________________
દશમગ્રંથ : દેશમાં ગુરુ ગોવિંદસિંહની રચનાઓને એમના મહાપ્રસ્થાન પછી ગુરુના મિત્ર અને શિષ્ય ભાઈ મણિસિંહે ‘દશમગ્રંથ'માં સંપાદિત કરી. આ ગ્રંથ, વ્રજ, હિન્દી, ફારસી અને પંજાબી એમ ચાર. ભાષામાં છે. શીખ ધર્મમાં આ ગ્રંથનું ખૂબ માનવંતુ સ્થાન છે. એમાંનો કેટલોક ભાગ, શીખોની દૈનિક પ્રાર્થનામાં સામેલ કરેલ છે.
શીખધર્મના મૂળમંત્રઃ
તેમાંથી જે જે વાણી શીખસિદ્ધાંતને અનુરૂપ હતી, જે ઈશ્વરદર્શનની અનુભૂતિથી સભર હતી, જે જીવંત હતી, જે ધમધતાથી પર હતી એને સંગ્રહિત કરી, આ વિશિષ્ટ ગ્રંથની રચના થઈ.
આ ગ્રંથમાં છ ગુરુ, પંદર ભક્ત, પંદર જેટલા ભાટ અને ચાર બીજા સંગીતકારોની રચનાઓ છે. છઠ્ઠાથી આઠમા ગુરુની કોઈ રચના નથી. નવમા ગુરુની રચનાઓ ગુરુ ગોવિંદસિંહે દાખલ કરેલી. ગુરુ ગોવિંદસિંહે પોતાની કોઈ પણ રચનાને એમાં સ્થાન આપ્યું નથી.
બધા ગુરુઓ “નાનક' ના નામથી રચનાઓ કરતા તેથી રચના કયા ગુરુની છે તે સમજાય એ હેતુથી ગુરુ અર્જુને દરેક રચનાની આગળ મહલાનો સંખ્યક લખવાની પ્રથા સ્વીકારી, જેમ કે મહલ પહલા એટલે ગુરુ નાનકની રચના, મહલા દુજા એટલે ગુરુ અંગદની રચના. મહલા અર્થાતુ ઘર એટલે કે સ્વરૂપ, ગુરુ નાનક તો એક જ, એમની જયોતિ બદલાતી હતી એવો ભાવ આની પાછળ છે. મહલાનો બીજો અર્થ છે પરમાત્માની નવોઢા. દરેક ગુરુ પોતાને પરમેશ્વરની નવોઢા માનતા તેથી એ અર્થ સ્વીકારાયેલ છે. ગુરુ ગ્રંથસાહેબની મૂળ પ્રત (બીડ) અત્યારે કરતારપુર (જિલ્લો જલંધર)માં છે. તેથી એ ‘કરતારપુરવાલી બીડ’ કહેવાય છે. આ ગ્રંથમાં બ્રાહ્મણ, ક્ષત્રિય શૂદ્ર અને મુસ્લિમ સંત ભક્તોની વાણીને સ્થાન આપવાનું કારણ એ હતું કે હિન્દુસ્તાનની આધ્યાત્મિક ઉદારતાનો એમાં સમાવેશ કરવાનો હતો. શીખ ધર્મમાં, અંધવિશ્વાસ, ઊંચનીચના ભેદ અને ધમધતાને કોઈ સ્થાન નથી. એમાં, ‘અલ્લાહ અને પરબ્રહ્મ એક જ છે' એવી મંત્ર જેવી રચનાઓ મળશે.
ગુરુ ગ્રંથસાહેબ આજે પણ અમર ગ્રંથ છે. ભક્તિમાન શીખ નરનારીઓ પ્રભાતમાં, ગુરુ ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખીને ‘ગ્રંથસાહેબ પાસે દરરોજના કર્તવ્યોનો હુકમ માગે છે. જે પાનું ઊઘડે તેમાં જે “શબ્દ', જે વાણી વાંચવામાં આવે તે વાણી તે દિવસનો હુકમ બને. આ ગ્રંથમાં મનુષ્યયોનિને સર્વશ્રેષ્ઠ અને દુર્લભ માની છે એટલા માટે સ્પષ્ટપણે દર્શાવ્યું છે કે માનવશરીરને પ્રાપ્ત કર્યા પછી, મનુષ્ય મુક્તિનો પ્રયાસ કરવો જોઈએ. ગુરુ ગોવિંદસિંહે ગુરુનું સ્થાન ‘આદિનાથ' - ‘ગ્રંથસાહેબ’ને આપી દીધું. “જગતમાં સૌનો ગુરુ એક છે અને તે પરમેશ્વર' આવું દર્શાવી, ગુરુનું અપાર ગૌરવ કર્યું છે.
પૂર્વભૂમિકાઃ
બુદ્ધિજીવીઓએ ઈશ્વર કે પરમાત્માને પોતપોતાની સમજ અને ક્ષમતાથી જાણવાની કોશિશ કરેલી છે. પંડિતાઈથી ભરેલા કેટલાય ગ્રંથોનું પ્રકાશન આવી કોશિશોના પુરાવા રૂપે ઉપલબ્ધ છે, પરંતુ ઈશ્વર કે પરમાત્માનું દરઅસલ શુદ્ધ-સ્વરૂપ તેઓને હસ્તગત થયું જણાતું નથી. સિવાય કે બ્રહ્મજ્ઞાની, જેઓએ સ્વયં તેવું સ્વરૂપ અનુભવ્યું છે.
जेते बदन सिसृष्टि सभ धारै, आपु आपनी बुज उचार; तुम सभी हो ते रहत निरालम, जानत बेद भेद अर आलम,
- आदि ग्रंथ रहरासि साहिब બુદ્ધિજીવીઓએ જયારે ૐકાર શબ્દનું વિવિધ પ્રકારે અર્થઘટન કરવાનું શરૂ કર્યું અને પોતપોતાની સમજ મુજબ ઈશ્વરને પારિભાષિત કરવા લખાણો કર્યા ત્યારે સદ્દગુરુ નાનકદેવજીએ ૐ શબ્દની આગળ એકડો (૧-ૐકાર) લગાડ્યો. સદ્ગુરુએ મર્મ ખુલ્લો કરતાં કહ્યું કે એક છે, એક છે. આ સાથે પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ એ મૂળ-ગુણોને પારિભાષિત કર્યા જે ગુરુવાણીમાં મૂળમંત્રના નામથી ઓળખાય છે.
પ્રત્યક્ષ જ્ઞાનીપુરુષ દાદા-ભગવાનના સાન્નિધ્ય અને આજ્ઞાધીનપણામાં રહી શીખ-ધર્મના મૂળમંત્રનો મર્મ શોધવાનો અલ્પ-પ્રયાસ શ્રી સુમનભાઈ દ્વારા કરવામાં આવ્યો છે તે પ્રસ્તુત છે.
સર્વધર્મ દર્શન
૧
સર્વધર્મ દર્શન