અંદરોઅંદર વેરઝેર અને ખુનામરકીઓ પેઢીઓ સુધી ચાલુ રહેતાં. પરસ્પર ભય,ત્રાસ અને અરાજકતાનું વાતાવરણ રહેતું. કુરિવાજો, અંધશ્રદ્ધા, શુકન-અપશુકન, ભૂતપ્રેત વગેરે વહેમોનું જ જાણે રાજ હતું. હિંસાત્મક યજ્ઞો પણ થતા હતા. દારૂ-જુગાર વગેરે અનિષ્ટો વધી ગયાં હતાં. ગુલામો અને સ્ત્રીઓ તરફ અમાનુષી વર્તાવ કરવામાં આવતો હતો. પુત્રીના જન્મને આરબ શાપ ગણતા આથી પુત્રીને કબરમાં જીવતી દાટી દેવામાં આવતી હતી. આરબ પ્રજા દુરાચાર, અનીતિ, હિંસા, વહેમ વગેરેમાં ફસાઈ ગઈ હતી.
અનેક દેવદેવીઓની પૂજા થતી હતી. મનુષ્યબલિ અને પશુબલિ દેવને ધરવામાં આવતો હતો.
આવા અંધાધૂંધીના સમયમાં મહંમદ પયગંબરે આ પછાત, અંધશ્રદ્ધાળુ અને અજ્ઞાન પ્રાને શ્રદ્ધાનાં, જ્ઞાનનાં અને ધાર્મિકતાનાં અમૃત પાયાં, માનવસભ્યતાનું સર્જન કરી બતાવ્યું. ઇસ્લામ ધર્મે એકતા જન્માવી, એક ઈશ્વર, એક ધર્મભાવના, એક કોમ અને એક ધર્મ પુસ્તકની ભાવના પ્રગટ કરી એકસૂત્રતા સ્થાપી.
મહંમદ પયગંબરનું જીવન અને કાર્ય : મહંમદ પયગંબરનો જન્મ મક્કા શહેરમાં ઈ.સ, ૫૭૧માં થયો હતો. એમના પિતાનું નામ અબ્દુલ્લા અને માતાનું નામ આમીના હતું. તેઓના જન્મ પહેલાં પિતાનું અવસાન થયું અને છ વર્ષની વયે તેમણે માતાની છાયા પણ ગુમાવી. દાદાના અવસાન પછી, કાકાના હાથે મહંમદનો ઉછેર થવા લાગ્યો. નાની વયે મહંમદને તેમના કાકા સાથે વેપારી વણઝારોમાં પરદેશ જવાનું થતું. યુવાવસ્થામાં મહંમદ વેપારીઓના આડતિયા (એજન્ટ) તરીકે કામ કરતા. તેમની
સર્વધર્મ દર્શન
૭૨
સર્વધર્મ દર્શન