________________
થયો - નિયમો પણ ઘડી આપ્યા. પ્રજ્યાના નિયમો, પરિવાસ, બાલદીક્ષા, વર્ષાવાસના નિયમો, રોજિંદો આચારધર્મ, દોષમુક્તિ, સ્ત્રી પ્રવ્રજ્યા વગેરેના નિયમો નોંધપાત્ર છે, સંઘવ્યવસ્થા જળવાઈ રહે અને સંધનો પ્રભાવ જનતા ઉપર પડે એ આશયથી વ્યવહારના યોગ્ય નિયમો ઘડવામાં આવ્યા હતા તેમાં શિક્ષા અને પ્રાયશ્ચિતને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે, તેથી ભિક્ષુસંસ્થા અને સંઘ સુર્દઢ થયો. બૌદ્ધ ધર્મના સંપ્રદાયોઃ
બુદ્ધનો ઉપદેશ બુદ્ધના નિર્વાણ પછી લગભગ બે સદી પછી ગ્રંથસ્થ થયો અને તેમાં ઘણી વિસંગતિઓ પણ પ્રવેશી છે, વિવિધ મતભેદના નિવારણ માટે બૌદ્ધ સંઘની સભાઓ પણ બોલાવવામાં આવી હતી. ઈ.સ. પૂ. ૨૫૦માં પાટલીપુત્ર મુકામે સમ્રાટ અશોકે ત્રીજી સભા બોલાવી હતી. એ વખતે ૧૮ જેટલા બૌદ્ધ સંપ્રદાયો અસ્તિત્વ ધરાવતા હતા. આ વિભિન્ન સંપ્રદાયો પૈકી બે મુખ્ય સંપ્રદાયો છે. (૧) હીનયાન (૨) મહાયાન.
હીનયાન : ‘યાન'એટલે માર્ગ અથવા સાધન અથવા વાહન. મૂળ પાલિ ભાષામાં ત્રિપિટકમાં જે ધર્મનો માર્ગ બતાવ્યો છે તે હીન યાને ‘નાનું થાન” કહેવાય છે. આ સંપ્રદાયના બૌદ્ધો ‘ત્રિપિટક સિવાયના ગ્રંથોને માન્ય રાખતા નથી, આ પંથમાં બુદ્ધને મહામાનવ ગણવામાં આવે છે, પરંતુ તેમને ઈશ્વર ગણીને પૂજવામાં આવતા નથી. બુદ્ધના અવશેષો પર સ્તૂપો રચીને તેની પૂજા થાય છે. નિર્વાણપ્રાપ્તિ માટે વ્યક્તિએ પોતે જ પ્રયત્ન કરવાનો છે એવું હીનયાનીઓ માને છે, આ સંપ્રદાયમાં સ્વ-પ્રયત્ન અને કડક નિયમપાલન પર ભાર મૂકવામાં આવે છે. તેઓ સ્વાવલંબન પર - (આત્મદીપોભવ) - વિશેષ ભાર મૂકે છે. અહંતપદને તેઓ ચરમ લક્ષ્ય માને છે. સ્વાર્થસાધના - વૈયક્તિક મુક્તિ પર જોર છે. અનીશ્વરવાદી આ સંપ્રદાય પ્રાચીન બૌદ્ધ પરંપરાને ચુસ્તપણે વળગી રહેવામાં માનતો હોઈ રૂઢિવાદી છે. આદર્શની શુદ્ધતા સાથે સંબંધ ધરાવે છે, મઠ અને વિહારના આશ્રમજીવન પર વધુ ભાર મૂકે છે. મુખ્યત્વે સિલોન, બ્રહ્મદેશ અને સિયામમાં આ પંથના અનુયાયીઓ મળે છે. હીનયાન સમાધિમાર્ગ છે.
મહાયાન : મહાયાન એટલે મોટું સાધન. જે બૌદ્ધ ધર્મનો આદર્શ બોધિસત્ત્વ છે તે મહાયાન છે, મહાયાનનું ધ્યેય સર્વમુક્તિ છે. મહાયાન
સર્વાર્થસાધનામાં રસ ધરાવે છે. સર્વોદય છે. બુદ્ધિજીવન માયિક છે. આ સંપ્રદાયમાં બુદ્ધ લોકોત્તર છે. ભક્તિનું સ્થાન મહત્ત્વનું છે. મહાયાની સાધનામાં પારમિતાઓનું પ્રાધાન્ય છે. દાન આદિ ગુણોની પૂર્ણતા માટેની સાધના મુખ્ય છે. એકાંતવાસ આ પંથ સ્વીકારતો નથી. કલ્યાણ અને મુક્તિ માટે બુદ્ધની પ્રાર્થના, મહાયાનીઓ કરે છે, બુદ્ધ તેમને નિર્વાણ પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થતા હોઈ વ્યક્તિએ બહુ પ્રયત્ન કરવાની જરૂર નથી એવું માને છે. સ્વાવલંબન કરતાં બુદ્ધના અનુગ્રહ પર વધુ ભાર મૂકે છે. આત્માને સત્ય માને છે. બુદ્ધને ઉપાસ્ય માને છે. ઉદાર આદર્શ ધરાવે છે, પ્રગતિશીલ છે. સ્વસ્થ ઉદાર મતવાદી વલણ ધરાવનાર આ સંપ્રદાયના અનુયાયીઓ મુખ્યત્વે નેપાળ, તિબેટ, ચીન અને જાપાનમાં મળી આવે છે.
વર્તમાનમાં બૌદ્ધદર્શનની ચાર શાખાઓ મળી આવે છે :
(૧) વૈભાષિક (૨) સૌત્રાન્તિક - હીનયાન શાખામાંથી (૩) વિજ્ઞાનવાદી (૪) માધ્યમિક - એ બે મહાયાન શાખામાંથી ઊતરી આવેલ છે.
બૌદ્ધતીર્થો તથાગત બુદ્ધના જીવન સાથે સંકળાયેલ મહત્ત્વનાં સ્થળો બૌદ્ધ ધર્મના દરેક અનુયાયીએ આ પવિત્ર-યાત્રાધામોની પોતાના આયુષ્યકાળ દરમિયાન એક વાર તો અવશ્ય યાત્રા કરવી જોઈએ. આ યાત્રાસ્થાનોની સંખ્યા કુલ ૮ (આઠ) છે. (૧) લુમ્બિની (૨) સારનાથ (૩) બોધગયા (૪) કુશીનારા (કુશીનગર) (૫) રાજગિર (૬) નાલંદા (૭) શ્રીવસ્તી (૮) વૈિશાલી.
આ આઠ સ્થાનો ઉપરાંત, ઐતિહાસિક, કલાત્મક, આધ્યાત્મિક દૃષ્ટિએ જોવાલાયક સ્થળોમાં ભોપાલ પાસેનો સાંચીનો સ્તૂપ, ઔરંગાબાદ પાસેની અજંટા અને ઇલોરાની ગુફાઓ, લોનાવાલા પાસેની કાન્હેરી અને કાર્લાની ગુફાઓ અને મુંબઈ નજીક દરિયાકિનારે આવેલ એલિફન્ટાની ગુફાઓ મુખ્ય છે. વિદેશમાં અનેક પેગોડા - બુદ્ધમંદિરો જોવાલાયક છે.
તહેવારોઃ વૈશાખી પૂર્ણિમા ભગવાન બુદ્ધની ત્રિવિધ જયંતીનો પાવન દિવસ છે – જન્મજયંતી, બોધિજયંતી, પરિનિર્વાણ જયંતી, જયંતી એટલે વિજય, વિજય બોધિનો છે, બોધિ જયંતીમાં જ જન્મજયંતી અને પરિનિર્વાણ જયંતીનું મૂળ સમાયેલું છે. એ વિજયે જ જન્મ-મૃત્યુની જયંતીઓને સાર્થક
સર્વધર્મ દર્શન
૫૨
સર્વધર્મ દર્શન