________________
(6) પ્રબોધ પ્રભાકર. अहो कनकमाहात्म्य वक्तुं केनापि शक्यते नामसाम्यादहोचित्रं घचूरोऽपि मदप्रदः १५१
અહ કનકનું મહામ્ય કોણ કહેવા શક્તીમાન છે, સરખા નામથી ધતુર પણ કેફ ચડાવે છે (કનક એટલે સોનું તથા ધતુરો પણ થાય છે). ૧૫૧ वेधा द्वेधा भ्रमं चक्रे कान्तातु कनकेषु च। तासु तेष्वप्यनासक्तः साक्षाद् भर्गो नराकृतिः १५२
બ્રહ્મા (વિધિ) એ આ સંસારમાં બે પ્રકારના ભ્રમ કર્યા છે. એક ત્રિીયોમાં, બીજો સેનામાં. તે બન્ને ભ્રમમાં ન ફસાય એટલે જે આસક્ત નથી થતા તે પુરૂષ માણસની આકૃતિમાં સાક્ષાત પ્રભુ છે. ૧૫ર
धाभ्रमंतुवेधा चक्रकान्तास्वापचकनकेषु यदिकान्तासाध्वीस्यात् कनकंसुततंभवाब्धिपोतंतत् १५३
બ્રહ્માએ, સ્ત્રીઓમાં અને સુવર્ણમાં એમ બે ભ્રમ ઉત્પન્ન કર્યા છે પણ જે સ્ત્રી સાધ્વી મળે અને સુવર્ણ સુપાત્રમાં અપાતું હોય તે તે બને પદાર્થો સંસારમાં ડુબાડવાને બદલે પુરૂષને તરવામાં મદદ કરે. ૧૫૩ वाणी दरिद्रस्य शुभा हिताऽपि ह्यर्थेन शब्देन च संप्रयुक्ता न शोभते विचवतः समीपे भेरीनिनादोपहतव वीणा १५४
નિર્ધન માણસનું વચન હિતકર હોય, શુભ હેય, અર્થ અને શબ્દથી અલંકૃત હોય તો પણ ધનવાન પાસે શોભતું નથી. નગારાના શબ્દ પાસે જેમ પંપુડીને ધ્વનિ ન સંભળાય તેમ. ૧૫૪