Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 21
________________ કુટુંબજીવનના આદર્શ આપ્યા. ૨૬૦૦ વર્ષ પહેલાં જન્મેલા ભગવાન મહાવીરે આ કાળમાં જૈન ધર્મ ઉજાગર કર્યા. એ સમયની હિંસા જોઈ ભગવાને શ્રમણ સંસ્કૃતિ દ્વારા અહિંસાની પુનઃ પ્રતિષ્ઠા કરી. જૈન ધર્મના વર્તમાન ચોવીશ તીર્થંકરો (૧) ઋષભદેવ-આદિનાથ, (૨) અજિતનાથ, (૩) સંભવનાથ, (૪)અભિનંદન સ્વામી, (૫)સુમતિનાથ, (૬) પદ્મપ્રભુ, (૭) સુપાર્શ્વનાથ, (૮) ચંદ્રપ્રભુ સ્વામી, (૯) સવિધિનાથ, (૧૦) શીતલનાથ, (૧૧) શ્રેયાંસનાથ, (૧૨) વાસુપૂજ્ય સ્વામી, (૧૩) વિમલનાથ, (૧૪) અનંતનાથ, (૧૫)ધર્મનાથ, (૧૬) શાંતિનાથ, (૧૭) કુંથુનાથ, (૧૮)અરનાથ, (૧૯) મલ્લિનાથ, (૨૦) મુનિ સુવ્રત સ્વામી, (૨૧) નમિનાથ, (૨૨) નેમિનાથ, (૨૩) પાર્શ્વનાથ, (૨૪) વીર વર્ધમાન - મહાવીર સ્વામી. આગમ: જૈન ધર્મના પ્રમાણિત શાસ્ત્રગ્રંથને આગમ કહે છે. એટલે આપ્ત પુરુષે કરેલ. એટલે ગણધરે ગૂંથેલ એટલે મુનિરાજે આચરેલ. જેના વડે વસ્તુ કે તત્ત્વનું સંપૂર્ણ જ્ઞાન થાય અર્થાત્ પદાર્થના રહસ્યનું પરિપૂર્ણ જ્ઞાન થાય તે આગમ છે. ભગવાન મહાવીરના શ્રીમુખેથી સાંભળેલી. વાણી તેમના મુખ્ય શિષ્યો એટલે ગણધરોએ સૂત્રોમાં ગૂંથી લીધી તે આગમ છે. આચાર્ય આર્યરક્ષિતે આગમને ચાર ભાગમાં વહેંચ્યા છે : (૧) દ્રવ્યાનુયોગ (આત્મતત્ત્વને લગતું), (૨) ચરણકરણાનું યોગ સાધુ વગેરેના આચારધર્મને લગતું), (૩) ગણિતાનુયોગ (ભૂગોળ ખગોળ ગણિતને લગતું), (૪) ધર્મકથાનુયોગ (ધર્મકથા દ્વારા તત્ત્વજ્ઞાન સમજાવવું. ૩ર. આગમોમાં ૧૧ અંગ સૂત્રો: (૧) આચારાંગ, (૨) સૂયગડાંગ, (૩)ઠાણાંગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતી, (૬) જ્ઞાતાધર્મકથા, (૭)ઉપાસક દશાંગ, (૮) અંતગડ દશાંગ, (૯) અનુત્તરો વવાઈ, (૧૦) પ્રશ્ન વ્યાકરણ, (૧૧) વિપાક સૂત્ર ૧૨. ઉપાંગ સૂત્રઃ (૧૨) ઉવવાઈ, (૧૩) રાપપસણી, (૧૪) જીવાભિગમ, (૧૫) પ્રજ્ઞાપના, (૧૬) જંબુદ્વીપ પન્નતિ, (૧૭)ચંદ્રપન્નતિ, (૧૮) સૂર્ય પન્નતિ, (૧૯) નિરયાવલિકા, (૨૦)કપૂવડિલીયા, (૨૧) પુટફીયા, (૨૨) પુષ્ફયુલીયા, (૨૩) વસ્જિદશા ચાર મૂળ સૂત્રમાં (૨૪) દશવૈકાલિક (૨૫) ઉત્તરાધ્યન (ર૬) નંદીસૂત્ર (૨૭) અનુયોગ દ્વાર ચાર છેદ સૂત્રો (૨૮) અનુયોગ દ્વાર, (૨૯) બૃહદકલ્પ, (૩૦) નિશિષ સૂત્ર, (૩૧) દશાશ્રુતસ્કંધ (૩૨) આવશ્યક સૂત્ર આ ૩૨ સુત્રો તેરાપંથી અને સ્થાનકવાસી સંપ્રદાય માને છે. બાર. અંગોમાંનું બારણું દૃષ્ટિવાદ વિચ્છેદ ગયું છે. શ્વેતામ્બર મૂર્તિપૂજક ૩૨માં ૧૩ સૂત્રો ઉમેરી કુલ ૪૫ આગમને માને છે. પિંડનિર્યુક્તિ, ઓધનિયુક્તિ અને મહાનિશીથ એ ત્રણ ઉપરાંત ૧૦ પઇન્ના અર્થાતુ પ્રકરણ ગ્રંથો એમ ૩૨+૧૩=૪૫ આગમને માને છે. જૈનોની દિગંબર પરંપરા મહાવીરનું સંપૂર્ણ જ્ઞાન વિચ્છેદ ગયું, નાશ પામ્યું છે તેમ માને છે. તેઓ કુંદકુંદાચાર્ય રચિત સમયસાર વિગેરેને શાસ્ત્રો માને છે. આ. ઉમાસ્વાતિજી રચિત ‘તત્ત્વાર્થ સૂત્ર'ને જૈનોનાબધા ફિરકા માન્ય રાખે છે. સામાયિક પ્રતિક્રમણ આદિ આવશ્યક સૂત્રઃ જેવી રીતે શરીરનિર્વાહ માટે આહાર આદિ પ્રક્રિયા દરરોજ કરવી પડે છે, તેમ આત્માને નિર્મળ કરવા બંને વખત પ્રતિક્રમણ કરવું આવશ્યક છે. છ આવશ્યક છે. (૧) સામાયિક - સાવદ્યયોગથી નિવૃત્ત થઈ આત્મશુદ્ધિ માર્ગે પ્રવૃત્ત થવું, (૨) કવિસંથો - તીર્થકરોના ગુણગાન અને ૯૯ પ્રકારના દોષોની આલોચના (૩) વંદના એટલે ગુરુ પ્રત્યે વિનય, (૪) પ્રતિક્રમણ એટલે પાપની આલોચના (૫) કાઉસગ્ગ - આત્મવિશુદ્ધિની પ્રક્રિયા (૬) પ્રત્યાખ્યાન - ભવિષ્યના પાપને રોકવા વ્રત – પચ્ચખાણ. સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101