Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 39
________________ પાછળથી ‘સત શ્રી અકાલ'માં રૂપાંતર થયું. એમણે કહ્યું, ‘વાહિગુરુ - (વિસ્મયકારી પરમાત્મા)એ નામ કંઈ જીભથી જ રટવાનું નથી પરંતુ ભક્તિથી ભરપૂર હૃદયમાં સ્થાપીને અકાર્ય કરતાં ડરવાનું છે. ગુરુનાનકે દેશ-વિદેશની અનેક યાત્રાઓ કરી છે. ત્રીસ વર્ષ સુધી પરિભ્રમણ કર્યું. પૂર્વમાં આસામ, દક્ષિણમાં લંકા, ઉત્તરમાં તિબેટ, પશ્ચિમમાં, દ્વારકા અને મક્કા-મદીના, બગદાદ વગેરે. લોકોને વહેમમાંથી મુક્ત થઈ એક સત્ય અકાલ, પુરુષ પરમાત્માની ભક્તિ અને આરાધના કરવાની પ્રેરણા આપી. લોકકલ્યાણાર્થે એમના જેટલો પ્રવાસ ભાગ્યે જ એ જમાનાના અન્ય કોઈ સંતે કર્યો હશે, એમણે ભક્તિ, નમ્રતા, પુરુષાર્થ, માનવપ્રેમ, સેવા, ત્યાગનો સંદેશ પ્રસરાવ્યો. તેથી કહેવાયું, ‘ગુરુ નાનક શાહ ફકીર, હિન્દુ કા ગુર મુસલમાન કા પીર.” ઉપરાંત પંજાબમાં કહેવત ચાલી ‘નાનક બાબા સભ દા સાંઝા.’ - બાબા નાનક સૌના સખા. જીવનનાં છેલ્લાં પંદરેક વર્ષ એમણે કરતારપુરમાં પસાર કર્યા. સને ૧૫૩૯માં ગુરુનાનકે મહાપ્રયાણ કર્યું. શીખ ધર્મની સ્થાપનાના બીજ ગુરુ નાનકે વાવ્યાં અને શીખો માટે ધર્મનો આદર્શ નક્કી કરી આપ્યો. ‘સિકુખ’ શબ્દ સંસ્કૃત ‘ શિષ્ય' ઉપરથી ઊતરી આવેલો છે, પણ કેટલાક શીખ વિદ્વાનો અને પાલિ ‘સિખ” (પસંદ કરેલા) ઉપરથી ઉતરી આવેલો માને છે. શીખ વિદ્વાનોને મતે - સિખ એટલે ઈશ્વરે પસંદ કરેલો – ચૂંટેલો એટલે કે ભગવાનનો પોતાનો નિર્મળ. ગુરુ નાનકે એવાં પ્રાણદાયી બીજ રોપ્યાં કે જેમાં મનુષ્યનું મનુષ્યત્વ પૂર્ણ થઈને સોળ કળાએ ખીલી ઊઠે. મનુષ્ય માત્ર પોતાનો જ મોક્ષ સાધીને અટકે નહીં, પણ બીજાઓના ઐહિક અને પારલૌકિક સુખ અને મોક્ષ માટે, નિર્ભયપણે, વૈરરહિત થઈને નમ્રતાથી પ્રાણ સમર્પણ કરે. અન્યાય, કૂડ, કપટ અને અસત્ય સામે નિર્ભયપણે ઝૂઝે. દશમાં ગુરુ ગોવિંદસિંહે આપેલ “ખાલસા'નો અર્થ પણ પવિત્ર, શુદ્ધ, નિર્ભેળ થાય છે. ગુરુ ખાલસાનું વર્ણન કરતાં દર્શાવે છે : ‘જે સત્યની જયોતિને સદૈવ પ્રજવલિત રાખે, એક ઈશ્વર સિવાય બીજા કોઈને પૂજે નહીં, એ એકમાં જ જેને પૂર્ણ પ્રેમ અને વિશ્વાસ છે, જે ભૂલમાં પણ ઉપવાસ, કબર, મઢી, મઠને માનતો નથી, ઈશ્વર ઉપરના નિષ્કપટ પ્રેમમાં જ તીર્થ, દાન, દયા, તપ અને સંયમ સમાહિત છે, એવી જેને ખાતરી છે, જેના હૃદયમાં પૂર્ણ જ્યોતિનો પ્રકાશ છે, એવી પવિત્ર વ્યક્તિ તે ‘ખાલસા' છે. શીખ ધર્મમાં ગુરુનું મહત્ત્વ સર્વાધિક છે, તેથી તો એ ‘ગુરુત્તમ’ કહેવાય છે. શીખ ધર્મ શિષ્યોનો એક એવો સમૂહ છે કે જે આજીવન કંઈ ને કંઈ શીખ્યા કરે છે. ગુરુનો મહિમા વર્ણવતાં આદિ ગુરુ નાનક કહે છે, “મારા ગુરુ ઉપર હું તો દિવસમાં એકસો વાર બલિહારી જાઉં છું જે ગુરુએ મનુષ્યોમાંથી દેવતા બનાવ્યા.' માનવજીવનને સાર્થક કરવા અને અહંકાર વગેરે દુર્ગુણોથી મુક્ત થવા માટેનો ઉપાય સુલભ છે. આ ઉપાય એટલે ગુરુના ઉપદેશ અનુસાર આચરણ, નામજપ, નમ્રતા, સાધુસંગ, સદ્ગુરુ અને પરમાત્માની કૃપા. આ રીતે ભારતભરના અન્ય ધર્મોની જેમ શીખ ધર્મમાં પણ ઘણી સમાનતા મળી આવે છે. સૌ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ - નામજપ અને નિર્મળ કર્મ સર્વ ક્રિયાઓમાં શ્રેષ્ઠ ક્રિયા - સત્સંગથી દુર્મતિરૂપી મળને દૂર કરવો. સર્વ ઉદ્યમોમાં શ્રેષ્ઠ ઉદ્યમ - ચિત્તમાં નિરંતર હરિનામનો જપ. સકળ વાણીમાં અમૃત જેવી વાણી - હરિયશ ગાવો અને સાંભળવો. સઘળાં સ્થાનોમાં ઉત્તમ સ્થાન - જે ઘરમાં હરિનું નામ સ્થિર થઈને વસે છે. ગુરુ ગ્રંથસાહેબ : શીખ ધર્મનો આ મહાપવિત્ર ગ્રંથ અનેક દૃષ્ટિએ અનોખો છે, બધાં મળીને ૧૫૩૦ પૃષ્ઠોમાં ગ્રંથસાહેબનું સંકલન થયું છે - જાણે કે ભારતના સંતોનો ભવ્ય “સેમિનાર'. આ ભવ્ય ગ્રંથ કેવળ વાંચવા માટે નથી. જીવનમાં ઉતારવા માટે છે, જગતના કોઈ પણ ધર્મસ્થાપક ગુરુઓનાં લખાણ આટલાં અધિકૃત રીતે સચવાઈને ગ્રંથસ્થ થયેલાં મળતા નથી. શીખ ગુરુઓની વાણી, સ્વયં તેમણે ઉચ્ચારેલી તે જ રૂપમાં આપણને મળે છે. આ ગ્રંથનું સંકલન પાંચમા ગુરુ અર્જુનદેવે કર્યું હતું. એમણે ત્રીજા ગુરુ અમરદાસના પુત્ર મોહન પાસેથી પૂર્વગુરુઓની રચનાઓ મેળવી. તે પછી હિન્દુસ્તાનના હિંદુ-મુસ્લિમ સર્વ સંતોને આમંત્ર્યા, સભા ભરી. એમની પાસેથી સર્વ સંપ્રદાયોની વાણીઓ મેળવી, સર્વધર્મ દર્શન ૬૦ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101