________________
રાજસ્થાનમાં જયપુર, કોટા, જોધપુર, લાડનુ, અજમેર, ઉદેપુર, બિકાનેર ગુજરાતમાં સુરત, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીધામ, ભૂજ ઉપરાંત ભારતના મુખ્ય શહેરો દિલ્હી, કલકત્તા, ગૌહત્તી, હૈદ્રાબાદ, મદ્રાસ, બેંગ્લોર, લુધિયાણા, નેપાલમાં કાઠમંડુ વગેરેમાં સંત સતીજીઓના ચાતુર્માસ થાય છે. જૈન વિશ્વભારતી લાડનુમાં એમ.એ., પીએચ.ડી, (જૈન) અભ્યાસક્રમો છે. બ્રાહ્મી વિદ્યાપીઠ સહિત ત્રીસ જેટલાં વિદ્યાલયો છે. લાડનું, કલકત્તા, ચૂરૂ (સરદાર શહેર)માં ગ્રંથભંડારો છે.
દેશમાં ૩૫૦ જેટલી અણુવ્રત સમિતિ છે. જેમાં શ્રાવકોએ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર વ્રતનું પાલન કરવા માટે કાર્યરત છે. લંડન અને અમેરિકા સહિત વિદેશમાં ૭ કેન્દ્રો છે. અનેકાંત ભારતી’, ‘જૈન જીવન વિજ્ઞાન અકાદમી’ અને જૈન તત્ત્વના પુસ્તક-પ્રકાશન વગેરે કાર્યો કરે છે. જૈન ધ્યાન સાધના પદ્ધતિ “પ્રેક્ષાધ્યાનની શિબિરો દેશભરમાં ચાલે છે,
આચાર્ય ભિક્ષુસ્વામીએ સંધમાં શિથિલતા ન પ્રવર્તે અને સંઘ શક્તિશાળી બને એ આશયથી ‘મર્યાદાપત્ર’ નામનો દસ્તાવેજ આપ્યો જેને માર્ગ ચલાવવાનું પવિત્ર બંધારણ કહી શકાય. નિજી મર્યાદાઓનો અભ્યાસ કરવા પોતાની ક્ષતિઓ અને ત્રુટિઓ અવલોકન કરવા સંઘ, ‘શ્રાવક નિષ્ઠાપત્ર' પર, ચિંતન, શ્રાવક સંમેલન અને મર્યાદા મહોત્સવ યોજી આત્મનિરીક્ષણનો અવસર આપે છે.
વવાણિયા, સાયલા, અગાસ, દેવલાલી, કોબા, હમ્પી, ધરમપુર, રાજકોટ, મુંબઈ વગેરે સ્થળોએ મંદિરો-કેન્દ્રો આવેલાં છે. વિદેશમાં પણ સ્વાધ્યાય કેન્દ્ર છે.
પૂ. કાનજીસ્વામી સ્થા, બોટાદ સંપ્રદાયમાં દીક્ષિત થયા પછી દિગંબર સંપ્રદાયમાં ગયા. સૌરાષ્ટ્રમાં સોનગઢ તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર હતું. તેઓએ સમયસાર, પ્રવચનસાર જેવાં પરમાગમશાસ્ત્રો પર ચિંતનસભર પ્રવચનો આપેલાં. સોનગઢ દેવલાલી વગેરે સ્થળે તેમનાં મંદિર-કેન્દ્રો આવેલાં છે.
દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાનની વિચારસરણીના પ્રચારનાં કેન્દ્રો સુરત, અમદાવાદ, મુંબઈ અને વિદેશમાં પણ કેટલીક જગ્યાએ આવેલાં છે. શ્રાવકાચાર અને શ્રાવકનાં ૧૨વ્રતો
તીર્થંકર પરમાત્માએ ચાર તીર્થની સ્થાપના કરી, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, સાધુધર્મ કે શ્રાવક ધર્મ બંનેનું અંતિમ લક્ષ્ય તો મોક્ષ જ છે. સાધુ ધર્મ ટૂંકો અને કઠિન માર્ગ છે, જ્યારે શ્રાવક ધર્મને સરળ અને લાંબો માર્ગ કહી શકાય, ગણધર ભગવંતોએ સૂત્ર-સિદ્ધાંતો રચ્યા અને આચાર્ય ભગવંતોએ આચારસંહિતા બતાવી, ‘શ્રાવકાચાર' એટલે શ્રાવકોએ પાળવાની આચારસંહિતા.
શ્રાવકની ૧૧ પડિયા, ૧૨ વ્રતોનું પાલન, ૨૨ અભક્ષ્ય, ૩ર અનંતકાળ (કંદમૂળ) રાત્રિભોજન ત્યાગ, સાત વ્યસન ત્યાગ, શ્રાવકના ૨૧ અને માર્ગાનુસારીના ૩૫ ગુણોનું જીવનમાં અવતરણ, ૧૪ નિયમોની ધારણા શ્રાવકાચારના મુખ્ય અંગો છે, જેમાં વિશેષ આરંભ-સમારંભ અને હિંસા રહેલી છે તેવા ૧૫ કર્મદાનના ધંધાથી શ્રાવક દૂર રહે છે. શ્રાવકનાં ૧૨ વ્રતો (પાંચ અણુવ્રત, ૩ ગુણવ્રત, ૪ શિક્ષાવ્રત) ૧. હિંસાનો ત્યાગ ૨. મૃષાવાદનો ત્યાગ (જૂઠું ન બોલવું) ૩. મોટી ચોરીનો ત્યાગ ૪, મોટકા અબ્રહ્મચર્યનો ત્યાગ (બ્રહ્મચર્ય પાલન અંગેનું વ્રત) ૫. પરિગ્રહની મર્યાદાનું વ્રત
અન્ય પરંપરા
અધ્યાત્મ મહાપુરુષોની વિચારધારા અને ચિંતનમાંથી પ્રેરણા લઈ અને કેટલાંક મંદિરો અને સ્વાધ્યાય કેન્દ્રો જૈનો દ્વારા ચલાવવામાં આવે છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ જે આત્મલક્ષી તત્ત્વજ્ઞાનનું સર્જન કર્યું તેની સ્વાધ્યાય પ્રવૃત્તિ વિવિધ સ્થળે શ્રીમદ્ રાજચંદ્ર મંદિરોમાં કરવામાં આવે છે.
શ્રીમદ્જીએ રચેલ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ મોક્ષમાળા તેમના પત્રો અને તેમની કાવ્યરચનાઓનો અને અન્ય સાહિત્યનો સ્વાધ્યાય કરવામાં આવે છે.
સર્વધર્મ દર્શન
૩૬
સર્વધર્મ દર્શન