________________
(૧૩૮) પ્રબોધ પ્રભાકર,
માત્ર વેદના અધ્યયનથી કે શાત્રો ભણવાથી મેક્ષ થતું નથી. હે ગરૂડ! ફકત જ્ઞાનથી જ મેક્ષ થાય છે, અન્યથા નહિ. ૧૬
नाश्रमः कारणं मुक्त दर्शनानि न कारणम् तथैव सर्वकर्माणि ज्ञानमेव हि कारणम् ५३८
ભિન્નભિન્ન આશ્રમ એ મોક્ષનું કારણ નથી, કઈ દશને પણ મોક્ષનું કારણ નથી, તેમ કઈ જાતના કર્મો પણ નથી; જ્ઞાન જ મોક્ષનું કારણ છે. ૧૭ मुक्तिदा गुरुवागेका विद्याः सर्वा विडम्बकाः . काष्टभारसहस्रेषु ह्येकं संजीवनं परम् ५३९
જે હૃદયમાં પરણમે તે સદ્ગરનું એક વાકય જ મેક્ષ આપનારું છે. બધી વિદ્યાઓ વિડંબના રૂપ છે, જેમ કાષ્ટના હજારો ભારા કરતાં એક સંજીવની ઐષધી વધારે શ્રેષ્ઠ છે. ૧૮
द्वे पदे बन्धमोक्षाय न ममेति ममेति च ममेति बध्यते जन्तु ने ममेति प्रमुच्यते
આ મારું છે, આ મારું નહિ. આ બે પદ બંધન અને મોક્ષ માટે છે. આ મારું છે એમ માને તે પ્રાણી બંધાય છે અને આ મારું નથી એમ માનવાથી પ્રાણી સંસારબંધનથી છુટો થાય છે. ૧૯ तत्कर्म यन्त्रबन्धाय सा विद्या या विमुक्तिदा आयासाय परं कर्म विद्यान्या शिल्पनैपुणम् ५४१
જે બંધન કરે નહિ તે કર્મ (ક્રિયા) અને જે મુક્તિ આપે તે વિદ્યા, તે શિવાયનું કર્મ ફેગટ પ્રયા માટે છે, અને વિદ્યા તે હુન્નર કલાની હોંશીયારી છે. ૨૦