Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 38
________________ એક વખત નદીસ્નાન કરવા જતાં, તેમને દિવ્યદર્શન થાય છે અને નાનક દર્શાવે છે, ‘હઉ ઢાઢી બેકારુ કારે લાઈ’ – હું તો બેકાર સ્તુતિપાઠક (ચારણ) હતો પણ પરમાત્માએ મને કામમાં લગાડી દીધો. એ સમયેં મને નિરંતર એનું યશોગાન ગાવા ફરમાવ્યું છે.' નાનકે સ્તુતિ કરી. ‘એક ૐ કાર સતિનામું કરતા પુરખુ નિરભ નિરવૈરુ અકાલ મૂરતી અજૂની સૈભે ગુર પ્રસાદિ.” અર્થાત્ તે એક છે, ૐકાર સ્વરૂપ છે, સત્ય એનું નામ છે, તે જગતકર્તા – આદિપુરુષ, નિર્ભય, નિવૈર, અવિનાશી, અયોનિ અને સ્વયંભૂ છે – ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય છે. (અથવા ગુરુ એટલે મહાન પરમાત્માની કૃપા દ્વારા પરમાત્મા પ્રાપ્ત થાય છે. ગુરુ નાનકના ગુરુ સ્વયં પરમાત્મા હતા.) ઉપરોક્ત વાણી શીખોનો મૂળમંત્ર છે. તેમાં શીખ ધર્મનું સમગ્ર તત્ત્વ આવી જાય છે. પ્રત્યેક શીખે અમૃતપાન કરતાં આ મંત્રનું પાંચ વખત રટણ કરવું પડે છે. આ મૂળમંત્ર, ‘ગુરુ ગ્રંથસાહેબ'ના પ્રત્યેક રાગના પ્રારંભે પ્રયોજાય છે. એનું સંક્ષિપ્તરૂપ ‘૧ ૐકાર સતિગુર પ્રસાદિ’ છે. જપુ' - આદિસ, જુગાદિસચુ. વૈભી સચૂનાનક હોસી મી સચ. શીખ ધર્મ શીખ ધર્મના સ્થાપક નાનકદેવનો જન્મ ઈ.સ. ૧૪૬૯માં, નાનકાના સાહેબ ગામે થયો હતો. નાનકદેવ બચપણથી જ અત્યંત નિર્ભય, દયાળુ, ભક્ત, દાની હતા. શાળાના અભ્યાસમાં એમને રસ ન હતો, એમને તો એવી વિદ્યા જોઈતી હતી, જેનાથી ખુદ તરે અને બીજાને તારી શકે. નાનકે યુવાવસ્થામાં હિંદુ-મુસલમાન ધર્મોનો ઊંડો અભ્યાસ કરીને વેદો, શાસ્ત્રો તથા કુરાનનું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. ઉપરાંત ‘આદિગ્રંથ’ની એમની વાણી જોતાં એ સ્પષ્ટ જણાય છે કે એ ગુરુને આ બે ધર્મો ઉપરાંત, તત્કાલીન ઘણા ખરા ધર્મોનો પણ પૂર્ણ પરિચય હતો. તેઓ પિતાની બધી આજ્ઞાનું પાલન કરતા પણ એમનું હૃદય તો પ્રભુમાં રહેતું. કોઈ એમનું નામ પૂછે તો તરત જ ઉત્તર મળતો, ‘નાનક નિરંકાર' - નિરાકાર પરમાત્માનો નાનક. નિષ્ઠાપૂર્વક નોકરી કરે છે, લગ્ન કરે છે, સંતાનો પણ થાય છે. અન્ય ગૃહસ્થોની જેમ પોતાનું કામકાજ કરતા અને ગૃહસ્થ કહેડાવતા પરંતુ તેમાં તેઓ આસક્ત થયા નહીં. ‘ઉદાસીન ગૃહસ્થ’ તરીકે જીવન પસાર કરે છે - એમનું મન સંસારમાં કદી લેપાયું નહીં. એમનો પ્રભુપ્રેમ ઉત્તરોત્તર વધતો જાય છે. અર્થાતુ એ આદિમાં સત્ય છે, યુગોના આદિમાં સત્ય છે, પણ સત્ય અને નાનક કહે છે ભવિષ્યમાં પણ સત્ય જ હશે. તેથી જે માનવી પરમાત્માના હુકમને સમજે છે તે અહંકારનો ત્યાગ કરી દે છે. 'એમ નાનક કહે છે. ‘અપંરપાર, પરબ્રહ્મ પરમેશ્વર અને ગુરુના રૂપે મળ્યા છે.' નાનકે નોકરી છોડી દીધી - ગરીબોને સર્વસ્વનું દાન કર્યું – વિરક્ત જીવન ધારણ કરી, પ્રભાવશાળી વાણીમાં ઉપદેશ આરંભ્યો. ‘ન કોઈ હિંદુ, ન કોઈ મુસલમાન. ભગવાનનું ધ્યાન કરો અને ભક્ત બનો. ખાલી વાતો કરવાથી સ્વર્ગમાં જવાતું નથી, સત્યની કમાઈ કરવાથી મુક્તિ મળે છે. સદાચરણ વિનાની જૂઠી વાતોથી જૂઠ જ પ્રાપ્ત થાય સત્તાવીશ વર્ષની ભરયુવાનવયે પ્રભુના આદેશધારી નાનક, જગતને નામ-સ્મરણનું અમૃતપાન કરાવવા નીકળી પડ્યા – ગૃહત્યાગ કર્યો. એમણે સતનામ અને સતકરતાર (સત્ય ઈશ્વર છે) એ નામનો પ્રચાર કર્યો જેનું સર્વધર્મ દર્શન ૫૮ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101