Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 30
________________ ગૌતમ બુદ્ધનું જીવન: બૌદ્ધ ધર્મ ભારતની ભૂમિમાં જન્મીને વિશ્વના અનેક દેશમાં પ્રચાર અને પ્રસાર પામી સ્થિર થયેલ બૌદ્ધ ધર્મ અનેક દૃષ્ટિએ અજોડ ધર્મ છે. આજથી આશરે ર૬૦૦ વર્ષ પહેલાં આ ધર્મનો ભારતમાં ઉદય થયો. ઈશુ પૂર્વે છઠ્ઠી શતાબ્દીની આ ધર્મ, ભારતવર્ષમાં નહીં પણ વિશ્વના અનેક દેશમાં આજે ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. એ સમયે વૈદિક ક્રિયાકાંડ વધી ગયા હતા. સ્વર્ગ મેળવવા માટે યજ્ઞ કરવામાં આવતા અને યજ્ઞમાં પશુઓને હોમતા. આધ્યાત્મિકતા દૃષ્ટિગોચર થતી ન હતી, માનવ માનવ વચ્ચે અસહ્ય ભેદભાવ હતા. માણસ જન્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર ગણાતો, શૂદ્ર વર્ગને સમાજમાં આદર ને હતો. તેને વેદ વાંચવાનો અધિકાર ન હતો. ધાર્મિક ક્રિયાઓમાં તેને સ્થાન ન હતું. સ્ત્રીઓની દશા પણ બહુ દયનીય હતી. આ પરિસ્થિતિમાં આધ્યાત્મિક નવચેતના અને વિચારક્રાંતિ ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધ લાવી દીધી. ‘બુદ્ધ એટલે બોધ પામેલા, જાગેલા, જ્ઞાની. આ સંસારમાં અજ્ઞાની જન સૌ સૂતેલા સમજવા, માત્ર જ્ઞાની જ જાગતા છે. માનવજાતિના આધ્યાત્મિક ઇતિહાસમાં જે મહાન વ્યક્તિઓ થઈ ગઈ તેમાંથી એક ગૌતમ બુદ્ધ છે. જગતના વિરલ પુરુષોમાં તેમની ગણના થાય છે. ઈ.સ. પૂર્વે પ૬૩માં નેપાળ-ભારતની સરહદે આવેલ લુમ્બિની નામના ગામમાં બુદ્ધનો વૈશાખી પૂર્ણિમાને દિવસે જન્મ થયો. બાળકના જન્મ પછી સાતમા દિવસે માયાદેવી માતાનું અવસાન થતાં પ્રજાપતિ ગૌતમીએ તેમનો ઉછેર કર્યો. ઋષિએ ભવિષ્ય ભાખ્યું હતું કે દીકરો મહાન થશે, જગતનો ઉદ્ધારક થશે. કિશોરાવસ્થાથી ગૌતમ સર્વ જીવો પ્રત્યે મૈત્રીની ભાવના કરતા અને વૃક્ષની શીતળ છાયામાં ધ્યાન ધરતા. મનમાં એક પણ કુવિચારને પ્રવેશવા દેતા નહીં. તેમનો યૌવનકાળ અમનચમનમાં પસાર થયો. તેઓ અત્યંત સુકુમાર હતા. તેમને રહેવા માટે, તેમના પિતાએ ત્રણ ઋતુઓમાં ત્રણ જુદા જુદા મહેલો બંધાવ્યા હતા. ચોમાસામાં મહેલ બહાર પગ પણ મૂકતા નહીં. એમનું લગ્ન યશોધરા સાથે થયું હતું અને તેઓને રાહુલ નામે એક પુત્ર હતો. પરંતુ ગૌતમના સુકુમાર ચિત્તને, સંસારના દુઃખો દુઃખી કરી દેતા હતા. માણસજાતને વેઠવાં પડતાં ઘડપણ, રોગ અને મૃત્યુના દુ:ખના વિચારો તેમને સતત પીડતા હતા. તૃષ્ણા અને અસંતોષથી ઝઘડતા લોકોને જોઈને તેમને સંસારમાં નિર્ભયસ્થાન દુર્લભ જણાયું. નિર્ભયસ્થાન અને દુઃખમુક્તિનો માર્ગ શોધવાની તેમને ઇચ્છા જાગી. સર્વ-સંગનો ત્યાગ કરીને ફરતા પરિવ્રાજકોના નિર્ભય અને આનંદિત ચહેરા જોઈ તેમને લાગતું હતું કે આ લોકો પાસે દુ:ખમુક્તિનો ઉપાય હોવો જોઈએ. વૈરાગ્યના પ્રસંગો – ખાસ કરીને નગરપ્રવાસ દરમિયાન તેમણે વૃદ્ધ, રોગી, શબ તથા પરિવ્રાજક જોયાં અને જાણ્યું કે આ બધી સ્થિતિ જીવમાત્રની છે. આ સ્થિતિમાંથી મુક્ત થવાનો ઉપાય શોધવો જોઈએ એવું તેમને લાગ્યું. દુઃખમુક્તિના ઉપાયની શોધ માટે તેમણે ગૃહત્યાગનો નિશ્ચય કર્યો. પિતા શુદ્ધોધન અને માતા મહાપ્રજાપતિ ગૌતમીને તેમણે પોતાનો નિર્ણય જણાવ્યો, પરંતુ ગૌતમ ૨૯ વર્ષની ભરયુવાનવયે ઘર છોડી ચાલી નીકળ્યા. પ્રવજયા લઈ તેઓ આલારકાલામના આશ્રમે ગયા. આલારકાલામે સર્વધર્મ દર્શન ૪૪ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101