________________
(૨૪) પ્રબંધ પ્રભાકર,
कोऽहं कथमिदं जातं को वै कर्ताऽस्य विद्यते उपादानं किमस्तीह विचारः सोऽयमीदृशः ९६ હું કોણ છું ? આ જગત કમ ઉત્પન્ન થયું ? આને કર્તા કોણ છે? આ જગતનું ઉપાદાન કારણ શું છે ? આ પ્રકારને વિચાર જ્ઞાનનું સાધન છે. ૯
नाहं भूतगणो देहो नाहं चाक्षगणस्तथा एतद्विलक्षणः कश्चित् विचारः सोऽयमीदृशः ९७.
આ સ્થળ શરીર જે પાંચ ભૂતના સમુદાયનું બનેલું છે તે હું નથી તથા ઈનિ સંઘાત પણ હું નથી, હું ધૂળ તથા સૂક્ષ્મ બંને શરીરેથી વિલક્ષણ કેઈક છું, આનું નામ વિચાર કહેવાય છે. ૧૦
अज्ञानप्रभवं सर्व ज्ञानेन प्रविलीयते संकल्पो विविधः कर्ता विचारः सोऽयमीदृशः ९८
અજ્ઞાનથી સર્વ થયું છે અને જ્ઞાન વડે તે નાશ પામે છે તથા વિવિધ પ્રકારને સંકલ્પ કર્તા છે. આવો વિચાર જ્ઞાનનું સાધન છે. ૧૧
आत्मानित्यो हि सद्रूपो देहोऽनित्यो ह्यसन्मयः तयोरैक्यं प्रपश्यंति किमज्ञानमतः परम् ९९
આત્માને ત્રણે કાળમાં બાધ થતો નથી માટે તે નિત્ય છે. દેહ તે અસત તથા અનિત્ય છે. એ પ્રમાણે દેહને તથા આત્માનો અત્યંત વિલક્ષણ સ્વભાવ છે તથાપિ તે બંને એક જ વસ્તુ જાણવી, એ વિના બીજું અજ્ઞાન કર્યું ? ૧૨