________________
આ ત્રિપિટક ઉપરાંત મહાવર્ત (મહાવર્ગા), સદ્ધર્મ પુંડરિક, લલિતવિસ્તર, મિલિન્દપન્હો, વિશુદ્ધ મગ, ધમ્મપદ, બુદ્ધચરિત વગેરે ગ્રંથો મળી આવે છે.
તથાગત બુદ્ધનો ઉપદેશ : બુદ્ધનો સમગ્ર ઉપદેશ તો મહાસાગર જેટલો વિસ્તૃત અને ગંભીર છે. અહીં તો તેમાંના કેટલાક મહત્ત્વનાં બિંદુઓ દર્શાવવાનો આશય છે.
જે કોઈ વ્યક્તિ ભલે ગમે તે કોઈ પણ જાતિ કે ધર્મની હોય, છ નિયમોનું પાલન કરતી હોય એને ઉપાસક ગણું છું. આ રહ્યા તે છ નિયમો (૧) ત્રિશરણ : ઉપાસકે બુદ્ધ, ધર્મ અને સંઘને શરણે જવું આવશ્યક
છે.
(૨) પંચશીલ : ઉપાસકે પાંચ શીલનું પાલન કરવું જોઈએ (૧) હિંસા ન કરવી (૨) ચોરી ન કરવી (૩) વ્યભિચાર ન કરવો (૪) અસત્ય ન બોલવું (૫) માદક પદાર્થોનું સેવન ન કરવું.
(૩) શ્રદ્ધા : ઉપાસકે બુદ્ધને તત્ત્વજ્ઞ, સર્વશ્રેષ્ઠ ગુરુ, પથદર્શક અને સમ્યક્ સંબુદ્ધ માની એમાં દૃઢ શ્રદ્ધા રાખવી જોઈએ.
(૪) દાન : ઉપાસકે કૃપણતા ત્યાગી ઉદારતાપૂર્વક ધર્મકાર્યોમાં ધન વાપરવું જોઈએ અને યાચકોને દાન દેવા માટે સદા તત્પર રહેવું જોઈએ.
(૫) પ્રજ્ઞા : ઉપાસકે પદાર્થોની ઉત્પત્તિ અને નાશને વિચારપૂર્વક સમજવા જોઈએ તેમજ દુઃખથી મુક્ત થવાના ઉપાયોને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ. એણે લોભ, દ્વેષ, આળસ વગેરેનો ત્યાગ કરવો જોઈએ.
(૬) શ્વેત : ઉપાસકે ધાર્મિક પ્રવચનોને ધ્યાનપૂર્વક સાંભળવા જોઈએ અને સાંભળ્યા પછી તેના પર મનન કરવું જોઈએ.
જે સાધક પોતાની સાધનામાં વધુ ઊંડો જવા માગતો હોય તેણે પાંચ શીલ ઉપરાંત ત્રણ શીલોનું પાલન કરવું જોઈએ. આ ત્રણ શીલ છે :
(૧) રાત્રે ભોજન ન કરવું
(૨) માળા અને સુગંધિત પદાર્થો અત્તર આદિનું સેવન ન કરવું (૩) ધરતી પર સાધારણ પથારી પાથરી સૂવું જોઈએ.
સર્વધર્મ દર્શન
૪૭
આ સિવાય, ઉપાસકે શસ્ત્રો, પ્રાણીઓ, માંસ, મદિરા અને વિષનો વેપાર ન કરવો જોઈએ. તેવો ખોટાં તોલમાપનો ઉપયોગ ન કરવો જોઈએ. લાંચરુશવત, કુટિલતા જેવી રીતોથી તેણે આજીવિકા પ્રાપ્ત ન કરવી જોઈએ.
ગૌતમ બુદ્ધનો સંદેશ ક્રાંતિકારી છે. એમણે જીવન ફિલસૂફી આપી છે, પણ વ્યવસ્થિત તત્ત્વજ્ઞાન આપવાનો પ્રયાસ કર્યો નથી. આ જગત અનંત છે કે સાન્ત છે, અનાદિ છે કે આદિ છે વગેરે ચર્ચામાં તેઓ ઊતરતા જ નહીં, કશો જવાબ આપતા નહીં.
ચાર આર્ય સત્યો : દેશ, કાળ કે જાતિના મર્યાદિત બંધનથી પર થઈ આધ્યાત્મિક સાધનો કરતો પુરુષ તે આર્ય અને તેને જે વફાદારીથી અનુસારે તે આર્યસત્ય (૧) દુઃખ છે (૨) દુઃખનું મૂળ છે (૩) દુઃખનો નિરોધ શક્ય છે (૪) દુ:ખનિરોધનો ઉપાય પણ છે.
ભિક્ષુએ આ ચાર આર્ય સત્યોનું મનન- ધ્યાન કરવું જોઈએ. પ્રત્યેક
આર્યસત્યની વિગત.
(૧) દુ:ખ છે. જગતના પદાર્થો અનિત્ય છે, દુઃખમય છે. વિષયોને ભોગવતી વખતે લાગતું સુખ પરિણામે દુઃખ જ છે, જન્મ, જરા, અને મૃત્યુ, પ્રિયનો વિયોગ, અપ્રિયનો સંયોગ દુ:ખ છે. ધનના ઉપાર્જનમાં, રક્ષણમાં અને વ્યયમાં પણ દુઃખ છે. લોકો દુઃખ દાવાનળમાં બળી રહ્યા છે, સંસારમાં સુખ છે જ નહીં. આવાગમનનું ચક્ર સતત ફરતું રહે છે, તેમાંથી છૂટવાની પ્રવૃત્તિ કરવી જોઈએ.
(૨) દુઃખનું મૂળ છે. દુઃખનું મૂળ કે કારણ તૃષ્ણા છે. તૃષ્ણા જ સંસાર દાવાનળમાં પ્રાણીઓને હોમે છે. તૃષ્ણા જ દુઃખરૂપ વિષયભોગ તરફ પ્રાણીઓને વાળે છે. વિષયભોગથી તૃષ્ણા વધે છે. તૃષ્ણાથી ચિત્ત વ્યગ્ર રહે છે. તૃષ્ણા જ ખરું બંધન છે.
(૩) દુઃખનો નિરોધ શચ છે. તૃષ્ણાના ક્ષયથી જ દુઃખનો નાશ સંભવે છે. તૃષ્ણાનો નાશ થતાં જ ચિત્તની વ્યગ્રતા દૂર થાય છે.
(૪) દુઃખના નિરોધનો ઉપાય છે. દુઃખને દૂર કરવું હોય તો તૃષ્ણાનો નાશ કરવો જોઈએ. તૃષ્ણાનો નાશ કરવા માટે ‘આર્ય અષ્ટાંગિક માર્ગ’ અપનાવવો જોઈએ.
૪૮
સર્વધર્મ દર્શન