________________
શ્રી રત્નાકર પંચવિંશતિ. (૧૯) नात्मानपुण्यंनभवोनपापं, मयाविटानांकटुगीरपीयं, अधारिकर्णेत्वयिकेवलार्के, परिस्फुटेसत्यपिदेवधिग्मां ४०४
હે દેવ! આત્મા-પરમાત્મા નથી, પુણ્ય નથી, પાપ નથી, પુનર્ભવ નથી, આવી નાસ્તિક લેકેની કડવી વાણી મેં કેવળજ્ઞાન૨૫ સૂર્ય સમાન . આપ છતાં શ્રવણમાં ધારણ કરી–સાંભળી–માટે મને ધિક્કાર છે. ૧૭ नदेवपूजानचपात्रपूजा, नश्राद्धधर्मश्चनसाधुधर्मः, . लब्वापिमानुष्यमिदंसमस्तं, कृतंमयाऽरण्यविलापतुल्यं ४०५
મેં અમૂલ્ય માનવ દેહ પામીને દેવસેવા ન કરી તેમાં કોઈ સુપાત્રની ભક્તિ ન કરી, સાધુધર્મ ન પાળે, તેમ ગૃહસ્થ ધર્મ પણ ન પાળ્યો, ફક્ત આખી જીંદગી જંગલમાં રૂદન કરવા સમાન ગુમાવી. ૧૮ चक्रेमयासरस्वऽपिकामधेनु, कल्पद्रुचिंतामणिषुस्पृहार्ति, नजैनधर्मेस्फुटशर्मदेऽपि, जिनेश मे पश्यविमूढभावं ४०६
હે જીનેશ્વર ! અસત્ય એવાં કામધેનુ, કલ્પવૃક્ષ અને ચિંતામણિ રન વગેરેમાં તૃષ્ણા રાખી, પરંતુ પ્રત્યક્ષ કલ્યાણ કરનાર જૈનધર્મમાં wહા ન કરી. હે પ્રભુ ! મારી મૂઢતા તે જુઓ ? ૧૯ सद्भोगलीलानचरोगकीला, धनागमोनोनिधनागमश्च, दारानकारानरकस्यचिचे, व्यचिंति नित्यंमयकाऽधमेन ४०७
હે પ્રભુ! અધમ એ હું હમેશાં વિષયભેગની લીલાનું ચિતવન કરતે રહ્યો પણ તેમાં રાગરૂપે ખીલા છે એમ ન વિચાર્યું, ધનની પ્રાપ્તિ ચાહી પણ મરણ નજીક છે એમ ન વિચાર્યું, સુંદર પ્રિયાની ઈચ્છા કરી પણ તેના વિષે નરકનું ગ્રહ છે એમ ન વિચાર્યું. ૨૦