________________
પ્રકારનું છે. એટલે કોઈ એક જીવ અને તેનાથી જુદા બીજા જીવમાં રહેલ આત્મતત્ત્વ એકસરખું છે, પરંતુ દરેક જીવની કર્માનુસાર યોનિ અને સુખ-દુ:ખાદિરૂપ વેદનમાં ભિન્નતા છે. આમ નિશ્ચયદષ્ટિએ અને ગુણોની અપેક્ષાએ આત્મતત્ત્વ એક જ સ્વભાવનું છે પરંતુ વ્યવહારષ્ટિએ અને કર્મરૂપ ગુણો ઉપરના આવરણોની અપેક્ષાએ જીવોમાં અનેકતા રહેલી છે અથવા જીવો અનેક હોવાથી તેમાં રહેલ આત્મતત્ત્વો પણ અનેક અને સ્વતંત્ર છે. (અને $ જિરિ ) કાર સતનામ:
હવે મૂળમંત્ર તથા તેનો ભાવાર્થ જોઈએ : મૂળ મંત્ર :
एक ओं अकार सति नामु करता पुरखु, निरभउ निरवैरु अकाल मूरती अजूनी
सैभ गुरु प्रसादि - आदि ग्रंथ ગુજરાતીમાં શબ્દાર્થ : ૧ (એક) ૐકાર સનામ કર્તા-પુરુષ, નિર્ભય, નિર્વેર અકાલ મૂર્ત, અયોની,
સ્વયંભૂ, ગુર - પ્રસાદ : - આદિ ગ્રંથ. સદ્ગુરુ શ્રી નાનકદેવજીએ ભક્તજનોના આત્મ-કલ્યાણ અર્થે ગુરુપ્રસાદરૂપ શીખ આપતાં ઉપરનો મંત્ર સંસ્થાપિત કર્યો છે. આ મૂળમંત્રમાં આત્મતત્ત્વ અને શરીરનો તાત્ત્વિક ભેદ અલૌકિક વાણી-વ્યવહારથી પ્રકાશિત થયો છે. પ્રત્યેક ચૈતન્યમય જીવમાં રહેલું શાશ્વત તત્ત્વ સમસ્ત શરીરમાં આત્મ-પ્રદેશોથી વ્યાપ્ત થયેલું છે, પરંતુ આત્મ-તત્ત્વ અને શરીરમાં સદૈવ ભિન્નતા કે ભેદ રહેલો છે. આમ છતાંય બન્નેમાં અનાદિ કાળથી ચાલ્યો આવતો અન્યોન્ય સંબંધ ચૈતન્યમય જીવમાં રહેલો છે. આવો સંબંધ જીવના કર્તાપણાથી છે, જેનાથી જીવ અનેક જન્મોમાં કર્મો સુખ-દુ:ખરૂપે ભોગવે છે. બીજી રીતે જોઈએ તો “હું અને મારાપણા'ની વિભાવક વૃત્તિ અને પ્રવૃત્તિથી જીવ કર્મબંધનું સર્જન કરે છે અને યથાસમયે તેનું વિસર્જન યોગ્ય માત્રામાં થાય છે ત્યારે તે સુખ કે દુઃખ ભોગવે છે. મૂળમંત્રમાં આત્મા અને શરીરની ભિન્નતા ઉપરાંત બન્નેના ગુણોનું વર્ણન કરી પરમાત્માનું ગુણકરણ કરેલું જણાય છે. હવે મૂળમંત્રના શબ્દોનો ભાવાર્થ જો ઈએ. એક (૧)
પ્રત્યેક ચૈતન્યમય જીવના શરીરમાં જે શાશ્વત અને અરૂપી કે નિરાકાર આત્મતત્ત્વ રહેલું છે, તે તેના સઘળા ગુણો સહિત એક જ
દરઅસલપણે શરીરમાં રહેલ આત્મતત્ત્વ અનામી, અરૂપી, અવિનાશી, અવ્યય, અજન્મ, અમર, વચનાતીત, ઇત્યાદિ સ્વરૂપે અતીન્દ્રિય છે. આમ છતાંય વ્યવહારમાં તેને સહેલાઈથી સમજી અને ઓળખી શકાય તે હેતુથી કોઈ પણ નામથી આત્મતત્ત્વને સંબોધવામાં આવે છે, સદ્ગુરુ નાનકદેવજીએ આત્મતત્ત્વને ‘ૐકાર સંતુનામથી ઓળખ આપી છે. ‘ૐકાર' શબ્દમાં આત્મતત્ત્વનો ધ્વનિ કે રણકાર છે, જે સાંભળતાં જ ભક્તજનને પોતાના મૂળ સ્વરૂપનું સ્મરણ થાય છે અથવા
ૐકાર’ શબ્દનો ગુંજારવ થતાં જ ભક્તજનનને પોતાનું શાશ્વત સ્વરૂપ તથા તેના ગુણોનું ‘ભગવત-સ્મરણ’ થાય છે, કર્તાપુરુષ:
અહીં ‘પુરુષ એટલે શાશ્વત આત્મતત્ત્વ સમજવાનું છે. આત્મામાં જ કર્તા અને ભોક્તાપણાનો ગુણ કે શક્તિ છે, જે શરીરાદિ અજીવ કે જડમાં નથી. નિશ્ચય દૃષ્ટિએ અત્યંત શુદ્ધદશામાં જીવ નિજગુણોનો કર્તા છે અને તેના પરિણમનમાં સહજાનંદ કે અવ્યાબાધ સુખનો ભોક્તા છે, લોકભાષામાં આવા સપુરુષને સચ્ચિદાનંદમય પણ કહેવામાં આવે છે. પરંતુ રાગદ્વેષ અને અજ્ઞાનવશ જીવને દેહમાં જ આત્મબુદ્ધિ હોવાથી તે કર્મબંધ અને કર્મફળની પરંપરા વિવિધ યોનિઓમાં ભોગવે છે. આ હેતુથી નાનકદેવજીની ભક્તજનોને શીખ છે કે જન્મ-મરણની પરંપરા ટાળવા માટે નિજગુણોની ભજના હિતાવહ છે.
સર્વધર્મ દર્શન
સર્વધર્મ દર્શન