Book Title: Sanskrit Kavyanand Part 02 03
Author(s): Nanchandra Muni
Publisher: Ajramar Jain Vidyashala

View full book text
Previous | Next

Page 260
________________ શાકુંતલ, (૯૯) કાશ્યપ મુનિ આશ્રમના વૃક્ષ પ્રત્યે કહે છે કે હે ! તમેને પાણી પાયા વિના જે પાણી પીતી નહિ, જે સ્નેહને લીધે પિતાના અલંકાર માટે તમારું પાંદડું પણ તેડતી નહિ, અને તમારા નવા પુલની ઉત્પત્તિ વખતે જેને આનંદ થતો તે શકુંતલા સાસરે જાય છે, માટે તમે બધાં શીખ આપે. ૩૭૧ કાશ્યપ મુનિ શકુંતલાના પતિ (બંત રાજા) પ્રત્યે કહેવરાવે છે– अस्मान्साधु विचिन्त्य संयमधनानुच्चैः कुलं चात्मन स्त्वय्यस्याः कथमप्यबान्धवकृतां स्नेहपटाचं च ताम् सामान्यप्रतिपचिपूर्वकमियं दारेषु दृश्या त्वया भाग्यायचमतःपरं न खलु तद्वाच्यं वधुबन्धुभिः ३७२ સંયમરૂપી ધનવાળા અમે, વળી શ્રેષ્ઠ તારું કુળ તથા શકુંતલાએ અમારાથી છુપી રીતે કરેલી સ્નેહવૃત્તિ, તે બધાનો વિચાર કરી સાધારણ ગોરવતાપૂર્વક પણ તારી રાણીની બરોબર શકુંતલાને ગણજે, આથી વિશેષ તો તેનાં ભાગ્ય હોય તેમ રહે, આથી વિશેષ તે પરણેલી સ્ત્રીના માવતરેયે કહેવું ન જોઈએ. ૩૭૨ “કાશ્યપ મુનિ પુત્રોને બેધ આપે છે કે સાસરામાં આમ વર્તવું.” शुश्रूषस्व गुरून्कुरु रियसखीटाचं सपत्नीजने भर्तुर्विप्रकृताऽपि रोषणतया मास्म प्रतीपं गमः भूयिष्टं भव दक्षिणा परिजने भाग्येष्वनुत्सेकिनी यान्त्येवं गृहिणीपदं युवतयो वामाः कुलस्याधयः ३७३ હે પુત્રી ! સાસુ સસરાની સેવા કરજે, શોકય વર્ગમાં વહાલી બેનપણ જેવું વર્તન રાખજે, વખતે તારા પતિથી અપમાન પામી છે તે પણ


Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282