________________
મૂળકર્મના સત્તાસ્થાન :
* દરેક સંસારી જીવને અનાદિકાળથી માંડીને ૧૧મા ગુણઠાણા સુધી આઠે કર્મની સત્તા હોય છે. એટલે ૧ થી ૧૧ ગુણઠાણા સુધી ૮ કર્મોનું સત્તાસ્થાન હોય છે.
* ૧૨મા ગુણઠાણે મોહનીય વિના જ્ઞાના૦૭ કર્મની સત્તા હોય છે એટલે ૧૨મા ગુણઠાણે ૭ કર્મોનું સત્તાસ્થાન હોય છે.
+ ૧૩મા-૧૪મા ગુણઠાણે ચાર અઘાતી કર્મની જ સત્તા હોય છે એટલે ૧૩મા-૧૪માં ગુણઠાણે ૪ કર્મોનું સત્તાસ્થાન હોય છે.
એ રીતે, મૂળકર્મમાં ૮નું, ૭નું, ૪નું .એમ કુલ-૩ સત્તાસ્થાન હોય છે. સત્તાસ્થાનના સ્વામી-કાળ :
+ ૮ કર્મના સત્તાસ્થાનના સ્વામી ૧થી૧૧ ગુણઠાણાવાળા જીવો છે.
૮ કર્મના સત્તાસ્થાનનો કાળ અભવ્યની અપેક્ષાએ અનાદિઅનંત છે અને ભવ્યની અપેક્ષાએ અનાદિ-સાત છે.
અભવ્યને અનાદિકાળથી આઠેકર્મની સત્તા છે અને ક્યારેય ક્ષીણમોહાદિ ગુણઠાણાને પ્રાપ્ત કરવાનો નથી. તેથી એક પણ કર્મની સત્તાનો નાશ થવાનો નથી. એટલે આઠેકર્મની સત્તા અનંતકાળ રહેવાની છે. તેથી અભવ્યની અપેક્ષાએ ૮ કર્મના સત્તાસ્થાનનો કાળ અનાદિઅનંત કહ્યો છે અને ભવ્યને અનાદિકાળથી આઠેકર્મની સત્તા છે પણ કાલાન્તરે ક્ષીણમોહગુણઠાણ પ્રાપ્ત થવાનું હોવાથી મોહનીયની સત્તાનો નાશ થવાનો છે. તેથી ક્યારેક ૮ કર્મના સત્તાસ્થાનનો અંત આવવાનો છે. એટલે ભવ્યની અપેક્ષાએ ૮ કર્મના સત્તાસ્થાનનો કાળ અનાદિસાંત કહ્યો છે. * ૭ કર્મના સત્તાસ્થાનના સ્વામી છઘWક્ષણમોહી છે.
૧૮