Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 31
________________ તેમને ધ્યાનની સાત ભૂમિકાઓ શીખવી, રુદ્રકે તેમણે ધ્યાનની આઠમી ભૂમિકા શીખવી. પરંતુ હજી તેમણે સંપૂર્ણ દુઃખમુક્તિનો ઉપાય મળ્યો ન હતો. પરમ શાન્તિની એમની ઝંખના પૂર્ણ થઈ ન હતી. રાજગૃહી જઈને તેમને શ્રમણોની તપશ્ચર્યા નિહાળી. તપથી પરમશાંતિ મેળવવાનો તેમણે નિશ્ચય કર્યો. તપ કરવા માટે યોગ્ય સ્થાન શોધતાં શોધતાં તે ઉરવેલા પહોંચ્યા. તપ-ઉગ્ર તપ કર્યું પરંતુ શાંતિ ન મળી, તપથી ચિત્તના મળો દૂર ન થતાં ફરીથી તેઓ ધ્યાનમાર્ગે વળ્યા. કામ, દ્વેષ અને હિંસાનો નાશ કરવા અને નિષ્કામના, મૈત્રી અને અહિંસાનો વિકાસ કરવા ગૌતમે દૃઢ પ્રયત્નો કરવા માંડ્યા. નિર્ભયતા કેળવવાનો પણ પુરુષાર્થ આરંભ્યો. તેઓએ સતત જાગ્રત રહીને - ધ્યાન કરીને ચિત્તની બધી દુવ્રુત્તિઓ અને કુવાસનાઓનો નાશ કરવા માંડ્યો. – વૈશાખી પૂર્ણિમાને દિવસે આ યુદ્ધમાં તેઓનો વિજય થયો. ચિત્ત નિર્મળ થયું. ગૌતમને પરમજ્ઞાન થયું. (સંબોધિ). તે બુદ્ધ થયા. તેમને પરમશાંતિનો લાભ થયો. સંબોધિની પ્રાપ્તિ પછી ગૌતમને લાગ્યું કે એમણે શોધેલો માર્ગ લોકપ્રવાહથી ઊલટો જનારો છે, ગંભીર છે, સૂક્ષ્મ છે, તેને અજ્ઞાની અને કામાસક્ત લોકો સમજી શકે નહીં, તેનો ઉપદેશ લોકોને આપવો વ્યર્થ છે, તેથી તરત જ તેમનામાં કરુણા, મૈત્રી, મુદિતા અને ઉપેક્ષાની ભાવનાઓ જાગી. લોકોને દુઃખથી પીડાતા જોઈ કરુણા જાગી અને તેમણે દુઃખમુક્ત થવાનો માર્ગ દર્શાવવાનો સંકલ્પ કર્યો. પોતે શોધેલા દુઃખમુક્તિના માર્ગનો લોકકલ્યાણ માટે ઉપદેશ આપવાનો તેમણે નિશ્ચય કર્યો. ‘ધર્મચક્ર પ્રવર્તન’ શરૂ થયું. સંબોધિલાભ પછી ૮૦ વર્ષના આયુષ્ય સુધી બુદ્ધ કોશલ, મગધ અને એમનાં પડોશી ગણરાજ્યોમાં સદ્ધર્મનો પ્રચાર કરતા રહ્યા. સામાન્ય જનોથી આરંભી રાજા બિબિસાર તથા કોશલરાજ પ્રસેનજિત આદિ ઉપર બુદ્ધના, ઉપદેશનો મહાન પ્રભાવ પડ્યો. બુદ્ધ કેવળ ઊઁચ વર્ગના લોકોને ધર્મબોધ કરતા ન હતા. તેમણે અનેક હીનજાતિના લોકોને પણ ઉપદેશ કર્યો હતો. તેમનો ધર્મ બધા જ લોકોને માટે હતો. સદ્ધર્મ ગ્રહણ કરવાનો અને સંઘમાં પ્રવેશી સાધના કરવાનો સર્વધર્મ દર્શન ૪૫ સૌને સરખો અધિકાર છે એવું બુદ્ધ માનતા હતા. બુદ્ધ બુદ્ધિવાદી હતા. તેમણે લોકોને વ્યક્તિને શરણે નહીં પણ યુક્તિને અર્થાત્ બુદ્ધિને શરણે જવાનું કહ્યું છે. ૮૦ વર્ષે જીવનની અંતિમ ક્ષણે તેમણે ભિક્ષુઓને કહ્યું, ‘હે ભિક્ષુઓ ! ધર્મ જ તમારો ગુરુ, બીજો કોઈ ગુરુ નથી. બધી વસ્તુઓ નાશવંત છે. અપ્રમાદી બની દુઃખમુક્તિના ધ્યેય ભણી આગળ વધો. આ માર્મિક વચનો સાથે વૈશાખી પૂર્ણિમાએ એક મહાજ્યોતિ ક્ષર દેહ છોડી ગઈ. કરુણાસાગર બુદ્ધે માનવજાત ઉપર મહાન ઉપકાર કર્યો છે. ન ધર્મગ્રંથો – શાસ્ત્રો: ત્રિપિટક દિ સંબોધિની પ્રાપ્તિથી આરંભીને મૃત્યુપર્યંત બુદ્ધે આપેલા ઉપદેશનો સંગ્રહ ત્રિપિટક ગ્રંથોમાં છે. તેમના નિર્વાણ પછી લાંબા સમયે જે ગ્રંથો સંકલિત થયા તેમાંથી તેમના ઉપદેશ વિશે જાણવા મળે છે. પિટક એટલે પેટી; ટોપલી. નિયમોની ત્રણ ટોપલીઓ કે પેટી, અર્થાત્ ત્રિપિટક. આ ત્રિપિટકને ત્રિવિધ આગમ અથવા ‘ધાર્મિક લખાણોનું બાઇબલ' કહેવામાં આવે છે. (૧) વિનય પિટક (૨) સુત્ત (સૂત્ર) પિટક (૩) અભિધમ્મ (ધર્મ) પિટક, આ ત્રણેયની સંક્ષેપમાં વિગત નીચે મુજબ છે : (૧) વિનય પિટક : બૌદ્ધ સદાચારને લગતા નિયમો આમાં સંગ્રહાયેલા છે. બૌદ્ધ ભિક્ષુ સંઘના નિયમો, ઉપરાંત પ્રાયશ્ચિતનું સ્વરૂપ, નાનાં મોટાં પાપ નિવારના ઉપાયો તથા દોષોમાંથી છૂટવાના ઉપાયોનું નિરૂપણ મળી આવે છે. (૨) સુત્ત પિટક : બૌદ્ધ કથાઓ અને વાર્તાઓનો એમાં સમાવેશ થયો છે. બુદ્ધનાં પોતાનાં વચનોનો એમાં સંગ્રહ થયો છે એમ મનાય છે. બૌદ્ધ ધર્મ તથા તત્ત્વજ્ઞાનને લગતા સિદ્ધાંતો તેમાં મળી આવે છે. આ પિટકના પાંચ મુખ્ય વિભાગો છે. તત્કાલીન ભારતવર્ષની ધાર્મિક તથા સામાજિક પરિસ્થિતિનું આલેખન પણ આમાંથી મળી આવે છે. (૩) અભિધમ્મ પિટક : સાત પેટા વિભાગોમાં વિભક્ત આ ગ્રંથમાં બૌદ્ધ સિદ્ધાંતોનું પાંડિત્યપૂર્ણ, તાત્ત્વિક અને સૂક્ષ્મ-વિગતપ્રચુર વર્ણન મળી આવે છે. ** સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101