Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 26
________________ જૈનધર્મમાં -આઠ કર્મ- છ દ્રવ્ય અને આત્મા ૬. દિશાની મર્યાદાનું વ્રત ૭. ઉપભોગ - પરિભોગની મર્યાદાનું વ્રત ૮. અનાર્થદંડનો ત્યાગ ૯. સામયિક વ્રત ૧૦. પૌષધ કરવાનું વ્રત ૧૧. અતિથિ વ્રત - અતિથિ સત્કાર - સાધુસંતને ગોચરી ભિક્ષા વિ. દાન દેવાની ભાવનાનું વ્રત. જીવહિંસાયુક્ત સૌંદર્ય પ્રસાધનો, દવા, ઔષધ, સિલ્કનાં રેશમી વસ્ત્રો ન વાપરવાં. રાત્રીના ભોજન સમારંભો ન યોજવા, નૈતિક અધઃપતન થાય તેવી સી.ડી., ઇન્ટરનેટ, વેબ, વીડિયો ફિલ્મ ન જોવી, લગ્ન વગેરેમાં ફટાકડા, ફૂલો, જાહેર નૃત્ય વગેરેનો ત્યાગ શ્રાવકાચાર છે. સાત્ત્વિક આહાર લેનાર, માતાપિતાના પૂજક, પત્નીને સન્માનિત કરનાર, બાળકો અને આશ્રિતો પ્રતિ વાત્સલ્યભાવ, નોકરી પ્રતિ ઉદારતા, ગુરુઆજ્ઞાનું પાલક, વિવેક અને જતનાપૂર્વકનું આચરણ શ્રાવકાચારમાં અભિપ્રેત છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, અશુભ યોગથી અને અઢાર પ્રકારના પાપ દ્વારા આઠ કર્મોથી આત્મા બંધાય છે. (૧) જ્ઞાનાવરણીય – જ્ઞાન ગુણને આવરે (૨) દર્શનાવરણીય - દર્શનશક્તિને આવરે (૩) વેદનીય - સુખના અનુભવ આડે આવે (૩) મોહનીય - અવળી સમજ (૫) આયુષ્ય - જન્મ અને મૃત્યુ આ કર્મનું ફળ છે. (૬) જાતિ - જાતિ સૌભાગ્ય રૂપ (૭) ગોત્ર કુળ (૮) અંતરાત્માની અનંત શક્તિને આ કર્મ આવરિત કરે છે. નવતત્ત્વ - (૧) જીવ આયુષ્યકર્મનો યોગે જીવે છે અને જીવશે તેને જીવ કહેવાય (૨) અજીવ દ્રવ્ય કે ભાવપ્રાણ ન હોય તે (૩) પુણ્ય – શુભ ઉદય (૪) પાપ – અશુભ ઉદય (૫) આશ્રવ - આત્મા પર આવતા શુભાશુભ કર્મોનો પ્રવાહ (૬) સંવર – શ્રવનો નિરોધ (૭) નિર્જરા પૂર્વબદ્ધ કર્મોનો તપશ્ચર્યા કે ભોગવટથી નાશ (૮) બંધ - કર્મયુગલનો જીવ સાથે સંબંધ (૯) મોલ – સર્વ કર્મોના નાશથી આત્મ સિદ્ધ બની સિદ્ધશીલા - દિગંત કે મોક્ષમાં બિરાજે છે. છ દ્રવ્ય ઃ (૧) જીવાસ્તિકાય એટલે જીવ (૨) ધર્માસ્તિકાય ગતિ સહાયક દ્રવ્ય (૩) અધર્માસ્તિકાય જીવ કે જડને સ્થિર થવામાં સહાય કરે તે (૪) આકાસ્તિકાય એટલે અવકાશ આપનાર (૫) પુદગલાસ્તિકાય સડન પડન અને ગલન જેનો સ્વભાવ છે તે. આત્મા : જૈન ધર્મ આત્મલક્ષી છે. તે આત્માને શુદ્ધ ચૈતન્ય રૂપ અજર અમર માને છે, પરંતુ કર્મના વળગણથી ભવભ્રમણ થાય છે. જૈન ધર્મના તપઃ જૈન ધર્મ તપને બહુ મહત્ત્વ આપે છે. ૧૨ પ્રકારના તપ છે. અનશન (ઉપવાસ) ઉણોદરી વગેરે છ બાહ્ય પ્રકારનાં તપ કહ્યાં છે. જે શરીરને સીધી રીતે સ્પર્શતા તપ છે, આત્માને સીધા સ્પર્શે તેવા વિનય, પ્રાયશ્ચિત વગેરે છ અત્યંતર તપ કહ્યાં છે. બાહ્યતા આત્યંતર શુદ્ધિનું નિમિત્ત છે અને બંને એકબીજાના પૂરક છે. અત્યંતર તપની પ્રેરણા દ્વારા ભગવાન મહાવીરે આંતરશુદ્ધિના ઉપાયને વિસ્તાર્યો છે. જૈન ધર્મના તપમાં વૈજ્ઞાનિક અભિગમ રહેલો છે. સાધુધર્મ અને સમાચારી સંસારત્યાગ કરી સંયમમાર્ગ દીક્ષા પ્રવજ્યા ગ્રહણ કરી સાધુજીવન પંચમહાવ્રત (સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય સ્વીકારે છે તેને સાધુધર્મ કે અણગારધર્મ કહે છે. જૈન ધર્મ સમતા અને ક્ષમાને પ્રધાનતા આપે છે એટલે જૈન સાધુને ક્ષમા શ્રમણ પણ કહે છે. સાધુઓને પાળવાના વિશિષ્ટ નિયમોને સમાચારી કહે છે. પાદવિહાર, રાત્રિભોજન ત્યાગ-સમયાંતરે કેશલુંચન કરવું. વિ. કઠિન નિયમો પાળે છે. જૈન સાધુ નિર્દોષ આહાર પાણી વહોરાવે (ભિક્ષા લે) તેને ગોચરી કહે છે, જેમ ગાય-ગૌચરનું ઘાસ થોડું થોડું ઉપરથી જ લે અને ઘાસના મૂળને લગીરે. નુકસાન ન પહોંચે તેમ જૈન સાધુ દરેક ઘટમાંથી થોડા થોડા આહાર પાણી ઔષધ વગેરે લે છે. નિયમ પ્રમાણે નિર્દોષ આહાર ન મળે તો ઉપવાસ કરી લે છે. સર્વધર્મ દર્શન ૩૭. ૩૮ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101