________________
(૧૨૦)
પ્રત્યેાધ પ્રભાકર
આ સંસારમાં રહેલ પ્રાણી ત્યાં સુધીજ અનેક પ્રકારના વિવાદ કરવામાં ઉમવાન અને લોકનું ર’જન કરવામાં પ્રયત્નવાન ડ્રાય છે કે જ્યાં સુધી તેને આત્મિક સુખના રસમાં નિમમ્રપણું હાતુ નથી. શ્રેષ્ટ ચિંતામણિ રણને પામીને જેમ દરેક માણસને કોઇ કહેવા જતુ નથી, મનમાંજ સમજીને મેસી રહે છે, તેમ આત્મિક સુખને જાણનાર પ્રાણી તેમાંજનિમગ્ન થઇને રહે છે, પણ વાદવિવાદ કે જનરંજનતા કરતા નથી.૨૩ षण्णां विरोधोऽपिच दर्शनानां तथैव तेषां शतशश्च भेदाः नानापथे सर्वजनः प्रवृत्तः, को लोकमाराधयितुं समर्थः ४७२ પ્રવ્રુત્ત કેટલાક મનુષ્યા સ લેાકનું રંજન કરવા સ`ને પ્રિય થવા અનેક પ્રકારના પ્રયત્નો કરે છે, પરંતુ આ દુનિયામાં એક તેા છએ દર્શન પરસ્પર વિરોધી છે અને વળી તેના સેકડા ભેદ પડેલા છે, તેમાંના અનેક માર્ગોએ લાકા પ્રવર્તિ રહ્યા છે; તો તે સર્વનું આરાધન કરવાને ક્રાણુ સમથ થઈ શકે? તેતા બની શકેજ નહીં. તેથી તેવા પ્રયત્ન પડ્યો મૂકીને આત્મરજન કરવાના પ્રયત્ન કરવા તેજ યાગ્ય છે. ૨૪ तदेव राज्यं हि धनं तदेव, तपस्तदेवेह कला च सैव स्वस्थे भवेच्छीतलताऽऽशये चेत्, नो चेथा सर्वमिदं हि मन्ये
જો ચિત્તની સ્વસ્થતા પ્રાપ્ત થાય અને આશયમાં શિતળતા પ્રગટે તાજ પ્રાપ્ત થયેલ રાજ્યને રાજ્ય કહેવું, પ્રાપ્ત થયેલ ધનને ધન કહેવું, કરેલા તપને તપ કહેવા, અને શીખેલી કળાને કળા કહેવી; પણ જો રાજ્ય, ધન, તપ અને કળા પ્રાપ્ત થયા છતાં તેનાથી ચિત્તની સ્વસ્થતા જળવાઈ ન રહે અને આશયમાં શિતળતા ગુણ ન પ્રગટે તા તે વસ્તુની પ્રાપ્તિ સર્વે મિથ્યા છે નિષ્ફળ છે એમ સમજવું. ૨૫