________________
મૂર્તિકલા, ચિત્રકલા અને વાસ્તુકલાને બૌદ્ધધર્મમાંથી જે પ્રેરણા મળી છે તે અદ્ભુત છે. એશિયાની કેટલીક સર્વોત્તમ કૃતિઓનો સંબંધ બૌદ્ધ ધર્મ સાથે છે.
સંકુચિત રાષ્ટ્રીયતાનો ત્યાગ કરી રાષ્ટ્રીયતાને સદા વ્યાપકવિશ્વજનીનતાના રૂપમાં સ્વીકારવાનો ઉદાત્ત સંદેશ બૌદ્ધ ધર્મ આપે છે. આપણા દેશની રાષ્ટ્રમુદ્રા અને રાષ્ટ્રધ્વજમાં તેમજ જવાહરલાલજીએ પ્રવર્તાવેલા પંચશીલ અને તટસ્થતાના સિદ્ધાંતમાં બુદ્ધ ધર્મની કલ્યાણમયી ભાવના અંકિત થયેલી છે.
અનેક દેશના અને અનેક કાળના લોકોને આકર્ષી શક્યો છે. પ્રથમ તો બુદ્ધે, બુદ્ધિની પ્રતિષ્ઠા કરી, બુદ્ધિને શરણે, ધર્મને શરણે અને પોતાની જાતને શરણે જવાનું લોકોને કહ્યું.
આ ધર્મે માનવ-માનવ વચ્ચેના ભેદ ભૂંસી નાખ્યા છે અને મનુષ્યમાત્રની સમાનતાનો સ્વીકાર કર્યો છે, સ્થાપના કરી છે. સ્ત્રી-પુરુષની સમાનતાનો પણ બુદ્ધે ઉદ્ઘોષ કર્યો છે.
બુદ્ધે શીલ અને સદાચાર ઉપર ખૂબ ભાર મૂક્યો છે, પરિણામે તેમના ઉપદેશમાં વ્યાપકતા અને સર્વગ્રાહ્યતા છે.
મધ્યમમાર્ગ બૌદ્ધ ધર્મની શિરમોર સમી વિશેષતા આત્યંતિક દેહદમન
ને ભોગવિલાસ બંનેને છોડી વચલો માર્ગ સ્વીકારી – ધ્યાનમાર્ગ, સમાધિમાર્ગ
જ ચિત્તશાંતિનો ઉપાય છે તેમ દર્શાવ્યું.
મૈત્રી અને કરુણાની આ ધર્મમાં વ્યાપકતા છે તેથી દબાયેલી, કચડાયેલી, પીડિત જનતાને બૌદ્ધ ધર્મ પ્રિય થઈ પડ્યો.
બુદ્ધિવાદ, સમાનતા, વિચાર સ્વાતંત્ર્ય, સદાચારની મહત્તા, સમાધિની પ્રતિષ્ઠા, મૈત્રી-કરુણાની વ્યાપકતા, બૌદ્ધ ધર્મની વિશેષતાનાં શુભ લક્ષણો
છે.
આજના અશાંત વિશ્વને શાંતિ, કરુણા અને માંગલ્યનો, મૈત્રી અને પ્રેમનો અમર સંદેશ બૌદ્ધ ધર્મમાંથી મળતો રહે અને વિશ્વ શાંતિનો મંગલનાદ સંભળાય એવી શુભ ભાવના.
સર્વધર્મ દર્શન
૫૫
૫૬
સર્વધર્મ પ્રાર્થના (સવારે)
(રાગ : શિખરિણી)
અહિંસાની મૂર્તિ, પ્રશમ રસ સિંધુ અધિપતિ, અમીની ધારાઓ, રગ રગ ઝમે પ્રેમ ઝરણી, તપસ્વી તેજસ્વી, પરમ પદ પામી જગતને, તમે પ્રેર્યું વંદું, પર પ્રભુ મહાવીર તમને
ચતુર્યામી માર્ચે, પ્રગતિ કરી નિર્વાણ પથને, બતાવ્યો વંદું છું જગપ્રિય સ્વયંબુદ્ધ તમને; કરી ધર્મક્રાંતિ સભર જગને જાગૃત કરે, બની વિશ્વપ્રેમી, નમન કરું એવા પુરુષને...
સુસત્યો વેદોનાં, શ્રુતિ સ્મૃતિ, પુરાણોપનિશદે, રહેલાં સન્માનું, હૃદયથી વળી દર્શન છએ; ગીતામાતા ગોઠે, સૂઈ જઈ પીઉં તત્ત્વ દૂધને, પચાવીને રાખું, કરુણ રસ રામાયણ તુને
ક્ષમા સિંધુ પ્યારા, ઈશુ ઉર તને વંદન કરું, દુલારા નેકીના, રહમ દિલ મોહમ્મદ સ્મરું; અશો દૈવી તારી, પુનિત જરથ્રુસ્ત પ્રતિકૃતિ, નિહાળી હૈયામાં, વિમલ રસ ઊર્મિ રમી જતી...
સર્વધર્મ દર્શન
-
૧.
3.
મુનિ શ્રી સંતબાલજી