________________
નિર્ભય ઃ
સંસારમાં ભય અનેક પ્રકારના છે, જેમાં મરણનો ભય જીવને સતત સતાવ્યા કરે છે. જે ભયજીવને ગુરુકૃપાથી પોતાના અવિનાશી સ્વરૂપનું ભાન થાય છે ત્યારે તે નિર્ભય કે ભયમુક્ત થાય છે. એટલે આવા ભક્તજનને મરણ કે અન્ય પ્રકારનો ભય રહેતો નથી. આવા જીવને નિરંતર પ્રતીતિ વર્તે છે કે તે દરઅસલપણે અવિનાશી છે, જ્યારે શરીરાદિ નાશવંત છે. ભેદજ્ઞાન પામેલા આવા સાધકને ભવિષ્યની ચિંતા રહેતી નથી, ભૂતકાળનું સ્મરણ રહેતું નથી, પરંતુ તે વર્તમાનમાં વર્તે છે. નિર્વીરઃ
અજ્ઞાનદશામાં જીવને ક્રોધ, માન, માયા, લોભાદિ, કષાયોથી રાગદ્વેષ થયા કરતા હોય છે, પરંતુ ગુરુકૃપાથી જે ભક્તજનને પોતાના દરઅસલ શુદ્ધ-સ્વરૂપની પ્રતીતિ રહે છે, તે સર્વ જીવને પોતાની સમાન લેખે છે, કારણ કે નિજસ્વરૂપ વીદ્વેષ અને વીતરાગમય હોય છે. આવા જીવને કોઈ પણ અન્ય જીવ પ્રત્યે વેરભાવ ઉત્પન્ન થતો નથી. સદ્ગુરુથી ભેદજ્ઞાન પ્રાપ્ત સાધક દરેક જીવમાં રહેલ આત્મતત્ત્વ પ્રત્યે આદર અને વિનય વર્તે છે અથવા સાધકથી અન્ય જીવ પ્રત્યે મૈત્રીભાવ વર્તે છે. દરેક સાંસારિક જીવ કર્માધીન હોવાથી તેનો બાહ્ય આકાર અને વર્તન પૂર્વ-સંસ્કારરૂપ હોય છે, પરંતુ તેને ગૌણ ગણી સાધક માત્ર તેના શાશ્વત આત્મતત્ત્વ ઉપર જ નજર કરે છે.
અકાલ-મૂર્તઃ
પ્રત્યેક સાંસારિક જીવને જન્મ-મરણની કાળમર્યાદાનું ચોક્કસ પ્રમાણ કર્માનુસાર હોય છે એટલે જીવને તેના ‘આયુષ્ય’ કર્મના હિસાબે શ્વાસોશ્વાસ નિર્ધારીત થયેલા હોય છે અને તેના ગલનથી તે કાળમાં ક્ષણે ક્ષણે વિલીન થતો જાય છે, પરંતુ ગુરુકૃપાથી જે ભક્તજનને ભેદજ્ઞાનરૂપ સુબોધ પ્રાપ્ત થાય છે ત્યારે તેને ‘સ્વ’ - સ્વરૂપનું ભાન વર્તે છે. આવા સુબોધમાં આત્મતત્ત્વ આદિ અને અંતથી રહિત છે એવી નિરંતર પ્રતીતિ સાધકને
સર્વધર્મ દર્શન
૫
રહે છે. આમ હોવાથી અમુક અપેક્ષાએ જ્ઞાનસભર ભક્તજનને ‘અકાલમૂર્ત' કહી શકાય. તેમાંય ઉચ્ચ કોટિના જ્ઞાનીપુરુષો દેહ હોવા છતાંય દેહાતીત આંતરિક-દશામાં સ્થિર હોવાથી તેઓને ‘અકાલ-મૂર્ત’ કહેવામાં આવે છે અથવા સ્થૂળ કે મૂર્ત શરીર નાશવંત છે. જ્યારે તેમાં રહેલ ચેતન-તત્ત્વ અવિનાશી છે.
અયોનિઃ
દરેક સાંસારિક જીવ કર્માનુસાર વિવિધ યોનિઓમાં પરિભ્રમણ કરે છે. આવા પરિભ્રમણ વખતે પણ જીવના શરીરમાં અંતર્ગત રહેલ આત્મતત્ત્વ તેનું તે રહે છે. જે ભક્તજનને ગુરુકૃપાથી ભેદજ્ઞાન કે સુબોધ પ્રાપ્ત થાય છે તેને પ્રતીતિ રહેતી હોય છે કે તે દરઅસલપણે જન્મ-જરા-મરણથી રહિત એવો શુદ્ધાત્મા છે અથવા શરીરને જન્મ
મરણ કે આદિ-અંત છે. જ્યારે દેહમાં રહેલ આત્મતત્ત્વ ‘અજન્મ’ અમર છે.
સ્વમ
દેહધારી જીવના શરીરમાં રહેલ અરૂપી આત્મતત્ત્વ અનાદિ અને અનંત છે એટલે શરીરને આદિ અને અંત છે. પરંતુ આત્મતત્ત્વને કોઈ શરૂઆત કે અંત નથી. આ ષ્ટિએ વ્યવહારમાં આત્માને સ્વયંભૂ કહેવામાં
આવે છે. સમસ્ત બ્રહ્માંડમાં જેટલા ચૈતન્યમય જીવો છે તે અખંડપણે સદૈવ તેટલા જ રહેવાના છે. એટલે જીવોની સંખ્યામાં વધઘટ થતી નથી, પરંતુ શરીરરૂપ અવસ્થાઓ કર્માનુસાર બદલાયા કરે છે. માટે જ આત્માને સ્વયંભૂ તરીકે સંબોધાય છે.
ઉપસંહાર :
=
શ્રી નાનકદેવજીએ મૂળમંત્રમાં આત્મા અને શરીરના ગુણો તથા તેમાં રહેલી ભિન્નતા પ્રકાશિત કરી છે. ગુરુપ્રસાદરૂપે જે ભક્તને વિધિવત્ શીખ પ્રાપ્ત થાય છે તે ધન્યતા અનુભવે છે.
t
સર્વધર્મ દર્શન