Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 44
________________ સર્વ ધર્મ પ્રાર્થના (રાત્રે). (રાગ : સવૈયા એકત્રીસા) પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યાં પોતા સમ સહુને, પૂર્ણ અહિંસા આચરનારા, નમન તપસ્વી મહાવીરને. ...૧ જનસેવાના પાઠ શિખવ્યા, મધ્યમ માર્ગ બતાવીને, સંન્યાસીઓને ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને. એક પત્નીવ્રત પૂરણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં, ન્યાય નીતિમય રામ રહેજો, સદા અમારા અંતરમાં. ...૩ (૩) શ્રી તર્ણ હરિમંદિર સાહેબ, પટણા. (૪) તખ્ર હજૂર સાહેબ, નાંદેડ (૫) તન્ન દમદમાં સાહેબ. ગુરુદ્વારામાં ગ્રંથી જયારે ‘બોલે રે સો નિહાલ” એમ પોકાર પાડે એના ઉત્તરમાં ભક્ત નરનારીઓનો સમુદાય મુક્તકંઠે ‘સત શ્રી અકાલ'ના શબ્દોથી પડઘો પાડે છે, ‘સતશ્રી અકાલ’ એટલે કાલરહિત પરમાત્મા સત્ય છે. “વાહ ગુરુજી કા ખાલસા, વાહ ગુરુજી કી ફતેહ' એ શબ્દોથી શીખ પરસ્પરનું અભિવાદન કરે છે. અમૃતસરનું પવિત્ર મંદિર અને નાંદેડનું ગુરુદ્વારા પ્રસિદ્ધ તીર્થો છે. શીખ ધર્મના તહેવારોઃ શીખ ધર્મના સ્થાપક, આદિ ગુરુ નાનકનો જન્મદિવસ કાર્તિક પૂર્ણિમાનો દિવસ ખૂબ માનભેર ઊજવાય છે. શીખ ધર્મ તહેવારો અને રીતરિવાજો પ્રત્યે ખૂબ સહિષ્ણુતા દર્શાવી છે. તેથી હોળી, દશેરા જેવા ઘણા હિંદુ ધર્મના તહેવારો શીખોમાં ઉજવાય છે. દુર્ગાપૂજા પણ કરવામાં આવે છે. ‘વૈશાખી-વૈશાખ સુદ ૧ શીખોનો સૌથી મોટો તહેવાર છે. ઈ.સ. ૧૬૯૯માં વૈશાખ માસના પ્રથમ દિવસે ગુરુ ગોવિંદસિંહે શીખોને ‘ખાલસા' - શુદ્ધ બનાવ્યા હતા. આ દિવસે મહત્ત્વના ગુરુદ્વારાની મુલાકાત લેવાનું પ્રત્યેક શીખધર્મી માટે ફરજિયાત છે. જો સંજોગો અનુકૂળ હોય તો, અમૃતસરના સુવર્ણમંદિરની પણ આ દિવસે મુલાકાત લેવી જોઈએ. વૈશાખીને દિવસે પવિત્ર ‘ગ્રંથસાહેબનું આરંભથી અંત સુધી વાચન થાય છે, જેને અખંડ પાઠ કહે છે. પાંચ અગ્રગણ્ય વ્યક્તિઓ ખુલ્લી તલવાર સાથે ‘ગ્રંથસાહેબ’ની સામે આવે છે. ‘પંચપ્યારા’ની યાદમાં આ વિધિ થાય છે - સમૂહભોજન યોજાય છે. સાંસ્કૃતિક કાર્યક્રમ ‘વૈશાખી મેળો યોજાય છે. શીખ ધર્મમાં દશ ગુરૂઓનું સ્થાન છે, પ્રથમ ગુરુ નાનક અને ૧૦માં ધર્મગુરુ ગોવિંદસિંહના જન્મદિવસ તહેવાર તરીકે ઉજવાય છે. જન્મદિવસના તહેવારોમાં ‘ગ્રંથસાહેબ'નો અખંડ પાઠ થાય છે અને ગ્રંથને યાત્રારૂપે ફેરવવામાં આવે છે. સઘળાં કામો કર્યા છતાં જે, રહ્યાં હંમેશાં નિર્લેપી, એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો, અમ મનડાં ખૂંપી. ...૪ પ્રેમ રૂપ પ્રભુપુત્ર ઈશુ જે, ક્ષમાસિધુને વંદન હો, રહમ નેકીના પરમ પ્રચારક, હજરત મહમ્મદ દિલે રહો ...૫ જરથોસ્તીના ધર્મગુરુની, પવિત્રતા ઘટમાં જાગો, સર્વ ધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વશાંતિમાં ખપ લાગો. ..૬ – મુનિશ્રી સંતબાલજી સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101