________________
જ્ઞાનાર્ણવ,
(
૯).
* ૧ નિર્નર મા ." यया कर्माणि शीर्यन्ते बीजभूतानि जन्मनः प्रणीता यमिभिः सेयं निर्जरा जीर्णबन्धनैः २७५
જે ભાવનાવડે જન્મના બીજરૂપ કર્મો વિખેરાય છે, તે ભાવનાને ષિ જનો નિર્જરા કહે છે. ૧
सकामाकामभेदेन द्विधा सा स्याच्छरीरिणाम् निर्जरा यमिनां पूर्वा ततोऽन्या सर्वदेहिनाम् २७६
નિર્જરાભાવના બે પ્રકારની છે, પહેલી સકામ અને બીજી અકામ તેમાં કામનિર્જરા મુનિની છે અને અકામનિર્જરા સમસ્ત પ્રાણીની છે. ૨ विशुद्धयति हुताशेन सदोषमपि काश्चनम् यद्वत्तथैव जीवोऽयं तप्यमानस्तपोग्निना . २७७
જેમ મેલવાળું સોનું અગ્નિમાં તપાવવાથી શુદ્ધ થાય છે તેમ આજીવ તરૂપી અગ્નિમાં તપાવવાથી નિર્દોષ બને છે. તપ કરવાથી માઠી કર્મ નાશ પામે છે. ૩
तत्र बाह्यं तपः प्रोक्त मुपवासादिषावधम् प्रायश्चित्तादिभि भैदैरन्तरंगं च षड्विधम् २७८
બાહ્ય તપ અને આત્યંતર તપ આમ બે પ્રકારના તપ છે તેમાં ઉપવાસ, મિતાહાર, વૃત્તિનિરાધ, રસ પરિત્યાગ, ઇયિનિગ્રહ અને કાય કલેશ આ છ બાહ્યતપનાં લક્ષણે. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન આ છ અત્યંતર તપના લક્ષણો છે. ૪