________________
સમ્યક્દર્શન, જ્ઞાન-ચરિત્ર પ્રાપ્ત કરવાનાં છે, આત્માની અનંત શક્તિ છે, તે તેણે પોતે જ વિકસાવવાની છે. પ્રત્યેક આત્મા પોતે જ પૂર્ણ વિકાસને પામે એટલે પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આત્મા એ જ પરમાત્મા છે. આત્મા પોતે જ કર્મનો કર્તા છે, ભોક્તા છે અને પોતે જ તેમાંથી મુક્તિ મેળવવાની છે, જૈનદર્શનમાં નિયતિવાદને સ્થાન નથી. વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ પર આ ધર્મ ખાસ ભાર મૂકે છે.
જૈન ધર્મ અહિંસા, અપરિગ્રહ, અનાસક્તિ, અનેકાંત પર વિશેષ ભાર મૂકે છે. અનેકાન્તવાદ જૈન ધર્મની વિશ્વધર્મને મહાન ભેટ છે. સત્યનિષ્ઠ વ્યક્તિમાં મતાગ્રહને સ્થાન નથી. સત્યને અગણિત પાસાં છે, જયારે મિતાગ્રહમાં માનસિક કે બૌદ્ધિક હિંસા અને જબરજસ્તી છે. અને કાંતમાં સહિષ્ણુતા અને સમભાવ છે, જગતના જીવમાત્ર પ્રત્યે સમભાવ કેળવવાની - એવી જીવનરીતિ યોજવાની જૈનધર્મ હિમાયત કરે છે. ત્યાગ, વૈરાગ્ય અને સંસાર પ્રત્યેની ઉદાસીનતાએ આ ધર્મને ગૌરવવંતુ સ્થાન આપ્યું છે. સમષ્ટિનું કલ્યાણ, લોકમાંગલ્ય અને વિશ્વમૈત્રીની ભાવના જૈન ધર્મમાં અભિપ્રેત છે.
જૈન ધર્મનો મંગલકારી પવિત્ર મંત્રઃ
નવકાર મહામંત્ર નમો અરિહંતાણ
નમો સિદ્ધાણે નમો આયરિયાણં નમો ઉવજઝાયાણં
નમો લોએ સવ્વસાહૂણે એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો
મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલમુ પંચ પરમેષ્ઠીને કરવામાં આવતા આ પાંચ નમસ્કારી સંપૂર્ણ સર્વ પાપોને નષ્ટ કરનારા છે અને તમામ મંગળ મંત્રોમાં પ્રથમ (શ્રેષ્ઠ) છે.
નવકાર મંત્રના પ્રથમ પદમાં પોતાની અંદરનાં કષાયોને હણી, કર્મની નિર્જરા કરી કેવળ સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરી માનવજાતને આત્મકલ્યાણનો માર્ગ બતાવી રહ્યાં છે, તે અરિહંત પ્રભુને, બીજા પદમાં તમામ કર્મોનો ક્ષય કરી
સર્વધર્મ દર્શન
પોતાના આત્માને મોક્ષ પદમાં સ્થિર કરેલ છે, એવા સિદ્ધ પરમાત્માને વંદન કરવાનો છે. ત્રીજા પદમાં પંચ મહાવ્રતનું ઉત્કૃષ્ટ આચરણ કરી અને અન્યને તેમ કરવાની પ્રેરણા આપનાર આચાર્ય ભગવંતને અને ચોથા પદમાં સિદ્ધાંતના પારગામી જ્ઞાનનો પ્રકાશ પાથરનાર ઉપાધ્યાયજીને નમસ્કાર કરવાનો છે. નવકારના પાંચમાં પદમાં સમગ્ર સૃષ્ટિને સાધુત્વને વરેલા તમામ આત્માઓને વંદન કરવાનો છે.
જૈન ધર્મ ભારતની પ્રાચીન દાર્શનિક પરંપરા છે. મંત્ર એક શક્તિ છે. એ વાતનો સાર્વત્રિક સ્વીકાર થયો છે. જેન ધર્મનો આદિ મહામંત્ર નવકાર સિદ્ધ મંત્ર છે. આ મંત્ર વૈશ્વિક, ગુણપૂજક અને બિનસાંપ્રદાયિક છે.
લોનાવલામાં, સ્વામી વિવેકાનંદ સ્થાપિત વેદાંતી આશ્રમ (ન્યુ વે) આવેલ છે. આ લખનારે આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમમાં અદ્યતન યંત્રો છે. જે મંત્રોની શક્તિનું માપ દર્શાવે છે. જે ટી.વી.ના પડદા સમાન પટેલ પર સાદૃશ્ય જોઈ શકાય છે, વીજાણુ યાંત્રિક સાધનો દ્વારા કેટલાક મંત્રોના મંત્રોચ્ચાર કરી તેનું પ્રત્યક્ષ માપ બતાવવામાં આવતાં નવકારમંત્રનું સર્વશ્રેષ્ઠપણું સિદ્ધ થયેલું જાણવા મળ્યું. આ આશ્રમમાં જૈન કુળ કે જૈન ધર્મ અંગીકાર કરેલ કોઈ સાધન ન હતા. જૈન કથાનકોમાં નવકાર મંત્રના પ્રભાવની જે વાતો આવે છે તે માત્ર દંતકથા કે ચમત્કાર નથી. તેમની પાછળ વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક તથ્યો અને સત્યો છે, શુભ અને શુદ્ધનું ચિંતન જીવનના શુભ પ્રવાહને શુદ્ધતા તરફ ગતિ આપશે. સતત શુભ ચિંતન અને વિધેયાત્મક વિચારધારા અનિષ્ટ અને અશુભનું નિવારણ કરે છે તેમ આધુનિક મનોવૈજ્ઞાનિકે સ્વીકાર્યું છે.
જૈન ધર્મના તીર્થકરો
અનંત કાળથી જૈન ધર્મના પુરસ્કર્તા તીર્થંકરો થયેલા. હાલ વર્તમાનમાં ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીરનું શાસન ચાલે છે. ભવિષ્યમાં પણ ૨૪ તીર્થકરોની શ્રેણી થતી રહેશે.
આ અવસર્પિણી કાળની તીર્થકર ચોવીશીના પ્રથમ તીર્થંકર આદિનાથકૃષભદેવ ભગવાન હતા. જેણે અસી-મસી અને કૃષિની કલા શીખવા, સ્વરક્ષણ માટે તલવાર-હથિયાર, લખવા માટે કલમ-ચાહી અને ભરણપોષણ માટે ખેતી શીખવી, પુત્રી, બાદ્રી અને સુંદરી દ્વારા વિવિધ કલા શીખવી લગ્ન અને
૨e
સર્વધર્મ દર્શન