Book Title: Sanskrit Kavyanand Part 02 03
Author(s): Nanchandra Muni
Publisher: Ajramar Jain Vidyashala

View full book text
Previous | Next

Page 276
________________ પ્રાથના પંચવિંશતિ. (૧૧૫) હે છનિશ્વર ! મેં વિકાર બુદ્ધિથી મારા શુદ્ધ ચારિત્રમાં પ્રમાદવડે અતિકમ, વ્યતિક્રમ, અતિચાર કે અણાચાર જે સેવ્યા હોય તે સર્વની સદ્ધિ માટે હું પ્રતિક્રમણ (પાપનો પશ્ચાતાપ) કરું છું. ૧૫ नसंस्तरोऽश्मान तृणं न मेदिनी, विधानतोनो फलको विनिर्मितम्, यतो निरस्ताक्षकषायविद्विषः, सुधीभिरात्मैव सुनिर्मलो मतः ४२८ આત્માની સમાધિ માટે પથ્થરના, ઘાસનાકે લાકડાના સંસ્તર (આસન) ની ખાસ જરૂર નથી પણવિદ્વાનોએ નિર્મળ આત્મા એજ આસન માન્યું છે કે જેમાંથી વિષય કષાયરૂપ શત્રુ નાશ થયેલ છે. ૧૬ न संस्तरो भद्रसमाधिसाधनं, न लोकपूजा न च संघमेलनम्, यतस्ततोऽध्यात्मरतोभवानिशं,विमुच्य सामपिबाह्यवासनाम् ४२९ હે ભદ્ર! વાસ્તવમાં સમાધિનું સાધન સંસ્તર કે લોક પૂજા કે સંઘ મેળે એવી બાહ્ય વસ્તુ કાંઈ નથી. માટે તું સર્વ બાહ્ય વાસનાઓને ત્યાગ કરી નિરંતર આત્મામાં જ લીન રહે. ૧૭ न सन्ति बाह्या मम केचनार्थाः, भवामि तेषां न कदाचनाहम्, इत्थं विनिश्चित्य विमुच्य बाह्य, स्वस्थः सदात्वं भव भद्र मुक्त्यै ४३० હે ભદ્ર ! જગતના કેાઈ પદાર્થો મારાં નથી, અને હું તેઓને (કેઈન) નથી, એમ નિશ્ચય કરી બાહ્ય વસ્તુ પરથી મમત્વ તજીને મોક્ષ માટે આત્મ સ્વભાવમાં સ્થીર થા. ૧૮ आत्मानमात्मन्यविलोक्यमान-स्त्वं दर्शनज्ञानमयो विशुद्धः, . एकाग्रचिचः खलु यत्र तत्र, स्थितोपि साधुर्लभते समाधिम् ४३१ જ્ઞાન દર્શનમય વિશુદ્ધ તું પતે પિતામાં જ જોવા યોગ્ય છું, જ્યારે કેબી સાધુ મનને પિતામાં એકરૂપ સ્થીર કરે છે ત્યારે સમાધિ પ્રાપ્ત થાય છે. ૧૯

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282