________________
આર્ય અષ્ટાંગિક માર્ગ: મધ્યમ પ્રતિપદ
ગૌતમ બુદ્ધને મતે આત્મનિયમનનો જે માર્ગ માણસને ઇચ્છિત ધ્યેય સુધી પહોંચાડે છે તે અષ્ટવિધ છે. દુ:ખનો સમૂળ નાશ કરનારો સચોટ અને યોગ્ય માર્ગ છે. આ માર્ગ જ માણસને બોધિ અને નિર્વાણ ભણી લઈ જનાર છે. આ કલ્યાણનો માર્ગ છે, અમૃતનો માર્ગ છે.
કામભોગ અને વિકાસનો માર્ગ ગ્રામ્ય, અશિષ્ટ અને હીન છે. ઘોર તપ અને કાયક્લેશનો માર્ગ દુ:ખમય અને ક્લેશકર છે, તે બેની વચ્ચેનો તથાગત બુદ્ધે ઉપદેશ આપ્યો છે. આ આર્ય અષ્ટાંગ માર્ગ – મધ્યમમાર્ગ છે.
(૧) સમ્યક્ દષ્ટિ (૨) સમ્યક સંકલ્પ (૩) સમ્યક વાણી (૪) સમ્યકુ કર્મ (૫) સમ્યફ આજીવ (6) સમ્યફ વ્યાયામ (૭) સમ્યફ સ્મૃતિ (૮) સમ્યફ સમાધિ. આ આઠમાંથી પ્રથમ બે = પ્રજ્ઞા. ૩, ૪, ૫. = શીલ, ૬, ૭, ૮ = સમાધિ. શ્રીવસ્તીમાં ઉગ્રરાજાને ઉદ્દેશી બુદ્ધે કહ્યું, ‘શ્રદ્ધા, શીલ, સમાધિ, લજજા, શ્રત, ત્યાગ અને પ્રજ્ઞા જ ખરું ધન છે, તે અગ્નિ કે જળથી નાશ પામતું નથી. તેને રાજા હરી શકતો નથી, ચોર ચોરી શકતો નથી કે સગાંવહાલાં એ પડાવી શકતાં નથી.” - આ રીતે શીલ બૌદ્ધ ધર્મનો પાયો છે. સર્વ કુકર્મોથી વિરક્તિ જ શીલ છે. સારા ભાવમાં ચિત્તને એકાગ્ર કરવું એ સમાધિ છે. સમાધિ બૌદ્ધ ધર્મનો મધ્ય છે. પ્રજ્ઞામાં બૌદ્ધ ધર્મનું પર્યવસાય છે. પ્રજ્ઞા ઇષ્ટ-અનિષ્ટમાં સમભાવ પેદા કરે છે. રતિ-અરતિ, જય-પરાજય, રાગદ્વેષ, પાપ-પુણ્ય વગેરે કંકોથી પ્રજ્ઞાવાન પર થઈ જાય છે. પ્રજ્ઞાવાન ધર્મથી પણ પર થાય છે, ધર્મ તરાપા જેવા છે. તે ભવસાગર તરી જવા માટે છે, તરી ગયા પછી કાંધે ઉપાડી ફરવા માટે નથી. આ ત્રણને શિક્ષાત્રય કહેવામાં આવે છે. શીલશિક્ષા, સમાધિશિક્ષા અને પ્રજ્ઞાશિક્ષા વિશુદ્ધિનો માર્ગ છે. આ ત્રિશિક્ષા તૃષ્ણાયનો ઉપાય છે. આ ઉપરાંત, ભિક્ષુનાં દશ શીલ ગણાવ્યાં છે. ભિક્ષુએ દશ પાપકર્મો કરતાં અટકવાનું છે.
દશ શીલઃ ભિક્ષુએ દશ પાપકર્મો કરતાં અટકવાનું છે. દશ વિરતિઓ આ પ્રમાણે છે : (૧) હિંસા ન કરવી (૨) અસત્ય ન બોલવું (૩) ચોરી ન કરવી (૪) વ્યભિચાર ન કરવો (૫) માદક પદાર્થોનું સેવન ન કરવું (દ) કવેળા ભોજન ન કરવું (૭) માલા-અત્તરનો ઉપયોગ ન કરવો (૮) નાચગાન
સર્વધર્મ દર્શન
દેખવાં - સાંભળવાં નહીં, (૯) સુવર્ણ-જતનો સ્વીકાર ન કરવો (૧૦) કીમતી શયા-આસનનો ઉપયોગ ન કરવો.
આ શીલો કેવળ નિષેધાત્મક નથી પરંતુ વિધેયાત્મક પણ છે. અહિંસાનો અર્થ હિંસા ન કરવી એટલો જ નથી પણ કરુણા, મૈત્રી, મુદિતા અને ઉપેક્ષાની ભાવનાનો વિકાસ કરી તેને અનુરૂપ આચરણ કરવું તે પણ છે.
ચાર બ્રહ્મવિહાર : સમાધિમાં કુલ ચાલીસ સાધનો ગણાવતાં આ ચાર બ્રહ્મવિહારની ચર્ચા પણ મળે છે. મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા આ ચાર ભાવનાઓ જ ચાર બ્રહ્મવિહાર છે. આ ચાર ચિત્તની સર્વોત્કૃષ્ટ અને દિવ્ય અવસ્થાઓ છે. આ ચાર ભાવના ચિત્તવિશુદ્ધિના ઉત્તમ ઉપાય છે. જીવો પ્રત્યે કેવો વ્યવહાર કરવો જોઈએ એ પણ આ ચાર બ્રહ્મવિહાર દર્શાવે છે. જે ચાર બ્રહ્મવિહારની ભાવના કરે છે તે બધા જીવોના હિત-સુખની કામના કરે છે, બીજાનાં દુ:ખોને દૂર કરવા પ્રયત્ન કરે છે. પોતાનાથી ચડિયાતી વ્યક્તિને જોઈ પ્રસન્ન થાય છે અને બધા જીવો પ્રત્યે સમભાવ રાખે છે. પરહિતના સાધક આ ચાર બ્રહ્મવિહારી છે. તેઓ એક તરફ સાધકને આધ્યાત્મિક વિકાસ તરફ દોરી જાય છે તો બીજી તરફ સામાજિક હિતસુખ પણ સાધી આપે છે. વ્યક્તિના કલ્યાણની સાથે સાથે સમાજના કલ્યાણના પોષક આ બહ્મવિહારો છે.
બૌદ્ધ ભિક્ષુઓઃ ભગવાન બુદ્ધના શાસનમાં ગુરુનું રૂપ કલ્યાણમિત્રનું છે. એનું મુખ્ય કાર્ય છે - પથપ્રદર્શન. શાક્ય મુનિના શિષ્યોએ પોતાના બળે જ ચાલવાનું છે અને પોતાના બળ ઉપર જ નિર્ભર રહેવાનું છે. તેથી એમને આત્મદીપ ધર્મ જ એમની સહાયક અને નિયામક છે. તેથી જ ધર્મને યાન અથવા માર્ગ કહ્યો છે. ધર્મ જ બુદ્ધની વાસ્તવિક કાયા છે. ધર્મને દેખવો એ બુદ્ધને દેખવા બરાબર છે. તેથી જ બુદ્ધે પોતાની પછી સંઘનું નેતૃત્વ કોઈ વ્યક્તિને ન સોંપ્યું. પણ સંઘમાં “ધર્મરાજય’ – ‘ગણરાજય’ સ્થાપ્યું. ભિક્ષુસંધમાં વર્ણભેદનિરપેક્ષતા હતી. જાતિભેદની ઉપેક્ષા છે. જન્મને બદલે કર્મને આધાર તરીકે સ્થાપી તેમણે સુધારાવાદી વિચાર વ્યક્ત કર્યા છે, એકાંતવાસ અને સહવાસ બંનેનો સ્વીકાર, ભિક્ષુઓ માટે બુદ્ધ દર્શાવ્યો છે. વિહારનું નિર્માણ થવા લાગ્યું. વિહારદાન એ સર્વમાં શ્રેષ્ઠ દાન છે, કારણ કે તેને લીધે ભિક્ષુની સમાધિમાં અંતરાયો આવતા નથી. સંગઠિત આવાસિક જીવનનો વિકાસ
પ૦
સર્વધર્મ દર્શન