Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 15
________________ જન્માષ્ટમી : શ્રાવણ વદ આઠમ : શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ‘જન્માષ્ટમી'ને નામે ઉજવવામાં આવે છે. હિંદુઓનો ખૂબ જાણીતો ધાર્મિક તહેવાર છે. કેટલાક લોકો આ દિવસે ઉપવાસ કરે છે. રાત્રે બાર વાગે મંદિરમાં જઈ પૂજા કરે છે. ભજનકીર્તન સાથે ધૂન બોલે છે. રાસલીલા પણ રચાય છે. દહીંથી ભરેલી મટકીઓ દોરડાથી બાંધી ઊંચે લટકાવીને પછી માનવ પિરામિડો રચી મટુકી ફોડી આનંદ લૂંટે છે. “દહીકાલા ઉત્સવ' તરીકે મહારાષ્ટ્રમાં ખૂબ જાણીતો છે. જન્માષ્ટમી એટલે બાળકને પ્રેમથી નિહાળવું, ભગવાનના દર્શન કરવાં, પૂજા કરવી, કૃષ્ણનું નામ લેવું. ભક્તિ-પ્રેમ અને આનંદનું આ પર્વ છે. ગણેશ ચતુર્થી ભાદરવા સુદ-૪, ભાદરવા માસની સુદ ચોથા શુભ દિવસથી ગણેશના ઉત્સવનો પ્રારંભ થાય છે. હિંદુઓમાં દરેક શુભકાર્યની શરૂઆત વિશ્નહર્તા ગણપતિજીની પૂજાથી કરવામાં આવે છે. “શ્રી ગણેશાય નમ:' એવા શબ્દોથી જેની પૂજા થાય છે એવા આ દુંદાળા દેવ ફક્ત મહારાષ્ટ્રમાં જ નહીં આજે તો દેશ અને દુનિયાને ખૂણે ખૂણે વસતા કરોડો હિંદુઓના આરાધ્ય દેવ છે. ગણપતિ ચોથને દિવસે, ગણપતિની મૂર્તિને ઘરમાં પધરાવી, છત્રીસ કલાક, પાંચ દિવસ કે સાત અથવા નવ દિવસ કે અનંત ચૌદશ સુધી પૂજા ભક્તિ વગેરે કાર્યક્રમ યોજાય છે. સવાર-સાંજ આરતી થાય છે, પ્રસાદ અપાય છે. મહારાષ્ટ્રમાં આ તહેવાર અનેરો આનંદ અને ઉમંગથી ઉજવાય છે. સાર્વજનિક ગણપતિની મૂર્તિ ખૂબ વિશાળ હોય છે અને એ મૂર્તિઓમાં ગણપતિનાં રૂપ પણ જાતજાતના અને ભાતભાતનાં હોય છે. લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે ગણપતિ ઉત્સવને રાષ્ટ્રીય ઉત્સવ બનાવ્યો. લોકજાગૃતિનો આ ઉત્સવ બની ગયો. અનંત ચતુદર્શીના દિવસે ગણપતિનું વિસર્જન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. સરોવર, નદી કે સમુદ્રકિનારે માનવ મહેરામણ ઊમટે છે અને બહુમાન સાથે વિસર્જન થાય છે, શ્રીગણેશની મૂર્તિ સામે અશ્લીલ, શૃંગારિક ગીતો કે નૃત્ય એ દૈવી તત્ત્વની વિરાધના છે. માતૃ-પિતૃભક્ત શ્રી ગણેશના ઉત્કૃષ્ટ ગુણોનું આપણા જીવનમાં અવતરણ થાય તેવી પ્રાર્થના જ સાચી આરાધના છે. દુર્ગા પૂજ - નવરાત્રી - દશેરા: આસો સુદ ૧૦ સુધીમાં ઉજવાતો નવરાત્રી મહોત્સવ - દેશવિદેશમાં ખૂબ જાણીતો છે. નવ દિવસ ચાલતા આ ઉત્સવનો પ્રત્યેક ‘નોરતા’ નામે પ્રચલિત છે, આ નવે દિવસ કોરી માટીના કાણાવાળા રંગબેરંગી ઘડામાં ઘીનો દીવો અને રાત્રે માની આરતી સાથે રંગબેરંગી વસ્ત્રો પરિધાન કરેલાં નરનારીઓ ગરબે ઘૂમે છે. આદ્યશક્તિ નવદુર્ગાનાં નવ નામ અને નવ સ્વરૂપ છે. સ્વર્ગલોક અને પૃથ્વી પર હાહાકાર મચાવનાર મહિષાસુર નામના રાક્ષસનો પરાશક્તિ નવદુર્ગાએ નવ દિવસ સુધી યુદ્ધ કરી સંહાર કર્યો, ત્રણેય લોકને ભયમુક્ત કર્યો. દૈવીશક્તિનો વિજય થયો. દૈવીશક્તિના આસુરી શક્તિ પરના વિજયને આપણે ગરબારૂપે વધાવી લીધો છે. શક્તિપૂજાની સાથે ગરબા-ગરબી, રાસ, નાટક વગેરે યોજાય છે. ફિલ્મનાં કે એવા અભદ્ર ગીતોની ધૂન કે સંગીત સાથે ઉદુભટ વેષ પહેરીને માતાજીની ગરબી સામે નાચવા માટેનું આ પર્વ નથી. વાગ્મિતાની દેવી મા સરસ્વતી, આદ્યશક્તિની દેવી મા અંબા, બુટભવાની મહાકાલી, બહુચરાજી આદિ દેવીઓની પ્રાર્થના અને ઉપાસના કરવાનું આ પર્વ છે. ૨૦૦ વર્ષ પહેલાં કવિ દયારામે ગરબીઓ રચી ત્યારથી નવરાત્રીમાં ગરબીઓ ગાવાનું શરૂ થયું. પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં નવરાત્રિમાં ભાઈ બહેનો ગરબા-રાસ રમવા સાથે માતાજીની સ્તવના પ્રાર્થના આરતી કરે છે. દુર્ગાપૂજા : દુર્ગાપૂજા એ નવરાત્રીની સાથે બંગાળમાં અવિનાભાવે સંકળાયેલ છે. બંગાળમાં અને બંગાળ સિવાય અન્ય કોઈ પણ સ્થાને વસનાર બંગાળીઓ આ ઉત્સવ ખૂબ ધામધૂમથી ઊજવે છે. ગણપતિ વિસર્જનની જેમ, દુર્ગામાતાનું પણ દશમીને દિવસે ધામધૂમથી વિસર્જન થાય છે. દશેરા: દશેરા એટલે ભક્તિ અને શક્તિનો પવિત્ર દિવસ. દેઢ સંકલ્પ સાથે રણે ચડવાનો દિવસ એટલે જ દશેરા. આ દિવસે અનેક શૂર અને વીર માનવીઓએ વિજય મેળવેલ હોવાથી કે વિજય પ્રાપ્ત કરવાનું મુહૂર્ત તે દિવસે કર્યું હોવાથી ‘વિજયા દશમી” એવું નામ પણ આપવામાં આવ્યું છે. નવરાત્રી વખતે ઠેરઠેર રામલીલા થાય છે અને દશમે દિવસે રાવણનું પૂતળું બાળવામાં આવે છે. શુભ કાર્યોના પ્રારંભ માટે આ ઉત્તમ દિવસ છે. શૌર્ય,વીરતા અને પરાક્રમના ત્રિવેણી સંગમ જેવા આ દશેરાને આપણે માણીએ.. સર્વધર્મ દર્શન ૧૮ સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101